________________
dechCe ebeCebebeCei ensiebehDemoef GeeDeefelej Dees G ej F Herkek eceb o{Hebrece ej iep Heemes--6-- (छा - विधिना जिनं जिनगृहे गत्वार्चति उचितचिन्तारतः। उच्चरति प्रत्याख्यानं दृढपञ्चाचारगुरुपार्थे)
‘વિધિપૂર્વક આ શબ્દ આગળ બતાવશે તે બધી ક્રિયામાં સાથે સમજી લેવો. એટલે કે વિધિપૂર્વક દેરાસરે જઇ વિધિપૂર્વક ઉચિત ચિંતામાં રત ઉચિત વિધિથી જિનપૂજા કરે ...એમ સમજવું.
હદ્ધિથી જિનવંદનઅંગે શ્રીદશાર્ણભદ્રનું દષ્ટાન્ત હવે ઘરદેરાસરે પૂજા કરી મુખ્ય દેરાસરે પૂજા કરવા કેવી રીતે જવું? તેની વિધિ બતાવે છે... જો પોતે રાજા વગેરે રૂપે મોટી ઋદ્ધિવાળો હોય, તો ‘સર્વ ઋદ્ધિ, દિપ્તિ, ધૃતિ, સેના, પુરુષાર્થ સાથે...' ઇત્યાદિ વચનને આગળ કરી જૈનશાસનની પ્રભાવના થાય એ હેતુથી મોટી ઋદ્ધિ સાથે દેરાસર જાય. શ્રી દશાર્ણભદ્ર રાજા ‘હું તે રીતે પ્રભુ વીરને વંદુ કે જે રીતે પૂર્વે કોઇએ વંદન કર્યા નહીં હોય એવા અહંકાર સાથે પરમ ઋદ્ધિ સાથે સઘળાય સાજ, શણગાર, હાથી વગેરે ચતુરંગ સેના, હાથીદાંતની, ચાંદીની અને સોનાની બનેલી પાંચસો પાલખીમાં બેઠેલી પાંચસો રાણીઓ સાથે પ્રભુ વીરને વંદન કરવા નીકળ્યા. ત્યારે એનો અહંકાર દૂર કરવા પ્રથમ દેવલોકના ઇંદ્ર પ્રભુ વીરને વંદનમાટે આવતી વખતે મોટી દિવ્ય ઋદ્ધિ વિકજ્વ. મોટા ઋષિમંડળ સ્તવમાં આ ઋદ્ધિનું વર્ણન આ રીતે કર્યુ છે..
ચોંસઠ હજાર હાથી વિમુર્થા. દરેક હાથીને પાંચસો બાર મસ્તક હતા. એ દરેક મસ્તક-કુંભ દીઠ આઠ-આઠ દાંત હતા. દરેક દાંતે આઠ-આઠ વાવડી હતી. દરેક વાવડીમાં લાખ-લાખ પાંખડીવાળા આઠ-આઠ કમળ હતા. એમાં દરેક પાંખડીએ બત્રીસ-બત્રીશ દિવ્ય નાટક વિધિ ચાલતી હતી. એ દરેક કમળની કર્ણિકામાં શ્રેષ્ઠ પ્રાસાદ-મહેલ હતા. એ દરેક મહેલમાં પોતાની આઠ અગ્રમહિષી-પટ્ટદેવીઓ સાથે એ ઇંદ્ર બિરાજ્યા હતા, ને પ્રભુ ગુણ ગાતા હતા. આવી ઋદ્ધિ સાથે ઐરાવણ હાથી પર બેઠેલા ઇંદ્રને જોઇ દશાર્ણભદ્ર રાજાએ દીક્ષા લઇ પોતાની અપૂર્વ વંદનની પ્રતિજ્ઞા પૂરી કરી.
(ઇદ્રની તે વખતની ઋદ્ધિ, હાથી વગેરેની સંખ્યા, વાજિંત્રોના નામ અને બત્રીસ નાટકોની વાત પરિશિષ્ટમાં લીધી છે. ત્યાંથી જોઇ લેવી.).
દશાર્ણભદ્રના દૃષ્ટાંતથી એ વાત સમજવાની છે કે સમૃદ્ધ શ્રાવકે મોટી ઋદ્ધિ-આડંબર સાથે દેરાસર જવું. સામાન્ય વૈભવવાળાએ એવું નહીં કરવું, કેમકે એ ઉદ્ધતાઇ ગણાય ને લોકોમાં હાસ્યાસ્પદ બને. તેથી એણે પોતાના વૈભવને અનુરૂપ આડંબર કરીને તથા ભાઇ, મિત્ર, પુત્ર વગેરેને સાથે લઇ જવું.
જિનાલયના પાંચ અભિગમ (૧) દેરાસરે પહોંચીને ફૂલ, પાન, સરસવ, દૂર્વા વગેરે સચિત્ત અને છરી, પગરખા, મુગટ, વાહન વગેરે અચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો. (૨) મુગટ છોડી બાકીના આભૂષણો વગેરે અચિત્ત દ્રવ્યો સાથે રાખવા. (૩) એક પહોળા વસ્ત્રનો ખેસનો) ઉત્તરાસંગ કરવો. (૪) ભગવાન દેખાતા જ અંજલિ કરી મસ્તકે રાખી “નમો જિણાણું” એમ કહેવા પૂર્વક પ્રણામ કરવા. અને (૫) મનને (પ્રભુ ભક્તિમાં) એકાગ્ર બનાવવું. આ પાંચ પ્રકારના અભિગમને સાચવવા પૂર્વક ‘નિસીહિ, નિશીહિ, નિશીહિ' કહીને દેરાસરમાં પ્રવેશ કરવો. આગમમાં કહ્યું જ છે કે – (૧) સચિત્ત દ્રવ્યનો ત્યાગ (૨) અચિત્ત દ્રવ્યનું ગ્રહણ (અત્યાગ) (૩) એક વસ્ત્ર ઉત્તરાસંગ કરવો. (૪) આંખેથી પ્રભુને જોતા જ અંજલિ કરવી અને (૫) મનને એકાગ્ર કરવું. શ્રાદ્ધવિધિ પ્રકરણ