________________
રાજા વગેરે દેરાસરમાં પ્રવેશતા જ રાજ ચિહ્નોનો ત્યાગ કરે. હ્યું જ છે કે – શ્રેષ્ઠ રાજા તરીકેના સૂચક ગણાતા પાંચ રાજ ચિહ્નો- (૧) ખગ (તલવાર) (૨) છત્ર (૩) વાહન (૪) મુગટ અને (૫) ચામરો આ બધાનો ત્યાગ કરે.
પ્રથમ નિસીહી અને પ્રદક્ષિણા દેરાસરના અગ્રદ્વારે પ્રવેશતા જ મન-વચન-કાયાથી સંસાર સંબંધી – ઘર સંબંધી બધા વ્યાપારચિંતાનો ત્યાગ કરવાનો છે એ સૂચવવા પહેલી નિશીહિ કરાય છે ને ત્રણ વાર બોલાય છે. જો કે ગણાય તો એક જ, કેમકે માત્ર ઘર-સંસાર સંબંધી પ્રવૃત્તિના ત્યાગ રૂપ એકનો જ નિષેધ થયો છે.
પછી મૂળનાયક ભગવાનને પ્રણામ કરી જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે ત્રણ પ્રદક્ષિણા આપવી. મૂળનાયક ભગવાન આપણાથી જમણી બાજુએ રહે એ રીતે પ્રદક્ષિણા આપવાની છે. કલ્યાણના ઇચ્છુકે પ્રાય: બધી જ ઉત્કૃષ્ટ વસ્તુઓ પોતાની જમણી બાજુએ જ રાખવી જોઇએ, એ આનો ઉદ્દેશ છે. કહ્યું જ છે કે – તે પછી નમો જિણાણું કહી ભક્તિથી ઉભરાતા મનથી (જમાં કેડથી વળી નમવાનું હોય તે) અર્ધાવનત પ્રણામ અથવા પંચાંગ પ્રણિપાત (ખમાસમણુ) કરી પરિવાર સાથે પૂજાની સામગ્રી હાથમાં રાખી ગંભીર મધુર સ્વરે ભગવાનના ગુણ સમુદાય વર્ણવતા મંગલ સ્તોત્રાદિ બોલતા બોલતા, (જો પૂજાની સામગ્રી હાથમાં ન હોય તો) યોગમુદ્રામાં હાથ રાખી દરેક ડગલે જીવોની રક્ષાની સાવધાની રાખતો અને ભગવાનના ગુણોમાં જ એકાગ્ર મનવાળો થઇ ત્રણ પ્રદિક્ષણા આપે.
ગૃહચૈત્યોમાં પ્રદક્ષિણા આપવી ઘટતી-સંભવતી નથી. મોટા દેરાસરોમાં પણ જો કારણવશ પ્રદક્ષિણા નહીં આપી શકે, તો પ્રાજ્ઞ પુરુષે હંમેશા પ્રદક્ષિણા આપવાનો ભાવ તો રાખવો જ જોઇએ. પ્રદક્ષિણા આપતી વખતે સમવસરણમાં ચાર રૂપે રહેલા ભગવાનનું ચિંતન કરતો કરતો મૂળનાયક ભગવાન સિવાય પણ ગભારામાં પાછળ, ડાબી અને જમણી આ ત્રણે સ્થળે (વર્તમાનમાં પ્રાય: મંગલમૂર્તિરૂપે) રહેલા ત્રણ પ્રતિમાને વંદે. તેથી જ બધા દેરાસરો સમવસરણના સ્થાનરૂપ હોવાથી ગર્ભગૃહની બહારના ભાગમાં ત્રણે દિશામાં મૂળનાયક ભગવાનના નામની જ ત્રણ પ્રતિમા (જે હાલ પ્રાય: મંગલમૂર્તિ હોય છે) રાખે. આમ કરવાથી જ ‘ભગવાનના પીઠના ભાગનો ત્યાગ કરવો” એ વચનથી અરિહંતના પીઠ તરફ (દેરાસરના પાછળના ભાગે) રહેવામાં જે દોષ લાગતો હોય, તે દોષ હવે (ચારે દિશામાં પ્રભુનું મુખ સન્મુખ થવાથી) રહેતો નથી.
બીજી નિસીહી અને પ્રણામ એ પછી દેરાસરમાં સફાઇ, પોતું, લેખક વગેરે જે આગળ કહેવાશે, એ બધા કાર્યો પતાવી તથા પૂજાની બધી સામગ્રી તૈયાર કરી હવે દેરાસર સંબંધી પણ ચિંતાનો ત્યાગ સૂચવતી બીજી નિસાહિ ગભારાના દ્વારે કહી મૂળનાયક પ્રભુને ત્રણવાર પ્રણામ કરી પૂજા કરે. ભાષ્યમાં જ છે કે - તે પછી નિસીહિ પૂર્વક મંડપમાં (- ગર્ભગૃહમાં) ભગવાનની સામે પૃથ્વી પર હાથ-પગ સ્થાપી વિધિપૂર્વક ત્રણ વાર પ્રણામ કરે. તે પછી હર્ષસભર બની મુખકોશ બાંધી ભગવાનની પ્રતિમાપર રાતભર રહેલા નિર્માલ્યને મોરપીંછથી દૂર કરે. પછી દેરાસરની સફાઇ પોતે કરે અથવા બીજા પાસે કરાવે. પછી જિનપ્રતિમાઓની વિધિપૂર્વક યથાયોગ્ય પૂજા કરે.
૪૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ