________________
અભિષેક આદિ પૂજાવિધિ નાક-મોંના શ્વાસોચ્છવાસને પ્રભુપર પડતા અટકાવવા કપડાના છેડાના આઠ પડ કરી મુખકોશ બાંધવો. વર્ષાકાળમાં નિર્માલ્યમાં કંથવા વગેરે જીવો થવાની સંભાવના હોવાથી નિર્માલ્ય અને અભિષેકનું પાણી બંને અલગ-અલગ વાસણમાં જ લઇ લોકોના પગ જ્યાં ન પડે, તેવા સ્થાને એનું વિસર્જન કરવું. આમ કરવાથી આશાતના ટળે છે.
ઘર દેરાસરમાં જિનપ્રતિમાને ઉંચા સ્થાને ભોજનઆદિમાં નહીં વપરાતા ઉત્તમ થાળમાં રાખી બંને હાથે ધારણ કરેલા પવિત્ર કળશ વગેરેમાં રાખેલા પાણીથી અભિષેક કરવો. તે વખતે“હે સ્વામિનું! આપ બાલ્યાવસ્થામાં મેરુ પર્વતના શિખરે દેવ-અસુરો વડે સોનાના કળશો દ્વારા અભિષેક કરાયા હતા. એ દ્રશ્ય જેણે જોયું હશે, તે પણ ધન્ય છે.” ઇત્યાદિ ચિંતન કરવું. એ પછી વાળાકુંચીનો સારા પ્રયત્નથી (ભગવાનની પ્રતિમાને ઘસારો-તીક્ષ્ણતા ન લાગે એ રીતે) ઉપયોગ કરી અંગપ્રક્ષાલન કરવું.
એ પછી બે અંગલુછણાથી (હાલ ત્રણ પ્રચલિત છે.) ભગવાનને સ્વચ્છ કરી, ચંદન વગેરેથી બે પગ, બે ઘૂંટણ, બે કર (હાથ), બે ખભા અને મસ્તક - આ નવ અંગે ક્રમશ: આગળ બતાવશે એ રીતે સૃષ્ટિક્રમથી પૂજા કરવી. કેટલાક એમ કહે છે કે પહેલા ભાલે તિલક કરી પછી નવ અંગે પૂજા કરવી. શ્રી જિનપ્રભસૂરિએ પૂજાવિધિ ગ્રંથમાં કહ્યું છે કે – સરસ સુગંધી ચંદનથી ભગવાનનાં જમણા ઘૂંટણે, જમણે ખભે, ભાલે, ડાબે ખભે અને ડાબે ઘૂંટણે એ રીતે પાંચ અંગે અને હૃદય ગણો તો છ અંગે પૂજા કરી તાજા ફુલોથી અને ગંધ ચૂર્ણથી પૂજા કરવી. (આ વાંચી વર્તમાન પૂજાપદ્ધતિમાં ફરક ઊભો કરવો ઉચિત નથી, કેમકે હાલ સકળ શ્રી સંઘે જે પદ્ધતિ સ્વીકારી છે, તેમાં ભેદ કરવાથી સંઘભેદ, સંશય, મતભેદ વગેરે દોષો ઊભા થશે. વળી પૂજાઅંગે શાસ્ત્રોમાં પણ અલગ-અલગ પદ્ધતિ જોવા મળે છે.)
એ પહેલા બીજા કોઇએ પૂજા કરી હોય અને પોતાની પાસે અન્ય વિશિષ્ટ સામગ્રી ન હોય, તો એ પૂજા દૂર કરવી નહીં; કેમકે એ દૂર કરવામાં એ પૂજાના દર્શનથી ભવ્ય જીવોને જે પુણ્યની કમાણી થવાની હોય, તેમાં અંતરાય કરવાનો પ્રસંગ આવે. તેથી એ પૂર્વકૃત પૂજાને જ પોતાની કુશળતાથી) વધુ વિશિષ્ટ બનાવવા પોતાની સામગ્રી વાપરવી.
નિર્માલ્યનું લક્ષણ બૃહદ્ભાષ્યમાં કહ્યું છે - જો પૂર્વે કોઇએ સારા વૈભવથી પૂજા કરી હોય, તો તેમાં જે રીતે વિશેષ શોભા થાય તે રીતે જ પ્રયત્ન કરવો. (શંકા એ ચઢાવેલા દ્રવ્યો ઉતારી ફરીથી ગોઠવવામાં પ્રભુને ચઢાવેલું દ્રવ્ય નિર્માલ્ય થઇ જાય છે. તો એ નિર્માલ્યને ફરીથી ચઢાવવાનો દોષ નહીં આવે? આના સમાધાનમાં કહે છે – આ રીતે સારા ભાજનમાં) પાછા લઇ ફરીથી ગોઠવવામાં નિર્માલ્ય પણ થતું નથી, કેમકે એમાં નિર્માલ્યના લક્ષણનો અભાવ છે. કેમકે ગીતાર્થ પુરુષો પૂજામાં ચઢાવ્યા પછી વિનાશ પામ્યું હોય (ફરીથી ચઢાવવા યોગ્ય ન રહ્યું હોય) એ દ્રવ્યને નિર્માલ્ય કહે છે. તેથી જ પ્રભુજીને એક વાર ચઢાવેલા પણ વસ્ત્ર, આભરણ, કડા જોડ, કુંડળ જોડ વગેરે વસ્તુઓ બીજા વગેરે દિવસે ફરીથી ચઢાવાય છે. જો આમ ન હોય, તો શાસ્ત્રમાં વિજય વગેરે દેવોએ એક અંગભૂંછણાથી એકસો આઠ જિનપ્રતિમાને અંગભૂંછણા કર્યા એવી વાત કેવી રીતે આવે?
ભગવાનની પ્રતિમા પર ચઢાવેલું જે દ્રવ્ય કરમાઇ ગયેલું, સુગંધહીન થયેલું, કે શોભા વિનાનું શ્રાદ્ધવિધિ પ્રકરણ
૪૯