________________
દેખાય, ભવ્ય-ભક્ત જીવના મનની પ્રસન્નતાનું કારણ બને નહીં, તેને બહુશ્રુતો નિર્માલ્ય ગણે છે. એમ સંઘાચાર ગ્રંથની ટીકામાં કહ્યું છે. પ્રદ્યુમ્નસૂરિ કૃત વિચાર વિસ્તાર પ્રકરણમાં આ પ્રમાણે કહ્યું છે... -
ચૈત્યદ્રવ્ય બે પ્રકારે છે (૧) પૂજા દ્રવ્ય (૨) નિર્માલ્ય દ્રવ્ય. જિનપૂજા માટે તૈયાર કરાયેલું- ચંદન વગેરે - આદાનાદિ દ્રવ્ય પૂજાદ્રવ્ય છે. અક્ષત (ચોખા), ફળ, બલિ, વસ્ત્ર વગેરે સંબંધી જે દ્રવ્ય છે, તે (પૂજામાં સમર્પિત કર્યા પછી) નિર્માલ્ય દ્રવ્ય કહેવાય છે. તે દ્રવ્યનો દેરાસર સંબંધી કાર્યોમાં ઉપયોગ થઇ શકે છે.
આમ આ ગ્રંથમાં સમર્પિત કરેલા અક્ષત-ચોખા વગેરેને નિર્માલ્ય તરીકે ગણાવ્યા. પરંતુ બીજા કોઇ આગમમાં કે પ્રકરણ - ચરિત્રગ્રંથો વગેરેમાં આવી વાત જોવા મળતી નથી. વૃદ્ધસંપ્રદાય (ગીતાર્થ પરંપરા) વગેરેથી આવી વાત કોઇ ગચ્છમાં જોવા મળતી નથી. જે ગામ વગેરેમાં આદાનાદિ દ્રવ્ય (ચંદનાદિ પૂજામાટેનું દ્રવ્ય)ના આવવાના ઉપાય નથી, ત્યાં ચોખા, બલિ વગેરેના દ્રવ્યથી જ પ્રતિમા પૂજાય છે. એ અક્ષત-ચોખા વગેરે નિર્માલ્ય ગણાય, તો ત્યાં પ્રતિમાની પૂજા પણ કેવી રીતે થાય? તેથી ‘ચઢાવ્યા પછી ભોગયોગ્ય નહીં રહેલું (ભોગવિનષ્ટ) દ્રવ્ય જ નિર્માલ્ય ગણાય’ એ વાત યુક્તિથી ઘટે છે. વળી ‘ગીતાર્થો ભોગવિનષ્ટ દ્રવ્યને નિર્માલ્ય ગણે છે’ એવું આગમવચન પણ છે. છતાં તત્ત્વ તો કેવળીગમ્ય છે. (અહીં પ્રદ્યુમ્નસૂરિના મતને આગમ, પ્રકરણ, ચરિત્ર કે સામાચારી કોઇનો ટેકો નથી એમ બતાવ્યા પછી પણ ગ્રંથકારે એમને મિથ્યાત્વી કે ઉત્સૂત્રભાષી કહ્યા નથી, એ વાત નોંધનીય છે.)
અંગપૂજા
ચંદનપૂજા કે ફુલપૂજા એવી રીતે કરવી કે જેથી ભગવાનની આંખ કે ભગવાનનું મોઢું ઢંકાઇ જાય નહીં, અને શોભામાં અભિવૃદ્ધિ થાય. તેથી એ જોનારા પણ પ્રમોદભાવમાં આવવા દ્વારા પુણ્યની વૃદ્ધિ પામે. પૂજા ત્રણ પ્રકારે છે. (૧) અંગપૂજા (૨) અગ્રપૂજા અને (૩) ભાવપૂજા.
નિર્માલ્ય દૂર કરવું, પ્રભુજીનું મો૨પીંછીથી પ્રમાર્જન કરવું, અંગપ્રક્ષાલન, વાળાકુંચી કરવી, પૂજન ક૨વું, કુસુમાંજલી મુકવી, પછી પંચામૃતથી સ્નાત્ર કરવું, નિર્મળ જળની ધારા કરવી, ધૂપિત (ધૂપ કરાયેલા) સ્વચ્છ, કોમળ, સુગંધી વસ્ત્રોથી અંગપૂંછણા કરવા, કપૂર-કંકુ વગેરેથી મિશ્રિત ગોશીર્ષ ચંદનથી વિલેપન કરવું, આંગી કરવી તથા ગોરોચન (એક પ્રકારનું ચંદન) કસ્તૂરી વગેરેથી તિલકપાન વગેરેની રચના કરવી, શ્રેષ્ઠ રત્ન, સુવર્ણ, મોતી વગેરેના આભરણ, ચાંદી-સોનાના ફુલ વગેરેથી જિનબિંબને અલંકૃત કરવા. આ બધું અંગપૂજામાં આવે. (આમ નિર્માલ્ય ઉતારવું કે અંગલૂછણા કરવા ઇત્યાદિ પણ ચંદન-કેસરપૂજાની જેમ પ્રભુની અંગપૂજારૂપ જ છે. તેથી એ પણ શ્રાવકોએ જ પૂજાના ભાવથી કરવા જોઇએ. પૂજારીને સોંપવું નહીં.)
અહીં પોતે ભરાવેલા સવા લાખ જિનબિંબોના અને શત્રુંજય મહાતીર્થે બધા જ જિનબિંબોના રત્ન અને સોનાના આભરણો કરાવનાર શ્રી વસ્તુપાળનું દૃષ્ટાંત છે. એ જ રીતે મહાસતી દમયંતીએ પૂર્વભવમાં ચોવીસ ભગવાનને રત્નમય તિલકો ચઢાવ્યા હતા. આ રીતે ઉત્તમ દ્રવ્યોથી ભગવાનને અલંકૃત કરવાથી એના દર્શન કરવાથી બીજાઓના ભાવની વૃદ્ધિ થાય છે. કહ્યું જ છે કે- પ્રવર-શ્રેષ્ઠ સાધનોથી પ્રાય: ભાવ પણ શ્રેષ્ઠ ઉદ્ભવે છે.વળી આ ઉત્તમ ચીજોનો આનાથી વધુ સારો બીજો કોઇ ઉપયોગ પણ નથી. (સંસાર માટે - સ્વાર્થ માટે - પત્ની વગેરે માટે જે વપરાય, તે ઘરની શોભા કદાચ વધારે, પણ
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૫૦