________________
આત્મહિતકર ન હોવાથી એ ઉત્તમ ઉપયોગ નથી.)
તથા ચંદરવા બાંધવા તથા શ્રેષ્ઠ રેશમી વગેરે વસ્ત્રોથી સજાવી પરિધાપનિકા (પુંઠીયા) કરવા અથવા પ્રભુને શ્રેષ્ઠ રેશમી વસ્ત્રો અર્પણ કરવા. તથા શ્રેષ્ઠ વિધિથી લવાયેલા વિકસિત શતપત્ર, સહસ્રપત્ર (સો પાંખડીવાળા, હજાર પાંખડીવાળા કમળો) કેતકી, ચંપક વગેરે ફલોથી (૧) ગુંથેલી (૨) સુતરથી વીંટળાયેલી (૩) પરોવેલી અને (૪) ઢગલારૂપ કરેલી એ રીતે ચાર પ્રકારે શ્રેષ્ઠ માળાઓ બનાવવી કે મુગટ, શેખર, પુષ્પગ્રહ વગેરે રચનાઓ કરવી. એ જ રીતે પ્રભુના હાથમાં સોનાના બિજોરું, નાળિયેર, સોપારી, પાન, નાણું, વીંટી, લાડુ વગેરે મુકવા. ધૂપ કરવો ને સુગંધી વાક્ષસેપ કરવો એ પણ અંગપૂજામાં આવે. બૃહદ્ભાષ્યમાં કહ્યું જ છે કે – સ્નાન, વિલેપન, આભરણ, વસ્ત્ર, ફળ, ગંધચૂર્ણ, ધૂપ અને ફુલથી જિનેશ્વરની અંગપૂજા થાય છે.
એ અંગે આ વિધિ છે – વસ્ત્રથી નાક બાંધવું (ઢાંકવું) અથવા જે રીતે સમાધિ રહે એ રીતે કરવું. તે વખતે શરીરને ખંજવાળવું વગેરે પણ કરવું નહીં. બીજા ગ્રંથમાં પણ કહ્યું છે - જગતબંધુ પ્રભુની પૂજા કરતી વખતે શરીર ખંજવાળવું નહીં, નાક સાફ કરવું નહીં, સ્તુતિ-સ્તોત્ર બોલવા નહીં. પ્રભુની પૂજા વખતે મુખ્યવૃત્તિથી તો મૌન જ રહેવું જોઇએ. એમ ન થઇ શકે, તો કમ સે કમ પાપમાં કારણ બને એવા શબ્દો તો બોલવા જોઇએ નહીં, કેમકે નિસહી કહી હોવાથી ઘરવગેરેની પ્રવૃત્તિનો નિષેધ કર્યો છે. તેથી જ પાપમાં કારણ બને એવા સંજ્ઞા-ઇશારા-સંકેતો પણ કરવા નહીં, કેમકે અનુચિતતા વગેરે દોષોના પ્રસંગ છે. અહીં “જિણહાક' શ્રાવકનો પ્રસંગ દૃષ્ટાંતભૂત છે. એણે પૂજા કરતી વખતે ચોરને મારી નાખવાનો સંકેત કર્યો હતો... એ કથા આવી છે.
પૂજા વખતે ઇશારા-સંકેત ત્યાગ અંગે જિણહાક શેઠનું દષ્ટાંત ધોળકાનો શ્રેષ્ઠી જિણહાક આરંભમાં ખૂબ ગરીબ હતો. ઘીના ઘડા, કપાસ વગેરેના ભાર ઉપાડવાની મજૂરી કરી પોતાનો જીવન ગુજારો કરતો હતો. એ રોજ ભક્તામર સ્તોત્ર વગેરેનો પાઠ કરતો હતો. તેથી એના પર પ્રસન્ન થયેલી ચક્રેશ્વરી દેવીએ એને વશ્યકૃત્ રત્ન (જ રત્નના પ્રભાવથી બધા વશ થાય) આપ્યું. એકવાર રસ્તે જતાં દુષ્ટતા માટે ત્યાં પ્રસિદ્ધ થયેલા ત્રણ ચોરને એ રત્નના પ્રભાવથી હણ્યા. પછી પાટણ પહોંચ્યો. ત્યાં આનું અદ્ભુત ચરિત્ર સાંભળી ભીમદેવ રાજાએ એને બહુમાનપૂર્વક બોલાવી દેશની રક્ષા માટે તલવાર આપી. ત્યારે શત્રુશલ્ય નામના સેનાપતિએ ઈર્ષાના ભાવસાથે કહ્યું – જેને તલવારનો અભ્યાસ હોય, એને તલવાર આપવી જોઇએ, આ જિણહાકને તો તુલ (ત્રાજવું), વસ્ત્ર ને કપાસ જ અપાય.
ત્યારે જિણહાકે કહ્યું- તલવાર, કુન્ત (ભાલો) અને શક્તિને હાથમાં લઇ ફરવાવાળા તો ઘણા છે. પણ જે શૂર પુરુષ રણ (યુદ્ધ)માં શત્રુમાટે શલ્ય(પીડા) રૂપ બને છે, તેની માતા જ વિરલ પ્રસૂતા છે. ઘોડો, શસ્ત્ર, શાસ્ત્ર, વાણી, વીણા, પુરુષ અને સ્ત્રી પુરુષવિશેષને પામીને જ યોગ્ય કે અયોગ્ય બને છે. (કોઇના હાથમાં આવેલું શસ્ત્ર શત્રુનાશક બને છે, ને કોઇના હાથમાં આવેલું તે આત્મઘાતક બને છે. ઇત્યાદિ રીતે યોગ્ય અયોગ્ય બને.) જિણહાકના વચનથી રાજી થયેલા રાજાએ તેને તલાક્ષ (પોતાના સમસ્ત રાજ્યનો મુખ્ય કોટવાળ) બનાવ્યો. જિણહાકે ગુજરાતમાં ચોરનું નામનિશાન મિટાવી દીધું.
એકવાર સૌરાષ્ટ્રના ચારણે એની પરીક્ષામાટે ઊંટની ચોરી કરી. તેથી જિણહાકના સૈનિકોએ શ્રાદ્ધવિધિ પ્રકરણ
પ૧