________________
એને પકડ્યો. બાંધ્યો. સવારે જિણહાક જ્યારે પ્રભુપૂજામાં હતો, ત્યારે જ એની પાસે લઈ આવ્યા. ત્યારે જિણહાક બોલીને તો કોઇ આજ્ઞા કરી નહીં, પણ ફુલનું ડીટિયું તોડવા દ્વારા સંજ્ઞા કરી (કે એનું ડોકું ઉતારી નાખો.) ત્યારે ચારણે કહ્યું છે
જિણહાન જિણવરહ ન મિલઇ તારો તાર; જિણિ કરિ જિણવર પૂજિઇ, તે કિમ મારણહાર? III (હે જિણહાક ! તારો જિનેશ્વર સાથે કાર મળ્યો નથી. જેના હાથે જિનવર પૂજાય છે, તે કેવી રીતે મારણહાર બને?) આ સાંભળી શરમાયેલા જિણહાકે ચારણને ‘હવે પછી ચોરી નહી કરતો” એમ કહી સૈનિકો પાસેથી છોડાવ્યો. ત્યારે ચારણે કહ્યું છે
ઇક્કા ચોરી સા કિઆ જા ખોલડઇ ન માઇ; બીજી ચોરી કિમ કરઇ, ચારણ ચોર ન થાય llll. (એક એવી ચોરી કરી કે જે મારી ઝૂંપડીમાં પણ ન સમાઇ શકે, એ બીજીવાર ચોરી કેવી રીતે કરશે? જેને ચોરી શાની કરવી? કેવી રીતે કરવી? વગેરે આવડતું નથી, તે શું ચોરી કરવાનો? કેમકે ચારણ કદી ચોર થતો નથી. ઉપદેશ પ્રાસાદમાં આ દુહો અલગ રીતે છે, એનું તાત્પર્ય એવું છે કે ચારણે ચોરી તો ખોળામાં ન માય એવી કરી, પણ તમે તો પૂજા વખતે સંકેત કરી જિનાજ્ઞાભંગરૂપ એવી ચોરી કરી, કે જે ત્રણ ભુવનમાં પણ ન માય.) ચારણના આ સમ્યગુ - ઉચિત શબ્દોથી સંતુષ્ટ થયેલા જિણહાકે એને પહેરામણી આપી. - જિણહાકે સંઘયાત્રા, દેરાસરનિર્માણ, પુસ્તક લખાવવા વગેરે ઘણા પુણ્યકાર્યો કર્યા. પોતે પૂર્વકાળમાં પોટલા ઉપાડવાની મજૂરી કરતો હતો એ વાતને યાદ રાખી પોટલાપરના કર પણ માફ કરાવ્યાં. (પોટલા ઉપાડનારે કોઇ કર ભરવાનો નહીં.) આ કરમાફી લોકોમાં હજી સુધી (ગ્રંથકારના કાળ સુધી) ચાલે છે.
જિનપૂજાનો ક્રમ મૂળનાયક ભગવાનની વિસ્તારથી પૂજા કર્યા પછી સૃષ્ટિના ક્રમથી (જમણા ક્રમથી) બીજા બધા ભગવાનની યથા યોગ્ય પૂજા કરવી.
દ્વારપાસે રહેલા (અથવા દ્વારપર રહેલા) તથા સમવસરણ બિમ્બ (ગભારાની બહાર ત્રણે બાજુ રહેલા) ની પૂજા પણ મૂળનાયક વગેરે ભગવાનોની પૂજા કર્યા પછી ગભારાથી બહાર નીકળતી વખતે
તે; કેમકે સૌ પ્રથમ તો મૂળનાયકની પૂજા કરવામાં જ ઔચિત્ય દેખાય છે. પ્રવેશ વખતે નજીક હોવાથી જો પહેલા જ દ્વારપ્રતિભાવગેરેની પૂજા કરી લેવાની હોય, તો મોટા દેરાસરમાં ઘણા ભગવાન નજીક આવવાથી એ બધાની પૂજા પહેલા કરવાનો પ્રસંગ આવે. એમ કરવા જતા ફુલ વગેરે સામગ્રી ઓછી હોય, તો મૂળનાયક સુધી પહોંચતા સુધીમાં બધું પૂરું થઇ જવાથી પછી મૂળનાયક ભગવાનની જ પૂજા રહી જાય.
અને “દેરાસરમાં પ્રવેશતા જે પહેલા ભગવાન આવે એની પૂજા પહેલી કરવી” એ તર્ક લગાડવામાં આવે તો શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે મહાતીર્થોમાં તો પ્રવેશતાં જ પહેલા બીજા ઘણા દેરાસરો આવી જાય, ત્યાં બધે પૂજા કરતાં કરતાં છેલ્લે મુખ્ય દેરાસર પહોંચો, તો સામગ્રી પણ પૂરી થઇ જાય. (ને થાક લાગે, તો મૂળનાયકની પૂજાનો - મુખ્ય દેરાસરે પૂજાનો ઉલ્લાસ પણ રહે નહીં.) તેથી આ બરાબર લાગતું નથી.
આમ તો ઉપાશ્રયમાં પણ પ્રવેશતાં જ પહેલા જે સાધુ આવે એને વંદન કરતાં કરતાં મુખ્ય આચાર્યને - ગુરુભગવંતને વંદન કરવાનું સૌથી છેલ્લે આવે. (આમાં ઔચિત્યભંગ વગેરે દોષો છે. તેથી
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પર.