________________
પહેલા મુખ્યના જ પૂજન-વંદન ઉચિત છે.) હા, પ્રણામમાત્ર તો પ્રવેશતા નજીકના ભગવાનોને કરતાં કરતાં આગળ જવામાં કશો વાંધો નથી. ત્રીજાઉપાંગ (જીવાભિગમસૂત્ર)ને અનુસરતા સંઘાચાર ગ્રંથમાં વિજયદેવનું વર્ણન છે, ત્યાં પણ વિજયદેવે કરેલી પૂજાના વર્ણનમાં દ્વારના અને સમવસરણના ભગવાનની પૂજા પછી કરી તેમ વર્ણવ્યું છે. એ પાઠ આવો છે..
પછી તે સુધર્મસભામાં જઇ ભગવાનના દાઢા (પ્રભુના નિવાર્ણ પછી અગ્નિસંસ્કાર કર્યા પછી બચેલા દાઢા વગેરે ઇંદ્રો વગેરે લઇ જઇ રત્નદાબડીમાં એ રાખી સુધર્મસભામાં રાખે છે.)ના દર્શન થતાં એને પ્રણામ કરે છે.પછી દાબડી ખોલી મોરપીંછથી પ્રમાર્જન કરે છે. પછી સુગંધી પાણીથી એનો એકવીસ વાર પ્રક્ષાલ કરી પછી ગોશીર્ષ ચંદનથી વિલેપન કરે છે. પછી ફલ વગેરેથી એની પૂજા કરે છે. એ પછી પાંચે સભામાં રહેલી દ્વારા પ્રતિમાઓની પૂર્વવત્ પૂજા કરે છે. દ્વારપૂજાવગેરે બાકીની હકીકત ત્રીજા ઉપાંગમાંથી જાણી લેવી.
તેથી બીજા બધા ભગવાનની પૂજા પહેલા મૂળનાયક ભગવાનની જ પૂજા કરવી અને તે પણ વિશેષરૂપે જ કરવી. કહ્યું પણ છે કે – પૂજાના વિષયમાં વિશેષ પૂજા તો મૂળનાયક ભગવાનની જ કરવી. કેમકે લોકોની મનપૂર્વક દષ્ટિ એમના પર જ પડતી હોય છે.
મૂળનાયકની પહેલી ને વિશેષપૂજામાં કોઇ દોષ નથી (શિષ્યની) શંકા – જો આ રીતે પૂજા-વંદન વગેરે પહેલા એકની કરી પછી બીજાઓની કરવામાં આવે, તો ભગવાન તરીકે બધા ભગવાન સમાન હોવા છતાં તેઓમાં સ્વામી-સેવકનો ભાવ ઊભો કર્યો એવો દોષ આવશે. વળી એક ભગવાનની આદરપૂર્વક શ્રેષ્ઠ પૂજા કરાય ને બીજા ભગવાનોની થોડીસામાન્ય પૂજા કરાય, આમાં સૂક્ષ્મબુદ્ધિથી જોતાં તો ભગવાનોની મહાઅવજ્ઞા થતી દેખાય છે.
(આચાર્ય) સમાધાન – જાણકાર માણસને આટલા માત્રથી કંઇ ભગવાનોમાં સ્વામી-સેવકની બુદ્ધિ થતી નથી, કેમકે પ્રાતિહાર્યાદિ પરિવારને તે સમાનરૂપે જ જુએ છે. (પરિકરવગેરેમાં રહેલા ભગવાનો મૂળનાયક પ્રભુના પરિવારરૂપ ગણાય છે.) પણ વ્યવહાર એ છે કે પ્રથમ પ્રતિષ્ઠા મૂળનાયક ભગવાનની થઇ છે, તેથી તેમની પૂજા પહેલી કરાય છે. પણ તેથી બધા ભગવાનમાં આપણા પ્રત્યે રહેલો નાયક-સ્વામીભાવ કંઇ દૂર કરાતો નથી.
વળી ઔચિત્યમાં કુશળ પુરુષ (મુળનાયકરૂપ) એકના વંદન, પુજન કે બલિસમર્પણઆદિ કરે. એમાં અન્ય પ્રતિમાઓની આશાતના થતી દેખાતી નથી. જેમકે માટીમાંથી નિર્માણ પામેલી પ્રતિમાની પુષ્પ આદિ પૂજા જ ઉચિત છે, જ્યારે સુવર્ણઆદિમાંથી નિર્માણ પામેલી પ્રતિમા માટે તો પ્રક્ષાલ વગેરે પણ અત્યંત ઉચિત ગણાય છે. (ત્યાં અસમાનતાનો ભાવ જોવાતો નથી.) એ જ રીતે ધાર્મિક માણસનો જે દિવસે જે તીર્થકરનું કલ્યાણક વગેરે હોય, તે દિવસે તે તીર્થકરની વિશેષ પૂજા કરવાનો ભાવ બીજા તીર્થંકર પ્રતિમાઓની અવજ્ઞાના પરિણામરૂપ ગણાતો નથી. આમ જેમ ઉપરોક્ત જેવી બાબતોમાં ઉચિત્ત પ્રવૃતિ કરનારની બીજા બિંબો પ્રત્યે(કે ભગવાનો પ્રત્યે) અવજ્ઞા ગણાતી નથી, તે જ રીતે મૂળનાયકની પ્રતિમાની વિશેષ પૂજા કરવામાં પણ અવજ્ઞાદોષ નથી.
દેરાસર - પ્રતિમાની શોભા વધે એમ કરવું.. વળી, જિનભવન નિર્માણ કે જિનપ્રતિમા પૂજા કંઇ ભગવાન માટે કરાતાં નથી, પરંતુ સુજ્ઞ શ્રાદ્ધવિધિ પ્રકરણ
૫૩