________________
માણસો એ કાર્યો પોતાના શુભભાવમાટે અને બીજાઓના બોધમાટે કરે છે. કો'ક દેરાસર જોઇને, કો’ક પ્રશાંત મુદ્રાવાળી પ્રતિમા જોઇને, કો'ક પ્રતિમા પર કરેલી વિશિષ્ટ પૂજા જોઇને, તો કો'ક ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામે છે. તેથી તો ભક્ત શ્રાવક દેરાસ૨, ઘરદેરાસર, તેમાં સ્થાપવાની પ્રતિમાઓ અને એમાં પણ મૂળનાયકની પ્રતિમા પોતાનું સામર્થ્ય, દેશ, કાળ વગેરેની અપેક્ષા રાખીને અતિ વિશિષ્ટ જ નિર્માણ કરાવતો હોય છે. ગૃહચૈત્ય (ઘરદેરાસ૨)માં પિત્તળ, તાંબા વગેરેના જિનધર (સિંહાસન-બેઠક વગેરે) કરાવવા હમણાં પણ શક્ય છે. એ અંગે શક્તિ ન પહોંચે, તો હાથીદાંત આરસ વગેરેના સારી કોતરણી - ચિત્રામણવાળા કરાવી શકાય. અથવા પિત્તળની જાળીવાળા તથા હિંગળોકવગેરેથી શોભાકારી ચિત્રામણ કો૨ણીવાળા વિશિષ્ટ લાકડાના પણ કરાવી શકાય.
દેરાસરમાં અથવા ઘરદેરાસરમાં પ્રતિદિન ચારે બાજુથી સફાઇ કરવી. ઉપલબ્ધ થતું શ્રેષ્ઠ તેલ ઘસાવવું, ચુનો ધોળાવવો, જિનચરિત્ર વગેરે રચનાઓ કરાવવી વગેરે પણ કરાવી શકાય. એ જ રીતે દેરાસરના પૂજાના ઉપકરણોનાં સમારકામ સફાઇ કામ કરાવી શકાય. દેરાસરમાં સુંદર પુંઠિયાં, અથવા શ્રેષ્ઠ પરિધાન યોગ્ય વસ્ત્રો ચંદરવા વગેરે અર્પણ કરી શકાય. આવા આવા કાર્યો એવી રીતે કરવા કે જેથી દેરાસ૨ની કે પ્રભુની વિશિષ્ટ શોભા થાય.
ઘરદેરાસરની ઉપર ધોતિયાવગેરે રાખવા નહીં. મોટા દેરાસરની જેમ ઘરદેરાસરમાં પણ ચોર્યાશી આશાતનાઓ ટાળવાની છે. પિત્તળની કે આરસ વગેરેની પ્રતિમાઓના રોજ પ્રક્ષાલ કર્યા પછી એક અંગપૂંછણાથી પ્રભુને બધી બાજુથી સાફ કર્યા પછી બીજા કોમળ, સ્વચ્છ, ઉજ્વળ અંગપૂંછણાથી વારંવાર પ્રતિમાનો સ્પર્શ કરવો. એ રીતે કરવાથી એ પ્રતિમાઓ ઉજ્વળ બને છે, કેમકે જ્યાં જ્યાં પણ થોડું પાણી રહે, ભીનાશ રહે; ત્યાં ત્યાં કાળાશ પડતી જાય છે. તેથી એ પાણી કે ભીનાશ સર્વથા દૂર થવા જરૂરી છે. કેસર યુક્ત ચંદનના વિલેપનથી પણ પ્રતિમાની ઉજ્વળતા વધે છે.
પ્રતિમાઓનું અભિષેક જળ પરસ્પરને સ્પર્શે એમાં દોષ નથી
પંચતીર્થમાં કે ચોવીસીમાં ભગવાનોના અભિષેકનું જળ વગેરે એકબીજાને અડે છે, પણ તેથી કોઇ દોષની આશંકા કરવી નહીં. કહ્યું જ છે કે - રાજપ્રશ્રીય ઉપાંગમાં સૌધર્મ દેવલોકમાં સૂર્યાભદેવે કરેલી અને જીવાભિગમ ઉપાંગમાં વિજયાપુરીમાં વિજયઆદિ દેવોએ કરેલી પૂજાના વર્ણનમાં પ્રતિમાઓ અને જિનદાઢાઅંગે પૂજામાટે કળશ, મોરપીંછ, અંગપૂંછણા, ધૂપ, દીવો વગેરે એક-એક જ કહ્યા છે. નિર્વાણ પામેલા તીર્થંકરોના દાઢા ત્રણે લોકમાં રહેલા સ્વર્ગોમાં દાબડીઓમાં રહ્યા છે. તે દાઢાઓ એકબીજાને અડીને રહ્યા છે. સ્નાન જળથી પણ પરસ્પરનો સંપર્ક પામે છે. (એક બીજાનું સ્નાન જળ એક બીજાને અડે છે.)
પૂર્વધરોના સમયમાં નિર્માણ પામેલી પ્રતિમાઓ આજે પણ ઘણા નગરોમાં જોવા મળે છે. એ ત્રણ પ્રકારે છે. - (૧) વ્યક્તિ આખ્યા (૨) ક્ષેત્ર આખ્યા (૩) મહા આખ્યા. અહીં એક ભગવાનની પ્રતિમા વ્યક્તિઆખ્યા કહેવાય. એક જ પટ્ટ વગેરેમાં ચોવીશ જિનપ્રતિમા હોય, તો તે ક્ષેત્રઆખ્યા કહેવાય. એ જ રીતે એક પટ્ટવગેરેમાં ઉત્કૃષ્ટા એકસો સિત્તેર જિનની પ્રતિમા હોય, તે મહાખ્યા કહેવાય. (આમ એક પટ્ટવગેરેમાં ઘણા ભગવાન હોય, ત્યાં પણ અભિષેક જળ પરસ્પરને સ્પર્શે છે.) દેવલોકમાં પૂજા વખતે માળાધર વગેરેની પણ જે પ્રતિમાઓ છે, (ત્યાં દરેક ભગવાનની બંને બાજુ માળાવગેરે પકડીને ઊભેલા દેવ વગેરેની
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૫૪