________________
પ્રતિમાઓ પણ હોય છે.) એ પ્રતિમાઓને કરેલા અભિષેક ધૂપ વગેરે જિનપ્રતિમાને પણ સ્પર્શે છે. પુસ્તકમાં પણ પાનાઓ ઉપર નીચે હોવા રૂપે એકબીજાને સ્પર્શે છે. તેથી જિનના પટ્ટવગેરેના અભિષેકઆદિ કરવામાં આચરણા (પરંપરા) અને યુક્તિથી જોતા કોઇ દોષ દેખાતો નથી. કોઇ ગ્રંથમાં પણ એવો કોઇ દોષ બતાવ્યો નથી.
બૃહદ્ભાષ્યમાં પણ કહ્યું છે કે – કોઇ ભક્તિવાળો શ્રાવક ભગવાનની ઋદ્ધિ દર્શાવવા પ્રાતિહાર્ય શોભા સહિત અને દેવના આગમન વગેરેથી સુશોભિત એક ભગવાન ભરાવે (એક પ્રતિમા સ્થાપે.) કોઇ વળી સ્મયગુ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના માટે ત્રણ ભગવાન ભરાવે. તો કોઇ વળી પંચપરમેષ્ઠી નમસ્કારના ઉદ્યાપનરૂપે પાંચ ભગવાન ભરાવે. તો કોઇ વળી કલ્યાણક તપના મહોત્સવમાં ભરત ક્ષેત્રમાં થયેલા ચોવીસ તીર્થકરો પ્રત્યે બહુમાનવિશેષથી ચોવીશ ભગવાન ભરાવે. મનુષ્યક્ષેત્રમાં એક સાથે વધુમાં વધુ એકસો સિત્તેર જિનેશ્વરો વિચરતા મળે. તેથી કોક ધનાઢ્ય એ જિનો પ્રત્યેની ભક્તિથી એકસો સિત્તેર ભગવાન પણ ભરાવે. આમ ત્રિતીર્થી, પંચતીર્થી, ચોવિસ જિન પટ્ટ વગેરે કરાવવા ન્યાય સંગત જણાય છે. અહીં અગપૂજાની વાત પૂરી થઇ.
અગ્રપૂજા ચાંદીના કે સોનાના અક્ષત (અખંડ ચોખા) તૈયાર કરાવી એનાથી અથવા ઉત્તમ કોટીના અખંડ ચોખાથી અથવા સફેદ અખંડ સરસવથી પ્રભુ આગળ અષ્ટમંગલ આલેખવું જોઇએ, જેમકે શ્રેણિક મહારાજા રોજ સોનાના એકસો આઠ જવલાથી એ આલેખન કરતા હતા. નહિંતર પટવગેરેમાં સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના માટે શ્રેષ્ઠ અક્ષતની ત્રણ ઢગલી સૃષ્ટિના ક્રમથી કરી પ્રભુને ધરવી. (હાલ સિદ્ધશિલા, ત્રણ ઢગલી અને સાથિયો પ્રચલિત છે.) તથા ભાત વગેરે વિવિધ રાંધેલું અન્ન-અશન, ગોળ સાકર આદિનું પાણી વગેરે રૂપ પાન, મિષ્ટાન્ન ફળ વગેરે ખાદિમ અને પાન વગેરે સ્વાદિમ આ ચારે આહાર પ્રભુ આગળ ધરવા. ગોશીર્ષ ચંદનના રસથી (પ્રવાહીથી) પાંચે આંગળીના તળિયા ભીના કરી પછી એનાથી મંડલાલેખન વગેરે કરવું. એ જ રીતે વિવિધ ફુલોના ઢગલા કરવા, આરતી ઉતારવી વગેરે બધું અગ્રપૂજામાં સમાવેશ પામે છે. ભાષ્યમાં કહ્યું છે કે – ગંધર્વ નાટક (ગીત, નૃત્ય અને સંગીત), લવણ જળ ઉતારવું, આરતી-મંગળદીવો કરવા વગેરે જે કાંઇ કરાય છે, તે બધું અગ્રપૂજામાં સમાવેશ પામે છે.
નૈવેધપૂજા રોજ કરવી. નૈવેદ્યપૂજા રોજ પણ કરવી સહેલી છે અને મોટું ફળ આપનારી છે, કેમકે ધાન્ય - વિશેષ કરીને રાંધેલું ધાન્ય જગતમાટે જીવનરૂપ બનતું હોવાથી એ સર્વશ્રેષ્ઠ રત્ન સમાન છે. (બીજા રત્નોથી પેટ ભરાતું નથી, ને રાંધેલા ધાનથી પેટ ભરાય છે, ને પેટ ભરાય તો જીવી શકાય) તેથી જ વનવાસ પછી પાછા ફરેલા શ્રીરામે મહાજનોને અન્ન અંગે ક્ષેમ-કુશળ પૂછ્યું હતું. પરસ્પર જમાડવાથી જ પરસ્પર થયેલા કલહ મટે છે ને પ્રેમભાવ સંપાદન થાય છે. દેવો પણ પ્રાયઃ નૈવેદ્યથી પ્રસન્ન થાય છે. એવું ય સંભળાય છે કે શ્રી વિક્રમાદિત્યે અન્નના થાળાઓ વગેરે નૈવેદ્ય ધરી અગ્નિવેતાલને વશ કર્યો હતો. ભૂત-પ્રેત વગેરે પણ ખીર, ખીચડી, વડા વગેરે અન્નની જ ઉત્તારણા વગેરેમાં (કોઇના શરીરમાં પેસેલું ભૂત વગેરે શાંત થતાં પહેલા આવી માંગણી કરે ઇત્યાદિ વાતો સંભળાય છે.) એ જ રીતે દિક્ષાળ વગેરેને જે બલિ અપાય છે અને તારક શ્રી તીર્થકર દેવોની દેશના પછી જે બલિ અપાય છે, તે પણ અન્નથી જ તૈયાર કરવામાં આવે છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ
પપ