________________
પૂજાસામગ્રી માટે ચોકસાઇ
આમ કુમારપાળ રાજાના દૃષ્ટાંતથી જાણી શકાય છે કે પૂજામાં બીજાએ પહેરેલા વસ્ત્ર વાપરવા નહીં. પૂજા માટે પાણી તથા ફુલ વગેરે પોતે જ સારા સ્થાનથી લાવવા. અથવા જેના ગુણ પોતે જાણે છે, એવા સારા માણસ પાસે મંગાવવા. પણ એ પાણી કે ફુલ પવિત્ર ભાજનમાં ઢાંકીને લાવે એ જોવું. તથા એ લાવનાર જે માર્ગે આવે, તે માર્ગ પવિત્ર છે કે નહીં એની ચોકસાઇ કરવી. તથા પાણી-ફુલ વગેરે લાવી આપનારને ઉચિત સારું મૂલ્ય આપીને ખુશ કરવો.
એ જ રીતે ચંદન ઘસતી વખતે મુખકોશ બાંધવો. એ ઘસવાનું સ્થાન પવિત્ર હોવું જોઇએ વગેરે જયણા કરવી. તથા એ જીવાત વિનાના તથા શુદ્ધ કેસર, કપૂર વગેરેનું મિશ્રણ કરવું. સાફ કરેલા અને શ્રેષ્ઠ ધૂપ-દીવા રાખવા. અક્ષત-ચોખા પણ વીણેલા, ઉત્તમ અને અખંડ લેવા. એઠાં નહીં થયેલા વિશિષ્ટ નૈવેદ્ય તૈયાર કરાવવા, ઉત્તમ-શ્રેષ્ઠ ફળ લેવું, આ રીતે સામગ્રી ભેગી કરવી. આ રીતે દ્રવ્ય શુદ્ધિની વાત કરી.
રાગ, દ્વેષ, કષાય, ઈર્ષ્યા, ઇહૌકિક કે પરભવિક સ્પૃહા (ઇચ્છાઓ) કુતુહલ, (એક કામમાં બીજુ કામ કરવું વગેરે રૂપ) વ્યાક્ષેપ વગે૨ે છોડીને એકાગ્રચિત્તે પૂજા કરવી એ ભાવશુદ્ધિ છે. કહ્યું છે કે (૧) મન (૨) વચન (૩) કાયા (૪) વસ્ત્ર (૫) ભૂમિ (૬) પૂજાસામગ્રી અને (૭) સ્થિતિ (= વ્યવહાર) આ સાત પ્રકારની શુદ્ધિ જિનપૂજામાં રાખવી જોઇએ.
આ
આ રીતે દ્રવ્ય – ભાવથી પવિત્ર થઇ ઘરમાં રહેલા ઘરદેરાસરમાં એની જમણી બાજુથી પુરુષે અને ડાબી બાજુથી સ્ત્રીએ પ્રવેશ કરવો. પણ દેરાસરમાં પ્રવેશતા સૌ પ્રથમ જમણો પગ મૂકવો. પૂજા કરનારે પૂર્વસન્મુખ કે ઉત્તરસન્મુખ રહી ડાબી નાડી ચાલતી હોય ત્યારે મૌનપૂર્વક ઉત્તમ સુગંધી દ્રવ્યોથી પ્રભુની પૂજા કરવી વગેરે વિધિ જાણવી.
એ જ રીતે ત્રણ નિસીહી કરવી, ત્રણ પ્રદક્ષિણા દેવી, ત્રણ અવસ્થાઓ ચિંતવવી વગેરે વિધિ પણ સાચવવી. પોતે પવિત્ર આસન વગેરે પર પદ્માસનવગેરે જે આસનમાં સુખ ઉપજે એ આસને બેસે. પછી ચંદનની વાડકીમાંથી બીજી વાડકીમાં કે હથેલીમાં થોડું ચંદન લઇ પોતાના ભાલે (કપાળે) તિલક કરવું. બંને હાથના કડાપર કંકણ પણ ચંદનથી આલેખવું. પછી બચેલાં ચંદનથી બંને હાથને પવિત્ર કરી, એ બંને હાથને ધૂપથી ધૂપિત કરવા. પછી આગળ બતાવશે એ વિધિથી ભગવાનની અંગ-અગ્ર-ભાવ પૂજા કરવી. પછી સવારે પ્રતિક્રમણ વગેરેમાં પચ્ચક્ખાણ કર્યું હોય કે નહીં કર્યું હોય, તો પણ પ્રભુ આગળ શક્તિ મુજબનું પચ્ચ ક્ખાણ કરવું. (આ રીતે પાંચમી ગાથાનો અર્થ પૂર્ણ થયો.) એ પછી
શ્રાદ્ધવિધિ - સદાનો સાથી
કોઇ પણ અવસરે, કોઇ પણ પ્રસંગે, કોઇ પણ ઘટનામાં કેવી રીતે વર્તવું? શું કરવું? કયા ઉપાયો અજમાવવા? એ અંગેનું યોગ્ય માર્ગદર્શન આ ગ્રંથમાંથી અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી આ ગ્રંથને હંમેશા હાથવગો રાખવો સારો... પરિવારમાં બધાને ગુજરાતી ભાષા વાંચતા આવડવી જરૂરી છે. તો જ તેઓ પણ ભવિષ્યમાં આ ગ્રંથના આધારે સમૃદ્ધિ, સ્વસ્થતાને સમતાનો માર્ગ પામી શકે. ઘરે ઘરે રોજ રાતે (કે સવારે) ઘરના બધા સભ્યોએ ભેગા થઇ આ ગ્રંથના થોડા-થોડા પાના વાંચી એનાપર વિચાર
વિમર્શ કરવો જોઇએ. અથવા
સંધમાં દર રવિવારે (કે રજાના દિવસે) બધાએ સમુહ સામાયિકમાં માંડલીરૂપે (ગોળાકારે) બેસી આ ગ્રંથનું થોડું થોડું વાચન અને એનાપર વિચારણા કરવી જોઇએ. નવું ઘર માંડનારને સૌથી પહેલી ભેટ આ પુસ્તક આપી ને એમની પાસે આ પુસ્તક સાંગોપાંગ વાંચી જવાઅંગે વચન લેવું જોઇએ.
વિવિધ પ્રકા
૪૬