________________
વસ્ત્ર અતિ મૂલ્યવાન હોવાથી એ અંગે શક્તિ ન પહોંચે, તો પણ ધોતિયા તરીકે રેશમીવગેરે વિશિષ્ટ વસ્ત્ર જ રાખવું. પુજા ષોડશકમાં કહ્યું છે કે – સફેદ શુભ વસ્ત્રથી (પૂજા કરવી.) આની ટીકામાં લખ્યું છે. - સફેદ વસ્ત્ર અને શુભ વસ્ત્રથી. અહીં શુભ વસ્ત્ર તરીકે સફેદ સિવાયના પણ બીજા રેશમી કપડા વગેરે સમજવા. તેથી લાલ-પીળા વગેરે વર્ણવાળા પણ લઇ શકાય.
એગસાડિયું ઉત્તરાસંગ કરેઇ” આવું આગમવચન છે. તેથી નક્કી થાય છે કે ઉત્તરીય (ઉપરનું વસ્ત્ર) એક, અખંડ જ હોવું જોઇએ, નહીં કે બે ત્રણ ટુકડાવાળું. (પૂજાના બંને વસ્ત્ર ધોતિયા છે. ઉપરનું વસ્ત્ર ઉત્તરીય કહેવાય છે. તેથી નીચેનું વસ્ત્ર ધોતિયા તરીકે રૂઢ થયું છે. તેથી એકમાટે કહેલી વાત પ્રાય: બંને અંગે સમજી લેવી, જેમ કે બંને વસ્ત્ર અખંડ, શ્વેત, રેશમી આદિ વિશિષ્ટ જ હોવા જઇએ.)
લોકોમાં એમ કહેવાય છે કે “રેશમી વસ્ત્ર ભોજનાદિ કરવા છતાં હંમેશા પવિત્ર જ રહે છે પણ આ વાત પ્રમાણભૂત ગણવી નહીં. બીજા ધોતિયાની જેમ રેશમી ધોતિયાને પણ ભોજનત્યાગ તથા મળ, મૂત્ર વગેરે અશુચિના સ્પર્શનો ત્યાગ વગેરે દ્વારા પવિત્ર રાખવાનો શક્ય પ્રયત્ન કરવો.
વળી પૂજાના એ વસ્ત્રો જેટલી વાર વપરાય એને અનુરૂપ વારંવાર ધોવાણ -ધૂપકરણ વગેરે દ્વારા પવિત્ર કરતાં રહેવું. અને ધોતિયું ઓછો સમય વપરાય એવું કરવું. પસીનો, કફ વગેરે એ ધોતિયાથી સાફ કરવા નહીં, નહિંતર ધોતિયું અપવિત્ર થઇ જાય. વળી આ વસ્ત્રો બીજા વપરાયેલા વસ્ત્રોથી જુદા રાખવા. બીજાનું ધોતિયું પ્રાય: પહેરવું નહીં. એમાં પણ બાળક, વૃદ્ધ, સ્ત્રી વગેરેનું તો વાપરવું જ નહીં.
નવા ધોતિયાઅંગે કુમારપાળરાજાનું દષ્ટાન્તા એવી વાત સંભળાય છે કે એકવાર કુમારપાળ રાજાની પૂજાની જોડ બાહડ મંત્રીના નાના ભાઇ ચાહડે પહેરી. ત્યારે રાજાએ કહ્યું - હવે તમારે મને નવી (નહીં વપરાયેલી) જોડ આપવી પડશે. ત્યારે ચાહડે કહ્યું - નવું પણ રેશમી વસ્ત્ર સવા લાખનું થાય. એ બખેરાપુરીમાં જ બને છે, અને ત્યાંનો રાજા પોતે વાપરે, પછી જ અહીં આવે છે. ત્યારે કુમારપાળ રાજાએ બર્બરાના રાજા પાસે નહીં વપરાયેલી એક જોડ માંગી. પણ એ રાજાએ આપી નહીં. તેથી કુમારપાળ રાજાએ ચાહડને ‘બહુ દાનવીર થતો નહીં' એમ કહી સૈન્ય સાથે મોકલ્યો.
ત્રીજા મુકામે ચાહડે ભંડારી પાસે લાખ સોનામહોર માંગ્યા. ભંડારીએ આપ્યા નહીં. તેથી એને કાઢી મૂકી પોતે ઇચ્છા મુજબ દાન આપતો - આપતો ચૌદસો ઊંટડી પર ચૌદસો યોદ્ધાઓ સાથે રાતે શીધ્ર, બખેરાપુરને ઘેરી લીધું. ત્યારે તે નગરમાં સાતસો કન્યાના વિવાહ હતા. તેથી એમને વિઘ્ન ન થાય એ હેતુથી રાત જવા દઇ સવારે કિલ્લો કબજે કર્યો. ત્યાં સાત કરોડ સોનામહોર અને અગ્યારસો ઘોડા મેળવ્યા. પછી કિલ્લાનો ઘરટ્ટ દ્વારા (ચૂર્ણ કરનારા યંત્ર દ્વારા) ચૂરે ચૂરો કર્યો. એ રાજ્યમાં શ્રી કુમારપાળ રાજાની આજ્ઞા પ્રવર્તાવી. ત્યાંના સાતસો સાળવી – વણકરોને પોતાની સાથે લાવ્યો.
રાજાએ કહ્યું - તારી સ્થલલક્ષતા દોષ જ દૃષ્ટિદોષનો જાણે રક્ષામંત્ર છે. (તને લાખો સોનામહોર દાન આપ્યા વિના ચાલતું નથી.) તેં તો મારા કરતા પણ વધુ ખર્ચ કર્યો. ત્યારે ચાહડે કહ્યું - હું જે દાન આદિમાં વ્યય કરું છું એમાં આપની કૃપાનું બળ જ કામ કરે છે. આપની પાસે કોનું બળ છે? (તેથી હું આપથી વધુ દાન આપે તે વ્યાજબી છે.) આ વચનથી ખુશ થયેલા રાજાએ એનો સત્કાર કરી એને “રાજ ઘરટ્ટ” એવું બિરુદ આપ્યું. શ્રાદ્ધવિધિ પ્રકરણ
AL