________________
સ્વીકાર કર્યો ને પાલન કર્યું. નામ પુણ્યસાર રાખ્યું. જ્યારે પુણ્યસાર યુવાન થયો, ત્યારે રાજાએ એને રાજ્ય સોંપ્યું ને પોતે દીક્ષા લીધી, અનુક્રમે કેવળજ્ઞાની થયા. વિહાર કરતાં કરતાં એ કેવળી કામરૂપ નગરમાં આવ્યા. પુણ્યસાર એમને વંદન કરવા ગયો. નગરના લોકો પણ આવ્યા. પુણ્યસા૨ને જન્મ આપનારી ચાંડાલણી પણ ત્યાં આવી. પુણ્યસાર રાજાને જોઇને એના સ્તનમાંથી દૂધ ઝરવા માંડ્યું. તેથી રાજાએ કેવળીને એનું કારણ પૂછ્યું. કેવળીએ કહ્યું - આ તારી જન્મદાતા માતા છે. મને તો તું જંગલમાંથી મળ્યો છે. ત્યારે પુણ્યસારે પૂછ્યું - હું કયા કર્મથી ચંડાલને ત્યાં જનમ્યો? કેવળજ્ઞાનીએ કહ્યું - પૂર્વભવમાં તું વેપારી હતો. એક વાર પ્રભુપૂજા કરતી વખતે જાણવા છતાં કે ‘ભોંય પર પડેલું ફુલ પ્રભુને ચડાવાય નહીં’ તે ભોંય પડેલું ફુલ લઇ અવજ્ઞાથી પ્રભુને ચડાવ્યું. આથી તું ચંડાલ થયો. કહ્યું જ છે કે – જે અનુચિત ફળ, ફુલ કે નૈવેદ્ય પ્રભુને ચઢાવે છે, તે પ્રાય: અન્ય જન્મમાં નીચ ગોત્રમાં જન્મમાં કારણભૂત કર્મ બાંધે છે.
અંતરાયમાં પૂજા કરવી નહીં
પૂર્વભવમાં તારી જે માતા હતી, તેણે એક વાર માસિક ધર્મમાં હોવા છતાં પ્રભુપૂજા કરી. તેથી બાંધેલા કર્મના કારણે એ આ ભવમાં ચાંડાલણી બની ને તને જન્મ આપ્યો. આ સાંભળી પુણ્યસાર રાજાએ વૈરાગ્યથી દીક્ષા લીધી. અપવિત્ર અવસ્થામાં અને ભૂમિ પર પડેલા ફુલથી થતી પૂજા અંગે આ કથા છે. તેથી ભોંય પર પડેલું ફુલ સુગંધી હોય તો પણ પ્રભુને ચઢાવવું નહીં અને શરીરમાં જરા પણ અપવિત્રતા હોય તો પણ પૂજા કરવી નહીં. ખાસ કરીને સ્ત્રીધર્મમાં રહેલી સ્ત્રીએ તો પ્રભુપૂજા કરવી જ નહીં, કેમકે તે મોટી આશાતના વગેરે દોષનું કારણ બને છે.
પૂજામાટેના વસ્ત્ર કેવા હોવા જોઇએ?
પ્રભુપૂજા માટે સ્નાન કર્યા પછી પવિત્ર, કોમળ, ગન્ધકાષાદિ (કોમળ રૂવાંટીવાળા - આજે એ ટુવાલ કહેવાય છે.તેવા) કપડાથી શરીરને લુંછી, ન્હાવામાટે પહેરેલી પોટડીને છોડી, બીજું પવિત્ર વસ્ત્ર પહેરી ભીના પગથી ભોંયને ન અડાય એ રીતે પવિત્ર સ્થાનપર આવવું, ત્યાં ઉત્તરાભિમુખ ઊભા રહી દિવ્ય (કિંમતી), તથા અખંડ - ફાટેલા કે સાંધેલા ન હોય એવા, નવા બે સફેદ વસ્ત્ર ધારણ કરવા. કહ્યું જ છે કે – પાણી વગેરેથી શરીરની યથાયોગ્ય શુદ્ધિ કરી શ્વેત, વિશુદ્ધ અને ધૂપથી પવિત્ર કરેલાં બે ધોતિયા ધા૨ણ કરવા. લોકોમાં પણ કહ્યું છે કે - હે રાજન! દેવકાર્યમાં સાંધેલું, બળેલું, ફાટેલું કે બીજાનું વસ્ત્ર ધારણ કરવું નહીં. જે વસ્ત્ર કેડને અડ્યું હોય (એક વાર પણ વપરાયું હોય) તથા જે વસ્ત્ર પહેરી મળવિસર્જન, મૂત્રવિસર્જન કે મૈથુનાદિ અશુચિ કાર્ય કર્યા હોય, તે વસ્ત્રનો દેવપૂજામાં ઉપયોગ કરવો નહીં. એક વસ્ત્ર પહેરીને ભોજન ક૨વું કે દેવપૂજા કરવી ઉચિત નથી. સ્ત્રીઓએ કચુંક(ચોળી) પહેર્યા વિના પૂજા કરવી નહીં. આમ પુરુષને બે વસ્ત્ર વિના અને સ્ત્રીને ત્રણ વસ્ત્ર પહેર્યા વિના પ્રભુપૂજાવગેરે કાર્ય કરવા કલ્પે નહીં.
ધૌતવસ્ત્ર (ધોતિયું) તરીકે મુખ્યવૃત્તિથી ક્ષીરોદકવગેરે અતિવિશિષ્ટ સફેદ વસ્ત્ર જ રાખવું. ઉદાયન રાજાની રાણી પ્રભાવતી વગેરેએ પણ શ્વેત જ ધૌતવસ્ત્ર ધારણ કર્યાની વાત નિશીથવગેરે ગ્રંથોમાં બતાવી છે.
(શ્રાદ્ધ) દિનકૃત્ય વગેરે ગ્રંથોમાં પણ કહ્યું છે કે- શ્વેત વસ્ત્ર ધારણ કરીને (પૂજા કરે). ક્ષીરોદકાદિ શ્રાદ્ધવિધિ પ્રકરણ
૪૪