________________
છે. છતાં વિશુદ્ધ નહીં થયેલા મનોમળવાળા તેઓ સ્વર્ગે જતાં નથી. ચિત્ત શમવગેરે ભાવોથી શુદ્ધ થાય છે. વાણી સત્યવચનોથી શુદ્ધ થાય છે અને કાયા બ્રહ્મચર્યાદિથી શુદ્ધ થાય છે. ગંગામાં સ્નાન કર્યા વિના પણ આ રીતે શુદ્ધિ થાય છે. જેનું ચિત્ત રાગાદિથી, મોં અસત્ય વચનોથી અને કાયા જીવહિંસા વગેરેથી દુષિત છે, તેનાથી ગંગા વિમુખ થયેલી છે. ગંગા નદી કહે છે – જે પરસ્ત્રીગમન, પારકા દ્રવ્યની ચોરી, અને બીજાનો વિશ્વાસઘાત આ ત્રણથી દૂર રહે છે, - એ ભવ્ય પુરુષ કયારે આવીને મને પવિત્ર કરશે?
કડવી તુંબડીનું દષ્ટાંત. અહીં એક દ્રષ્ટાંત છે – એક યુવક ગંગાવગેરે તીર્થોમાં પરિભ્રમણમાટે જઇ રહ્યો હતો ત્યારે તેની માતાએ કહ્યું – બેટા! તું જે તીર્થમાં સ્નાન કરે, ત્યાં મારી આ તુંબડીને પણ સ્નાન કરાવજે. એ યુવકે માતાની એ વાત સ્વીકારી અને એ તુંબડી લઇ તીર્થ પરિભ્રમણ માટે નીકળ્યો. ગંગાવગેરે સ્થળોએ આ રીતે પોતાની સાથે તુંબડીને સ્નાન કરાવી ઘરે પાછો ફર્યો. પછી એની માતાએ એ જ તુંબડીનું શાક બનાવી એને પીરસ્યું. ચાખતા જ એની માતાને કહ્યું – અરે! આ તો બહું કડવું છે! ત્યારે માતાએ કહ્યું – જો સેંકડો સ્નાન કરવાં છતાં આ તુંબડીની કડવાશ ગઇ નહીં, તો એ સ્નાનથી તારું પાપ કેવી રીતે દૂર થયું? વત્સ! પાપની વિક્રિયા આવા સ્નાનથી નહીં, તપથી જ દુર થાય છે. એ યુવક પ્રતિબોધ પામ્યો.
સ્નાન કરવાથી અપકાયના અસંખ્ય જીવો, એમાં જે સેવાળ હોય, એમાં રહેલા અનંત જીવો અને જો એ પાણી ગાળેલું ન હોય, તો એ પાણીમાં રહેલા પોરા વગેરે ત્રસ જીવોની પણ વિરાધના થાય છે. તેથી સ્નાન તો દોષયુક્ત પ્રતીત જ છે. પાણી જીવમય છે, એ તો લોકોમાં પણ કહેવાયું છે. ઉત્તરમીમાંસા ગ્રંથમાં કહ્યું જ છે – કરોળિયાએ પોતાના મોંના તંતુથી લીધેલા પાણીના એક ટીપામાં (આટલા નાના ટીપામાં પણ) જે સૂક્ષ્મ જીવો છે, તે જો ભમરા જેટલા માપના થાય, તો ત્રણે જગતમાં સમાઇ શકે નહીં.
(ટુંકમાં પાણીથી થતું સ્નાન નિર્દોષ નથી. તેથી જિનપૂજા જેવા કારણ વિના કરવું જોઇએ નહીં)
ભાવસ્નાન બતાવે છે - કર્મરૂપ મળને આશ્રયીને ધ્યાનરૂપી પાણીથી જે સ્નાન થાય છે, તે હંમેશા જીવને શુદ્ધિનું કારણ બને છે. (કર્મરૂપી મળને દૂર કરનારું થાય છે.) તેથી તે ભાવસ્નાન કહેવાય છે. (આ સ્નાન હંમેશા કરવા યોગ્ય છે.)
કોકને દ્રવ્યસ્નાન - હાયા પછી પણ ગુમડું, ઘા વગેરેમાંથી રસી વગેરે ઝરતી હોય, તો એણે પોતાના કુલ-ચંદન વગેરે દ્વારા બીજા પાસે પ્રભુની અંગપૂજા કરાવવી. એ પણ અગ્રપૂજા અને ભાવપૂજા તો જાતે જ કરે. શરીર અપવિત્ર હોવાથી જાતે પૂજા કરવામાં આશાતનાનો સંભવ હોવાથી જાતે અંગપૂજાનો નિષેધ કર્યો છે. કહ્યું જ છે કે – નિ:શુક પરિણામવાળો જે અપવિત્ર હોવા છતાં દેવપૂજા કરે છે, અને જે જમીન પડેલા ફુલોથી દેવપૂજા કરે છે, આ બંને બીજા ભવમાં ચંડાલ થાય છે.
ભોંયપર પડેલા ફૂલથી પૂજાઅંગે પુણ્યસાર કથા કામરૂપ” નામના નગરમાં એક ચંડાલને પુત્ર થયો. હજી તો જનમ્યો જ હતો ને પૂર્વભવના કોક વેરી વ્યંતરે એનું અપહરણ કરી જંગલમાં મુકી દીધો. આ બાજુ એ જ નગરનો રાજા રવાડીએ (રાજા જે નગર-નગર બહાર પરિભ્રમણ કરે, તે રવાડી – રાજવાટિકા કહેવાય) નીકળ્યો. એ જંગલમાં પહોંચ્યો. ત્યાં એણે પેલા બાળકને જોયો. રાજાને પુત્ર હતો નહીં, તેથી આનો પોતાના પુત્ર તરીકે શ્રાદ્ધવિધિ પ્રકરણ
૪૩