________________
ઠંડા તેલથી માલિશ કરાવવું નહીં. સ્નાન કર્યા પછી છાયા જો વિકૃત ઉપસે, જો દાંત પરસ્પર ઘસાય અને જો શરીરમાંથી શબના જેવી ગંધ આવે, તો મોત સંભવે છે. જો સ્નાન કર્યા પછી તરત જ છાતી અને બંને પગ સૂકાઇ જાય તો છઠ્ઠ દિવસે મોત થાય એમાં સંશય નથી.
રતિ ક્રિયા પછી, ઉલ્ટી પછી, ચિતા પર બળતા શબનો ધુમાડો અડે તો, ખરાબ સ્વપ્ન જોયું હોય તો અને હજામત કરાવી હોય, તો ગાળેલા ચોખ્ખા પાણીથી સ્નાન કરી લેવું.
માલિશ કર્યા પછી, સ્નાન કર્યા પછી, ભોજન કર્યા પછી, દાગીના પહેર્યા પછી, તથા યાત્રા માટે કે યુદ્ધમાટે જતી વખતે અને વિદ્યા ગ્રહણ કરતી વખતે હજામત કરાવવી નહીં. તેમ જ રાતના, સંધ્યા સમયે, પર્વદિવસે અને (હજામતના અથવા બહારગામથી આવ્યાના) નવમા દિવસે હજામત કરાવવી નહીં. દર પખવાડિયે એક વાર દાઢી-મૂછ, વાળ કે નખ ઉતરાવવાં. પોતાના દાંતથી કે બે હાથથી એ કાઢવા સારા નથી.
પૂજા માટે સ્નાન માન્ય છે. સ્નાન શરીરની પવિત્રતા, સુખકર થવું વગેરે હેતુથી ભાવશુદ્ધિમાં નિમિત્ત બને છે. અષ્ટક પ્રકરણના બીજા અષ્ટકમાં કહ્યું છે કે – પાણીથી દેહના એક ભાગની ક્ષણ માટે પ્રાય કાનનો મેલ વગેરે બીજાનો ઉપરોધ (- પ્રતિષેધ = અભાવ) ન થાય એ રીતે શુદ્ધિ કરવી એ દ્રવ્યસ્નાન કહેવાય છે. આનો અર્થ- દેહનો એક ભાગ - પાણીથી શરીરની માત્ર બાહ્ય ચામડી જ લાંબા કાળમાટે પ્રાયઃ શુદ્ધ થાય છે. એમાં પણ એકાંતે નિયમ નથી, કેમકે તેવા પ્રકારના રોગીને તો ક્ષણવાર પણ અશુદ્ધિ જતી નથી. વળી શરીર પર જે મેલ છે, તેનાથી ભિન્ન જે કાન વગેરેના મેલ છેઃ એ તો દૂર થતાં જ નથી. એનો તો ઉપરોધ થતો જ નથી. અથવા એ સ્નાન જળથી બીજા જીવોની હિંસા ન થાય એ રીતે સ્નાન કરવું એ દ્રવ્યસ્નાન છે. મલિનારંભી – જે ગૃહસ્થ આ સ્નાન કરીને વિધિપૂર્વક દેવપૂજા અને અતિથિ - સાધુની પૂજા (વંદનાદિ) કરે છે, તેના માટે આ સ્નાન પણ સારું છે. દ્રવ્યસ્નાનના સારાપણામાટેનું કારણ બતાવે છે.
(પૂજા પહેલા) દ્રવ્યસ્નાન કરવાથી (પાણીથી ન્હાવાથી) ભાવશુદ્ધિ થતી જણાય છે. આમ એ ભાવશુદ્ધિના કારણ તરીકે અનુભવસિદ્ધ હોવાથી એ સ્નાનમાં અકાય (પાણીના જીવો) ની વિરાધનાદિ રૂપ કાંક દોષ હોવા છતાં એથી ભિન્ન સમ્યગ્દર્શનની શુદ્ધિરૂપ ગુણ હોવાથી (તે માન્ય બને છે). કહ્યું જ છે કે – શંકા - પૂજામાં કાયવધ છે. (પાણીવગેરે જીવોની હિંસા.) અને કાયવધ પ્રતિકષ્ટ – નિષિદ્ધ છે. (સમાધાન) તે (કાયવધ) છે. પણ જિનેશ્વરની પૂજા સમ્યકત્વની શુદ્ધિમાં હેતુ છે. તેથી (સ્નાન – પૂજા) નિરવ - નિર્દોષ તરીકે વિચારવું.
તીર્થ સ્નાનથી પાપ ધોવાતા નથી આમ ગૃહસ્થને જિનપૂજાઆદિ માટે જ દ્રવ્યસ્નાનની અનુજ્ઞા અપાયેલી છે. તેથી ‘દ્રવ્યસ્નાન પુણ્ય માટે થાય છે. એવું જે વચન છે, તે મિથ્યા છે. તીર્થમાં સ્નાન કરવાનું જે વિધાન (અન્ય મતોમાં) છે. તે સ્નાનથી પણ શરીરની જ કાંક શુદ્ધિ થાય છે, જીવનની તો અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી.
સ્કંદપુરાણના કાશી ખંડ (વિભાગ)ના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું જ છે – હજાર ભાર (વજન વિશેષ)ની માટીથી અને પાણીના સેંકડો ઘડાઓથી સેંકડો તીર્થોમાં સ્નાન કરવાથી પણ દુરાચારીઓ શુદ્ધ થતાં નથી. પાણીમાં જ નિવાસ કરવાવાળા (માછલા વગેરે) પાણીમાં જ ઉત્પન્ન થાય છે ને પાણીમાં જ મરે
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૪૨