________________
પીડા થાય. દાંત ઘસતી વખતે મોં ઉત્તર કે પૂર્વ સન્મુખ રાખવું. સ્થિર આસને બેસી મૌન રહી દાંત ઘસવા. દાંતણ દુર્ગન્ધવાળું, પોલું, સૂકું, સ્વાદિષ્ટ, ખાટું કે મારું નહીં હોવું જોઇએ.
વ્યતિપાતના દિવસે, રવિવારે, સંક્રાંતિના દિવસે, ગ્રહણના દિવસે, તથા એકમ, પાંચમ, આઠમ, નોમ, પૂનમ અને અમાસ આ છ દિવસે દાંતણ કરવું નહીં. જો દાંતણ મળે નહીં, તો બાર કોગળા કરી મુખશુદ્ધિ કરવી. જીભ તો હંમેશા સાફ કરવી. (રોજ ઊલ ઉતારવું.) જીભ નિર્લેખિની (જીભને સાફ કરવાનું સાધન-દાંતણની ચીરી) થી જીભને ધીમે ધીમે સાફ કરી (ઊલ ઉતારી) પછી ગંદકી વિનાના સ્થાને એ દાંતણને ધોઇ પછી સામેની દિશા તરફ જવા દેવું. જો આ રીતે છોડેલું દાંતણ પોતાની સન્મુખ પડે, તો પોતાને બધી દિશાઓમાંથી શાંતિ મળે. એમાં પણ જો ઊભું પડે, તો સુખ માટે થાય. આથી વિપરીત થાય , તો દુ:ખ માટે થાય. ક્ષણવાર ઊભું પડી પછી નીચે પડે તો શાસ્ત્રજ્ઞો તે દિવસે મિષ્ટ ભોજનની પ્રાપ્તિ સૂચવે છે.
ખાંસી, શ્વાસ (દમ), અજીર્ણ, શોક, તરસ હોય, મોંઢામાં છાલા પડ્યા હોય, તથા માથામાં, આંખમાં, કાનમાં, કે હૃદયમાં રોગ પીડા હોય, તો દાંત ઘસવા નહીં.
વાળ ઓળવાનું કામ રોજ બીજા પાસે નિશ્ચલ રહી ને કરાવવું પણ જાતે જ એક સાથે બંને હાથ વાળમાં નાંખી એ સમારવાનું કાર્ય કરવું નહી. તિલક માટે અને મંગળ માટે અરિસામાં જોવાય છે. જો આરસીમાં જોતા પોતાનું માથું દેખાય નહી, તો પંદર દિવસમાં મોત સંભવે છે.
ઉપવાસ કરનાર કે પોરસી પચ્ચખાણ કરનારને દાંત સાફ ન કરે તો પણ શુદ્ધિ જ છે, કેમકે તપ મહાફળવાળું છે (તપથી જ શુદ્ધિ છે.) લોકોમાં પણ ઉપવાસવગેરે હોય, તો દાંત ઘસ્યા વિના પણ દેવપૂજાવગેરે થતાં દેખાય છે. લૌકિકશાસ્ત્રોમાં પણ ઉપવાસ વગેરે વખતે દાંત ઘસવાનો નિષેધ કર્યો છે. વિષ્ણુભક્તિચંદ્રોદયગ્રંથમાં કહ્યું છે કે – પડવો, અમાસ, છઠ્ઠ, નોમ, આટલી તિથીઓમાં, સંક્રાંતિના દિવસે અને (રોજ પણ) મધ્યાહ્ન દાંત ઘસવા નહીં. ઉપવાસમાં અને શ્રાદ્ધમાં દાંત ઘસવા નહીં. એ દિવસોમાં દાંત સાથે દાંતણનો સંયોગ થાય, તો સાત કુળનો નાશ થાય. વ્રતોમાં બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય અને માંસભોજન ત્યાગ આ ચાર વ્રત તો હંમેશા આચરવા. વારંવાર પાણી પીવાથી, પાન ખાવાથી, દિવસે સૂવાથી અને મૈથુનથી ઉપવાસ પ્રદૂષિત થાય છે.
સ્નાનઅંગે વિધિ સ્નાન અંગે - કીડીના દર, સેવાળ, કુંથુ વગેરેથી રહિત, ઉબડ-ખાબડ વિનાની, પોલાણ વગેરે દોષોથી રહિત એવી ભૂમિ પર સ્નાન કરવું. સ્નાન માટે ગાળેલું પરિમિત પાણી જ લેવું. ઉડતા માખી વગેરે જીવો એ પાણીમાં ન પડે વગેરે જયણા કરવી. (શ્રાદ્ધ) દિનકન્ય ગ્રંથમાં કહ્યું છે કે- ત્રસવગેરેથી રહિત વિશુદ્ધ ભૂમિ પર પ્રાસુક (અચિત્ત) અથવા સચિત્ત પણ ગાળેલા પાણીથી વિધિપૂર્વક સ્નાન કરવું.
વ્યવહારશાસ્ત્રમાં કહ્યું છે કે – રોગ અવસ્થામાં, નગ્નાવસ્થામાં, પરદેશથી પાછા ફરીને, પૂરા વસ્ત્રો સાથે, ભોજન કરીને, ઘરેણા પહેરીને, સ્વજનોને વળાવીને આવીને કે મંગળ કરીને તથા અજ્ઞાત પ્રદેશમાં, અથવા જ્યાં પ્રવેશવું દુષ્કર હોય એવા સ્થળે સ્નાન કરવું નહીં. વળી મળવગેરે મલ્લિન વસ્તુઓથી દુષિત થયેલા, સેવાળવાળાં, કે ઝાડથી ઢંકાયેલા પાણીમાં પણ સ્નાન કરવુંનહીં.
ઠંડા પાણીથી સ્નાન કરી તરત ગરમ વસ્તુ આરોગવી નહીં. એમ ગરમ પાણીથી સ્નાન કર્યા પછી શ્રાદ્ધવિધિ પ્રકરણ
૪૧