________________
સંમૂર્છાિમની ઉત્પતિ મળ, મૂત્ર, કફ વગેરેનું વિસર્જન કરતી વખતે ‘અણજાણહ જસુગ્રહો' (જની આ સ્થાનની માલિકી છે, તે અનુજ્ઞા આપે) એમ કહેવું. વિસર્જન પછી ‘વોસિરઈ' (વિસર્જન કરું છું, એમ ત્રણ વાર બોલવું જોઇએ. (ગૃહસ્થને પોતાની માલિકીના સ્થાનમાં “અણજાણહ...” બોલવાનું રહેતું નથી.) રસ્તા પર બળખો પરેઠવાનો હોય, તો ખૂણામાં જ્યાં લોકોના પગ પડે નહી, ત્યાં પરવવો ને એના પર ધૂળ ઢાંકવીવગેરે જયણા કરવી, નહિતર તેમાં અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિની વિરાધનાનો દોષ લાગે.
પ્રજ્ઞાપના ઉપાંગસૂત્રના પ્રથમપદમાં કહ્યું છે કે – હે ભંતે! સંમૂર્છાિમ ક્યાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! અઢીદ્વીપ ને બે સમુદ્ર જેમાં આવ્યા છે, એવા મનુષ્ય ક્ષેત્રના પિસ્તાલીસ લાખ યોજનમાં પંદર કર્મભૂમિઓ (જ્યાં ધર્મ-કર્મ છે તે) તથા ત્રીસ અકર્મભૂમિઓ અને છપ્પન અંતર્લીપો (આ ક્યાંસી યુગલિક ક્ષેત્ર છે.) માં જે ગર્ભથી ઉત્પન્ન થતા આપણા જેવા મનુષ્યો છે, તેઓના મળમાં, મૂત્રમાં, મેલમાં. બળખામાં. ઊલટીમાં. પિત્તમાં (જે બહાર કાઢયું હોય તે), વીર્યમાં. વીર્ય અને લોહી ભેગા મળે એમાં, બહાર કાઢેલા વીર્યમાં, શબમાં, સ્ત્રી-પુરુષના સંયોગમાં, નગરની ખાળમાં, વગેરે મનુષ્ય સંબંધી અશુચિથી ભરેલા બધા સ્થાનોમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. આ સંમૂર્છાિમ મનુષ્યો અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા શરીરવાળા હોય છે. તેઓ મન વિનાના- અસંજ્ઞી છે. અજ્ઞાની (મિથ્યાત્વના ઉદયવાળા) છે. અંતર્મુહૂર્તના આયુષ્યવાળા છે. અને પોતાને યોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કર્યા વિના જ મરણ પામે છે.
આમ આ સંમૂર્છાિમ મનુષ્યોના જન્મ – મરણના પાપથી બચવા આપણા શરીરથી છૂટા પડતા બળખા વગેરેને ધૂળ વગેરેમાં જ પરઠવા જોઇએ અને એના પર ધૂળ વગેરે ઢાંકી દેવા જોઇએ.
દાંત શુદ્ધિની વિધિ દાંત ત્યાં જ સાફ કરવા, જે સ્થાન નિર્દોષ હોય. દાંતની મજબૂતી માટે લેવાતું દાંતણ પણ અચિત્ત, જાણીતું અને કોમળ હોવું જોઇએ. એવું દાંતણ ન મળે, તો તર્જની (અંગૂઠા પછીની પહેલી આંગળી)થી દાંત ઘસવા. દાંત ઘસીને કાઢેલો મળ પણ ધૂળવગેરેથી ઢાંકી દેવો ઇત્યાદિ જયણા પૂર્વવત્ સમજવી. વ્યવહાર શાસ્ત્રમાં કહ્યું છે કે – દાંતોની મજબૂતાઇ માટે સૌ પ્રથમ તર્જનીથી દાંતના પેઢા ઘસવા જોઇએ. પછી પ્રયત્નપૂર્વક દાંત ધોવા. જો એ વખતે પહેલા કોગળામાંથી એક ટીપું ગળામાં જાય, તો જાણી લેવું કે આજે શીધ્ર ઉત્તમ ભોજન મળશે.
દાંતણ સીધું હોવું જોઇએ, ગાંઠ વિનાનું હોવું જોઇએ. (પીંછી જેવો)કુચો સારો થાય, એવું હોવું જોઇએ, એનો અગ્રભાગ સૂક્ષ્મ હોવો જોઇએ. એની લંબાઇ દસ અંગુલ જેટલી હોવી જોઇએ. (બાર અંગુલ = ૧ વેંત, તેનાથી થોડુંક નાનું) કનિષ્ઠા (- સૌથી નાની આંગળી) ના અગ્રભાગ જેટલું જાડું હોવું જોઇએ, જાણીતા વૃક્ષનું હોવું જોઇએ. એ વૃક્ષ સારી ભૂમિ પર ઉગેલું હોવું જોઇએ.
આવું દાંતણ ટચલી અને અનામિકા (પૂજાની) આંગળીની વચ્ચે પકડી જમણી અથવા ડાબી બાજુથી છેક તળિયા સુધી અડે એ રીતે દાંત ઘસવા જોઇએ. એ વખતે મને પણ એ જ કાર્યમાં લાગેલું હોવું જોઇએ. સ્વસ્થ રહીને દાંત ઘસવા, તે વખતે એવું જોર કરવું નહીં કે જેથી દાંત કે ત્યાંના માંસને
શ્રાદ્ધવિધિ પ્રકરણ
10