________________
દર્શન થવા પર બે હાથ જોડવા નહીં ૩૪. ભગવાનના દર્શન થવા (અથવા ઋદ્ધિ હોવા) છતાં પૂજા નહીં કરે ૩પ. અનિષ્ટ ફુલ વગેરેથી પૂજા કરે ૩૬. દેરાસરમાં અનાચારની પ્રવૃત્તિ કરે ૩૭. દેરાસર - જિનપ્રતિમા વગેરેના વિરોધીઓને અટકાવે નહીં ૩૮. દેવદ્રવ્યનો નાશ થતો હોય, તેની ઉપેક્ષા કરે. ૩૯. દેરાસર જવા સામર્થ્ય હોવા છતાં વાહનનો ઉપયોગ કરે ૪૦. દ્રવ્યસ્તવની પૂર્વે ચૈત્યવંદન વગેરે કરે (ટુંકમાં ક્રમ ન સાચવે). દેરાસરમાં રહેલાએ ઉપરોક્ત ચાલીશ આશાતનાઓ ન થાય, એની તકેદારી રાખવી.
દેવની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના ૧. ખેલ-નાકનું લીંટ નાખે ૨. જુગાર વગેરે રમે ૩. કલહ કરે ૪. ધનુષવગેરે કળા શીખે ૫. કોગળા કરે ૬. પાન ખાય ૭. પાનનો કુચો નાખે (પાનની પિચકારી થુંકે) ૮. કોઇને ગાળ આપે ૯. એકી-બેકી કરે ૧૦. હાથ, પગ વગેરે ધુએ ૧૧. વાળ સમારે ૧૨. નખ ઉતારે ૧૩. લોહી પાડે ૧૪. સુખડી વગેરે ખાય ૧૫. ગુમડાં, ચાઠાં વગેરેની છાલ-ચામડી ઉખેડીને નાંખે ૧૬. ઔષધ વગેરે દ્વારા ત્યાં પિત્ત વગેરે કાઢે ૧૭. ઉલટી કરે ૧૮. દાંત પડી જાય તો ત્યાં જ રહેવા દે ૧૯ વિશ્રામ કરે (વિસામો લે) ૨૦. બકરા, ઘોડા, વગેરેનું દમન કરે ૨૧. દાંતનો ૨૨. આખનો ૨૩. નખનો ૨૪. ગાલનો ૨૫. નાકનો ૨૬. માથાનો ૨૭. કાનનો અને ૨૮. શરીરનો મેલ નાંખે ૨૯. ભૂત વગેરેના નિગ્રહની મંત્રસાધના અથવા રાજાવગેરેના કાર્યની વિચારણા કરે ૩૮. વિવાહવગેરેના કાર્યમાટે વૃદ્ધ પુરુષો-પંચ મળે ૩૧. વેપાર વગેરેના નામાં-લેખા લખે ૩૨. રાજાવગેરેના કાર્યનું વિભાગીકરણ અથવા સ્વજનોવગેરેઅંગે મિલ્કતવગેરેનું વિભાગીકરણ કરે ૩૩. દેરાસરમાં પોતાનાં ધન વગેરેનો ભંડાર રાખે ૩૪. પગ ઉપર પગ ચડાવી બેસે ૩૫. દેરાસરના ઓટલા વગેરે પર છાણાં થાપે -સુકાવે ૩૬. પોતાના વસ્ત્ર સુકાવે ૩૭. મગ વગેરે દાળ સુકાવે ૩૮. પાપડ ૩૯. વડી, ખેરો, ચીભડા, અથાણા વગેરે પદાર્થ સુકાવે ૪૦. રાજાના કર વગેરેના ભયથી દેરાસરના ગભારા વગેરેમાં સંતાઇ જાય ૪૧. દેરાસરમાં પુત્ર-પત્ની વગેરેના વિયોગથી રડે ૪ર. સ્ત્રી, ભોજન, રાજ, દેશ સંબંધી વિકથા કરે ૪૩. બાણ, શેરડી, ધનુષ્ય વગેરે છોલવા-ભક્ષણ કરવા વગેરે કરે ૪૪. ગાય, બળદ વગેરે રાખે ૪૫. ટાઢથી પીડાયેલો ત્યાં તાપણાંનું સેવન કરે ૪૬. ધાન્ય વગેરે રાંધે ૪૭. રૂપિયા વગેરેની પરીક્ષા કરે ૪૮. દેરાસરમાં પેસતાં- નીકળતાં નિશીહિ અને આવત્સહિ કહેવું ભૂલી જાય ૪૯. છત્ર ૫૦. પગરખાં ૫૧. શસ્ત્ર પર. ચામર એ વસ્તુઓ દેરાસરમાં લાવે પ૩. મનને એકાગ્ર ન રાખે ૫૪. તેલ વગેરેનું માલીશ કરે ૫૫. સચિત્ત ફલ વગેરેનો ત્યાગ કરે નહીં પ૬. અચિત્ત-અજીવ હાર, વીંટી વગેરેનો ત્યાગ નથી કરવાનો, છતાં ત્યાગ કરે. દેરાસરની બહાર એ બધું મુકી દેરાસરમાં પ્રવેશે તો “અહો! આ તો ભિક્ષાચરો-ભિક્ષુકોનો ધર્મ છે” એમ દુષ્ટ લોકો નિંદા વગેરે કરે પ૭. દેરાસરમાં પ્રવેશતાં ભગવાનનાં દર્શન થતાં જ બે હાથ ન જોડે પ૮. દેરાસરમાં એક વસ્ત્રનું ઉત્તરાસંગ ન કરે ૫૯. મુગટ માથા પર રહેવા દે ૬૦. દેરાસરમાં પાઘડી તૈયાર કરે ૬૧. માથામાં પાઘડી વગેરે પર ફુલ વગેરેની કલગી કરે ૬૨. કબૂતર, નાળિયેર વગેરે સંબંધી હોડ – શરત લગાવે ૬૩. ગેડી – દડો વગેરે રમત રમે ૬૪. પિતા વગેરેને જુહાર (સલામ) કરે ૬૫. બગલમાં હાથ દબાવી અવાજ કરવો વગેરે ભાંડચેષ્ટા કરે ૬૬. તિરસ્કાર સૂચક અરે! અલ્યા વગેરે બોલે ૬૭. કોઇની પાસે લેણું હોય, તેને
શ્રાદ્ધવિધિ પ્રકરણ