________________
દેરાસરમાં પકડે ૬૮. રણ-સંગ્રામ કરે ૬૯. વાળ ખુલ્લા કરે ૭૦. પલાંઠી વાળીને બેસે ૭૧. દેરાસરમાં પગની રક્ષા માટે લાકડાની પાદુકા વગેરે પહેરે – પહેરી રાખે ૭૨. ભીડ ન હોય ત્યારે વગર કારણે પગ લાંબા કરે ૭૩. શરીરના સુખમાટે પુડપુડી દેવરાવે (પગચંપી કરાવે) ૭૪. હાથ પગ ધોવા વગેરે દ્વારા પાણી ઢોળી કીચડ કરે ૭૫. દેરાસરમાં ધૂળવાળા પગ ઝાટકી ધૂળ ખંખેરે ૭૬. મૈથુન સેવે, કામકલી કરે ૭૭. માથા વગેરેમાંથી જૂ કઢાવે અને દેરાસરમાં જ ફેકાવે ૭૮. ભોજન કરે ૭૯. ગુહ્યસ્થાન ખુલ્લું કરે. દષ્ટિયુદ્ધ તથા બાયુદ્ધ વગેરે યુદ્ધ કરે ૮૦. વૈદું કરે (ઔષધ વગેરે કોઇને બતાવે) ૮૧. લે-વેંચરૂપ વેપાર કરે ૮૨. શય્યા કરી સૂવે ૮૩. દેરાસરમાં પીવા વગેરે માટે પાણી રાખે, પાણી પીએ અથવા દેરાસરની અગાસી યા પરનાળથી પડતાં પાણીનો પોતાના માટે સંગ્રહ કરે ૮૪. ત્યાં જ નહાવાનું સ્થાન રાખે. દેરાસરમાં આવા પાપરૂપ કાર્યો કરવાથી આ આશાતનાઓ થાય છે-તેથી તેનું વર્જન કરવું.
બ્રહદભાષ્યમાં બતાવેલી પાંચ આશાતના દેરાસરમાં (૧) અવજ્ઞા (૨) પૂજા આદિમાં અનાદર (૩) ભોગ (૪) દુપ્પણિધાન અને (૫) અનુચિત વૃત્તિ આ પાંચ આશાતના છે. ૧) અવજ્ઞા આશાતના તે પલાંઠી વાળીને બેસવું, પ્રભુને jઠ કરવી, પુડપુડી દેવી (પગચંપી કરવી), પગ પસારવા, પ્રભુની સામે દુષ્ટ આસને બેસવું. ૨) આદર ન રાખવો (અનાદર આશાતના) તે, જેવો તેવો વેશ પહેરી, જે તે રીતે (મન ફાવે તે રીતે) જેવે તેને વખતે શૂન્યચિત્તે પૂજા કરવી. ૩) દેરાસરમાં પાન વગેરે ખાવાથી જ્ઞાનઆદિનો જે આય (લાભ) છે, તેનો નાશ થાય છે. તેથી તે ભોગ-આશાતના છે. ૪) રાગ-દ્વેષ-મોહથી મનોવૃત્તિ દૂષિત થવી તે દુષ્પણિધાન છે. ભગવાનઅંગે આ ઉચિત નથી. ૫) અનુચિત પ્રવૃત્તિ તે, કોઇના ઉપર ધરણું નાખવું. સંગ્રામ કરવો, રૂદન કરવું, વિકથા કરવી, જનાવર બાંધવા, રાંધવું, ભોજન કરવું, ઘરની કાંઇ પણ ક્રિયા કરવી, ગાળ દેવી, વૈદું કરવું, વ્યાપાર કરવો. આમાંથી કાંઇપણ કરવું તે અનુચિત પ્રવૃત્તિ નામની આશાતના કહેવાય છે, તે તજવા યોગ્ય છે.
આશાતનાઓ અત્યંત વર્જનીય છે. સતત અવિરતિમાં રહેતા દેવો પણ દેરાસર વગેરેમાં સર્વથા આશાતનાનો ત્યાગ કરે છે. કહ્યું જ છે - “વિષયરૂપ વિષથી મોહિત થઇ ગયેલા દેવો પણ દેવાલયમાં ક્યારેય પણ અપ્સરાઓસાથે હાસ્ય-વિનોદ પણ કરતા નથી.”
ગુરુની તેત્રીસ આશાતના ૧) ગુરુની આગળ ચાલે તો આશાતના થાય, કેમકે માર્ગ દેખાડવા વગેરે તેવા કારણ વિના ગુરુની આગળ ચાલવાથી અવિનયનો દોષ લાગે છે. ૨) ગુરુની પડખે ચાલે તો પણ અવિનય દોષ થાય. ૩) ગુરુની એકદમ નજીક પછવાડે ચાલતાં પણ ખાંસી, છીંક વગેરે આવે, તેમાંથી ઉછળેલા સળેખમ, બળખાનો છાંટો ગુરુને લાગવાનો દોષ છે. આ જ રીતે હવે પછી પણ દોષ-આશાતનાઓ સમજી લેવી. આ જ રીતે ગુરુની આગળ, પડખે કે તરત પાછળ ઊભા રહેવામાં અને બેસવામાં એમ ત્રણ ત્રણ આશાતના સમજી લેવી. (તેથી 3+ 3+ 3 = 9 આશાતના થઇ.) ૧૦) આહાર પાણી કરતાં ગુરુથી પહેલા ચળું કરી (હાથ મોટું ધોઇ) ઊઠી જાય. ૧૧) ગમનાગમન સંબંધી (ઈર્યાવહિયા આદિ) આલોચના ગુરુ કરતાં પહેલા પોતે કરે. ૧૨) રાતે ગુરુ બોલે કે, “કોઇ જાગે છે?” ત્યારે સાંભળવા છતાં
શ્રાદ્ધવિધિ પ્રકરણ