________________
ઉઘના બહાના હેઠળ ઉત્તર ન આપે. ૧૩) ગુરુ કાંઇક કહેતા હોય, તે પહેલા પોતે બોલી ઉઠે. ૧૪) આહાર-પાણી લાવી પ્રથમ બીજા સાધુઓ આગળ આળોવી પછી ગુરુ આગળ આળોવે. ૧૫) આહાર-પાણી લાવી પ્રથમ બીજા સાધુઓને દેખાડી પછી ગુરુને દેખાડે. ૧૬) આહાર પાણી અંગે નિમંત્રણ પ્રથમ બીજા સાધુઓને કરી પછી ગુરુને કરે. ૧૭) ગુરુને પૂછ્યા વિના પોતાની મરજીથી સ્નિગ્ધ મધુર આદિ આહાર બીજા સાધુને આપે. ૧૮) ગુરુને થોડું-ઘણું આપી સ્નિગ્ધાદિ આહાર યથેષ્ટ સ્વયં વાપરી જાય. ૧૯) ગુરુના પૂછવા કહેવા પર જવાબ ન આપે. બારમી આશાતનામાં ગુરુએ કોઇ ઉંધે છે કે જાગે છે? એ અંગે કહેલી પૃચ્છાનો જવાબ ન આપવા પર આશાતના હતી. અહીં સામાન્યથી બધી બાબતો અંગે સમજવાનું છે. ૨૦) ગુરુની સામે કકર્શ ને મોટા અવાજે બોલે. ૨૧) ગુરુ કંઇ કહે, તો પોતાના આસને બેઠો બેઠો જ જવાબ આપે. ૨૨) ગુરુ બોલાવે તો ‘શું છે?” એમ કહે. ૨૩) ગુરુ “કેમ વૈયાવચ્ચ નથી કરતો?” ઇત્યાદિ ઠપકો આપે, તો એ જ વાત લઇ સામું સંભળાવે કે ‘તો તું જ કેમ નથી કરતો?” ૨૪) ગુરુને ‘તું-તમે” એમ તોછડી –અપમાનજનક ભાષાથી બોલાવે. ૨૫) ગુરુનું વ્યાખ્યાન સાંભળીને રાજી ન થતાં ઉલટો મનમાં દુ:ખ પામે. ર૬) ગુરુ સૂત્ર વગેરે બોલતા હોય, તો વચ્ચે કહેવા માંડે કે ‘તું આનો અર્થ યાદ કરતો નથી. આનો અર્થ કંઈ આવો થતો નથી.” ૨૭) ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે હું કહું છું એમ કહી ધર્મકથા ખુંચવી લે. ૨૮) ગુરુ સભા આગળ ધર્મકથા કે વાચનાદાન કરતા હોય, ત્યારે “હમણા ગોચરીનો સમય થયો' ઇત્યાદિ કહી સભા ઉઠાડી મુકે. ૨૯) હજી સભા ઉઠી ન હોય, ત્યારે જ ગુરુએ કહેલી ધર્મવાતો પોતાની પત્તા વગેરે જણાવવા સવિશેષ કહેવા માંડે. ૩૦) ગુરુના આસન-સંથારા વગેરેનો પગથી સંઘટ્ટો કરે- પગ લગાડે. ૩૧) ગુરુના શયન-સંથારા-આસન વગેરે પર પોતે ઊભા રહેવું વગેરે કરે. ૩૨) ગુરુથી ઊંચા આસને બેસે. ૩૩) ગુરુના સરખે આસને બેસે.
આવશ્યકચૂર્ણ વગેરેમાં ગુરુ કહેતા હોય ત્યારે વચ્ચે જ “આ એમ જ છે' એમ બોલ બોલ કર્યા કરે, તો શિષ્યના આવા વચન પણ આશાતનારૂપ છે, એમ અલગ આશાતના બતાવી છે. અને ગુરુથી ઊંચા આસને કે સમાન આસને બેસવારૂપ બે આશાતના એક આશાતનારૂપે જ ગણી છે. તેથી તેંત્રીસની સંખ્યામાં વધ-ઘટ થતી નથી.
ગુરુની આ રીતે ત્રણ પ્રકારે આશાતના છે. ૧. ગુરુને પગ લાગવો વગેરે જઘન્ય આશાતના; ૨. સળેખમ, બળખો અને થુંકનો છાંટો અડકાડવો એ મધ્યમ આશાતના ; ૩. ગુરુના આદેશ મુજબ કરે નહીં, અથવા તેથી ઉધુ જ કરે, અથવા ગુરુની વાત સાંભળે જ નહીં, ગુરુને કઠોર વચન કહે વગેરે ઉત્કૃષ્ટ આશાતના છે.
સ્થાપનાચાર્યની આશાતના સ્થાપનાચાર્યની આશાતના પણ ત્રણ પ્રકારની છે. ૧. જ્યાં સ્થાપ્યા હોય, ત્યાંથી આમ તેમ ફેરવવા, પગ વગેરેથી સ્પર્શ કરવો તે જઘન્ય આશાતના; ૨. ભૂમિપર પાડવા, અવજ્ઞાપૂર્વક મુકવા વગેરેથી મધ્યમ આશાતના સમજવી. ૩. સ્થાપનાચાર્ય ખોઈ નાખે, ભાંગે તો ઉત્કૃષ્ટ આશાતના સમજવી.
જ્ઞાનોપકરણની જેમ રજોહરણ (ઓશો) મુહપત્તિ, દાંડો, દંડાસણ વગેરે દર્શન-જ્ઞાન-ચારિત્રના ઉપકરણોની આશાતના પણ ટાળવી, કેમકે “અથવા જ્ઞાનાદિત્રિક' એવું વચન હોવાથી એ ઉપકરણો શ્રાદ્ધવિધિ પ્રકરણ
૮૭