________________
(અવસરે) ગુરુના સ્થાને સ્થાપવાના હોય છે, તેથી એ ઉપકરણોને અવિધિથી વાપરે, તો એ અંગે મોટી આશાતના થાય. તેથી એ આશાતનાઓ વર્જવી જોઇએ.
મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે “જો અવિધિથી વસ્ત્ર, ઉપ૨ ઓઢવાનો કપડો, રજોહરણ, દાંડો વાપરે તો ઉપવાસની આલોચણા આવે છે.” માટે શ્રાવકે ચ૨વલો, મુહપત્તિ વગેરે વિધિપૂર્વક જ વાપરવાં, અને વાપરીને પાછાં યોગ્ય સ્થાનકે રાખવાં. જો અવિધિએ વાપરે અથવા જ્યાં ત્યાં રખડતા મૂકે, તો ચારિત્રના ઉપકરણની અવગણના થવાથી ધર્મઅવજ્ઞાઆદિ દોષ લાગે છે.
આ બધી આશાતનાઓમાં ઉત્સૂત્રભાષણ તથા અરિહંત-ગુરુ વગેરેની અવજ્ઞા વગેરે આશાતનાઓ । બહુ મોટી આશાતનાઓ છે કેમકે તે અનંત સંસારનું કારણ બને છે. અહીં સાવદ્યાચાર્ય (મેં કરેલા પ્રતિમાશતક ગ્રંથના ભાવાનુવાદમાંથી આ દૃષ્ટાંત વાંચવા મળી શકે.) મરીચિ, જમાલી અને કુલવાલક મુનિવગેરે દૃષ્ટાંતભૂત છે. કહ્યું જ છે કે- ઉત્સૂત્ર બોલનારાઓના બોધિનો નાશ થાય છે અને અનંત સંસાર થાય છે. તેથી ધીર પુરુષો પ્રાણત્યાગનો અવસર આવી જાય તો પણ ઉત્સૂત્ર બોલતા નથી. તીર્થંક૨, પ્રવચન, શ્રુત, ગણધર, મહર્દિકની આશાતના કરનાર બહુશઃ (પ્રાય:) અનંત સંસારી થાય છે. દેવદ્રવ્યાદિ નાશ-આશાતના કરવાનું ફળ
એવી જ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય તથા વસ્ત્ર-પાત્રાવગેરે ગુરુદ્રવ્યનો નાશ ક૨વાથી કે તેની ઉપેક્ષા કરવાથી પણ મોટી આશાતના થાય છે. કહ્યું જ છે કે :- દેવદ્રવ્યનો વિનાશ કરે, સાધુનો ઘાત કરે, જૈનશાસનની નિંદા કરાવે, સાધ્વીનું ચોથું વ્રત ભંગાવે તો તેના બોધિલાભ (ધર્મની પ્રાપ્તિ) રૂપ મૂળમાં અગ્નિ લાગે છે. દેવદ્રવ્યાદિકનો નાશ ભક્ષણ કરવાથી કે ઉપેક્ષા કરવાથી થાય છે.
-
શ્રાવકદિનનૃત્ય અને દર્શનશુદ્ધિ પ્રકરણ વગેરેમાં પણ એમ કહ્યું છે કે – દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો જે મોહિત મતિવાળો દ્રોહ કરે છે, તે કાં તો ધર્મને જાણતો નથી અને કાં તો તેણે નારકીનું આયુષ્ય બાંધ્યું છે. વ્યાખ્યા - દેવદ્રવ્ય તો પ્રસિદ્ધ જ છે, પણ સાધારણદ્રવ્ય તે દેરાસર, પુસ્તક, આપગ્રસ્ત શ્રાવકવગેરેના ઉદ્ધાર માટેનું (સહાય કરવા) દ્રવ્ય - ઋદ્ધિવંત શ્રાવકોએ મળીને ભેગા કરેલા આ દેવદ્રવ્ય સાધારણદ્રવ્યનો જે દ્રોહ- વિનાશ કરે છે, અથવા દુહઇ-દોગ્ધિ (દોહે છે) એટલે કે વ્યાજે ફેરવવું વગેરે વ્યવહાર કરી એના વ્યાજ વગેરેનો પોતે ઉપભોગ કરે, તે ધર્મનો જ્ઞાતા નથી. અથવા પૂર્વે નરકનું આયુષ્ય બાંધેલું છે. ન૨કે જવાનું નિશ્ચિત કર્યું છે.
ચૈત્યદ્રવ્ય વિનાશઅંગે – બે પ્રકારના ભેદવાળા તે દ્રવ્યના વિનાશઅંગે ઉપેક્ષા કરતો સાધુ અનંત સંસારી કહેવાયો છે. આની વ્યાખ્યા - તદ્રવ્ય-તે દ્રવ્ય એટલે ચૈત્યનું દ્રવ્ય, લાકડું, ઇંટ વગેરે. તેનો વિનાશ અહીં બે પ્રકાર (૧) યોગ્ય એટલે કે નવું લાવેલાનો વિનાશ અને (૨) અતીતભાવ - દેરાસ૨માં જ લાગેલાને ઉખેડી નાખવારૂપ વિનાશ. અથવા બીજી રીતે બે પ્રકાર (૧) મૂળ વિનાશ - થાંભલા, કુંભી વગેરેનો વિનાશ અને (૨) ઉત્તર વિનાશ - છાજ, નળિયા વગેરેનો વિનાશ. અથવા બીજી રીતે બે પ્રકાર (૧) સ્વપક્ષ-શ્રાવક વગેરે દ્વારા વિનાશ (૨) પરપક્ષ- મિથ્યાત્વીવગેરે દ્વારા વિનાશ. આમ અનેક રીતે બે ભેદ વિચારી શકાય. ગાથામાં ‘અપિ’ શબ્દ ન હોવા છતાં સમજી લેવાનો છે. (આ અધ્યાહાર કહેવાય) અપિ- પણ ...સાધુ પણ- અહીં પણથી તાત્પર્ય છે કે શ્રાવક તો છોડો, સર્વસાવદ્યનો ત્યાગી સાધુ પણ જો ઉદાસીન રહે- ઉપેક્ષા કરે, તો અનંત સંસારી થાય (એટલે કે દેવદ્રવ્યના વિનાશની સાધુ પણ શ્રાદ્ધવિધિ પ્રકરણ
८८