________________
ઉપેક્ષા ન કરી શકે, તો જેનો આ બાબતમાં અધિકાર છે એવો શ્રાવક તો સુતરામ ઉપેક્ષા કરી શકે જ નહીં)
ચૈત્યદ્રવ્યનાશની સાધુ પણ ઉપેક્ષા કરી શકે નહીં પ્રશ્ન :- મન-વચન-કાયાથી (અને કરણ, કરાવણ. અનુમોદન) આ ત્રણે રીતે જેણે બધા સાવધનો ત્યાગ કર્યો છે, એવા સાધુનો ચૈત્યદ્રવ્યઅંગે કેવી રીતે અધિકાર હોઇ શકે? (કે જેથી તમે એમને પણ ઉપેક્ષામાં અનંત સંસારના દંડની વાત કરો છો.) ઉત્તર:- જો સાધુ સ્વયં જ રાજા, મંત્રી વગેરે આગળ યાચનાપૂર્વક ઘર, દુકાન કે ગામ વગેરે ગ્રહણ કરવું વગેરે વિધિથી નવું દેરાસર કે ચૈત્યદ્રવ્ય ઉત્પાદન કરે, તો એ અંગે એમનો (સર્વસાવદ્યના ત્યાગી હોવાથી) અધિકાર નથી. તેથી તમારી વાત સાચી ઠરે. પરંતુ જ્યારે કોક ભદ્રપરિણામી માણસવગેરેએ ધર્મઆદિહેતુથી પૂર્વે આપેલું અથવા બીજી રીતે ઉદ્ભવેલું ચૈત્ય (દેવ) દ્રવ્ય જો વિનાશ પામતું હોય, તો તેની જો સાધુ રક્ષા કરે – વિનાશ પામતું અટકાવે, તો એના ઈષ્ટઅર્થની એટલે કે સાવદ્યત્યાગની પ્રતિજ્ઞાની હાનિ થતી નથી. બલ્ક જિનઆજ્ઞાની સમ્યગુ આરાધના થવાથી પુષ્ટિ જ થાય છે. જેમકે નવું જિનાલય નહીં કરાવતો સાધુ પણ પૂર્વે તૈયાર થયેલા જિનાલયના વિરોધીનો નિગ્રહ કરવા દ્વારા રક્ષા કરે, તો એને પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી, તેમ જ પ્રતિજ્ઞાભંગ પણ થતો નથી. આગમ પણ આમ જ કહે છે.... કહ્યું જ છે – શંકા - ચૈત્યસંબંધી ક્ષેત્ર, સોનું, ગામ, ગાય વગેરે અંગે ચિંતામાં) લાગેલા તે સાધુને ત્રિકરણ શુદ્ધિ કેવી રીતે થશે? ઉત્તર:- અહીં અનેકાંત છે. જે સાધુ સ્વયં જ ક્ષેત્રવગેરે અંગે માંગણી કરે, તો તેને શુદ્ધિ નથી. પણ જો કોઇ આ બધું ચોરી જતો હોય, તો ત્યાં જો ઉપેક્ષા કરે, તો જે તે ત્રિકરણશુદ્ધિ કહેવાઇ છે, તે રહેતી નથી. અને એ ઉપેક્ષા સાધુની અભક્તિ (જિનવગેરે પર ભક્તિનો અભાવ) ગણાય છે. તેથી નિવારણ કરવું જ જોઇએ (ચોરી વગેરે અટકાવવી જ જોઇએ.) તેવે વખતે તો સંઘે પોતાના સર્વ પ્રયત્નથી (એ નુકસાન અટકાવવા) લાગી જવું જોઇએ. કેમકે એ તો સાધુ કે અસાધુ બધાનું જ કર્તવ્ય છે.
દેવદ્રવ્યભક્ષણ-રક્ષણ-વર્ધનના ફળ જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે કે ઉપેક્ષા કરે છે, પ્રજ્ઞાહીન તે પાપકર્મથી લેવાય છે. અહીં શ્રાવકનું પ્રજ્ઞાહીનપણું (અબુધપણું) એ છે કે દેવદ્રવ્યનો કોક ભાગ ઉધારરૂપે આપીને છેવટે દેવદ્રવ્યનો વિનાશ થાય એવું કરે. અથવા પ્રજ્ઞાહીન એટલે અલ્પમતિવાળો હોવાથી ઓછા ખર્ચથી કે
ધુ ખર્ચથી આ કાર્ય થશે એવું જાણતો નહીં હોવાથી ફાવે તેમ દ્રવ્યનો વ્યય કરે અને ખોટા લેખ લખે (એટલે કે પછી ખોટા બીલ બનાવી ખોટા ખર્ચા દેખાડે) તે કર્મથી લેપાય છે.
જે દેરાસરમાં આવતી આવકને અટકાવે - આદાનભંગ કરે કે દેવસંબંધી સ્વીકારેલું (કે હું આટલું ધન આપીશ) ધન આપે નહી, અને દેવદ્રવ્યના થઇ રહેલા વિનાશની ઉપેક્ષા કરે તે સંસારમાં પરિભ્રમણ કરે છે. જિન-પ્રવચનની વૃદ્ધિ કરતાં તથા જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરતાં એવા દેવદ્રવ્યનું જે ભક્ષણ કરે છે, તે અનંત સંસારી થાય છે. (વ્યાખ્યા) જો દેવદ્રવ્ય હોય, તો જ રોજ દેરાસરની શોભા, મહાપૂજા, સત્કાર વગેરે સંભવે છે. વળી ત્યાં પ્રાય: સાધુવર્ગ પણ આવતો હોય છે. એમના વ્યાખ્યાનના શ્રવણવગેરેથી પણ જિનપ્રવચનની વૃદ્ધિ થાય છે. આમ દેવદ્રવ્ય જિનપ્રવચનવૃદ્ધિકર છે. એ જ પ્રમાણે જ્ઞાનઆદિ ગુણોની પણ પ્રભાવના થાય છે. જિનપ્રવચનની વૃદ્ધિ શ્રાદ્ધવિધિ પ્રકરણ
L૧છે.