________________
કરતાં અને જ્ઞાન - દર્શન ગુણોના પ્રભાવક બનતાં દેવદ્રવ્યની રક્ષા કરતો જીવ પરિમિત સંસા૨વાળો થાય છે. (એ જ રીતે ) જિનપ્રવચનની વૃદ્ધિ કરતાં અને જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરતાં દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો જીવ તીર્થંકરપણું પામે છે. (અહીં ‘વૃદ્ધિ’ કેવી રીતે થાય તે બતાવે છે.) દેવદ્રવ્યની સમ્યગ્ રક્ષા, નવું નવું ધન ઉમેરતા જવું ઇત્યાદિથી દેવદ્રવ્યની વૃદ્ધિ થાય. દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારમાં અર્હત (જિનેશ્વર) તથા એમના પ્રવચન પ્રત્યે અતિશય ભક્તિ હોવાથી તેને તીર્થંકર પદવીનો લાભ થાય છે તે સુપ્રસિદ્ધ જ છે. એમ આ ગાથાઓની ટીકામાં જણાવ્યું છે.
દેવદ્રવ્યની વૃદ્ધિ યોગ્ય માર્ગે જ કરવી
પંદર કર્માદાનો (સાતમાં ભોગોપભોગ વિરમણવ્રતમાં આ પંદર કર્માદાનની વાત આવે છે.) એ કુત્સિત વેપાર છે. તેથી એ છોડીને સદ્યવહા૨વગેરે વિધિથી જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઇએ. (આનું તાત્પર્ય એવું લાગે છે કે પંદર કર્માદાનના ધંધા છોડી સારા ધંધામાં નિશ્ચિત ઉચિત વળતર મળે એ રીતે દેવદ્રવ્ય લગાડી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઇએ. અથવા આવા બીજા નિર્દોષ ઉપાયો યોજી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. અથવા એક વાત એવી પણ જાણવા મળી કે શ્રાવકે પંદર કર્માદાન સિવાયના સારા ધંધા વગેરે કરવા. એથી થતી આવકમાંથી અમુક ટકા આવક દેવદ્રવ્ય ખાતે જમા કરાવી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. ટૂંકમાં વાત એવી છે કે ઉચિત માર્ગે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. તેથી જ આગળ કહે છે-)
કેટલાક મૂઢ અજ્ઞાનીઓ મોહવશ થઇ જિનઆજ્ઞાથી રહિત રીતે (જિનઆજ્ઞા જેનો નિષેધ કરે છે, એ માર્ગ) દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા છતાં સંસારસાગરમાં ડુબે છે. (અહીં દેવદ્રવ્યની વૃદ્ધિ થતી હોવા છતાં સંસાર ભ્રમણનું કારણ છે જિનાજ્ઞાભંગ.)
કેટલાક એમ કહે છે કે શ્રાવક સિવાયની વ્યક્તિને વધુ મૂલ્યવાળી ચીજ ગીરવે લઇ દેવદ્રવ્ય આપી એનું વ્યાજ મેળવીને પણ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે, કેમકે સમ્યક્ત્વવૃશિ વગેરેમાં સંકાશ શેઠની કથામાં આવું કહ્યું છે. (આનું સ્પષ્ટ તાત્પર્ય મને એમ લાગે છે કે શ્રાવકે દેવદ્રવ્ય વ્યાજે લઇ પોતાના નફા માટે ધંધા આદિમાં રોકાણ કરવું જોઇએ નહીં. ધારો કે કોઇ શ્રાવક દેવદ્રવ્ય બાર ટકા વ્યાજે લઇ ધંધામાં રોકી વીસ ટકા નફો કમાય, તો વધારાના આઠ ટકા જે પોતાના નફારૂપ આવ્યા, તે દેવદ્રવ્યની ૨કમપર આવ્યા ગણાય જ ને! તેથી ગ્રંથકારે ‘શ્રાદ્ધવ્યતિરિક્તભ્ય:’ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. જો કે આ બાબતમાં ગીતાર્થ મહાપુરુષો જ પ્રમાણભૂત છે.) દેવદ્રવ્ય ભક્ષણ-૨ક્ષણ વગેરે અંગે સાગર શ્રેષ્ઠીનું દુષ્ટાંત છે.
સાગર શેઠની કથા
સાકેતપુરમાં સાગર શેઠ પરમ શ્રાવક હતા. ‘આ સુશ્રાવક છે' એમ સમજી બીજા શ્રાવકોએ એમને દેવદ્રવ્ય આપી કહ્યું - દેરાસરના કાર્યો કરતા સુથાર વગેરેને તમારે આમાંથી ધન આપવું. સાગર શેઠ પણ લોભગ્રસ્ત બની સુથાર વગેરેને રોકડું આપવાને બદલે સારા મૂલ્યવાળા ધાન્ય, ગોળ, તેલ, ઘી, વસ્ત્ર વગેરે દેવદ્રવ્યથી ખરીદી એનો સંગ્રહ કરી એ ધાન્યવગેરે પેલા સુથારવગેરેને આપે. એમાં જે લાભ થાય, તે પોતાની પાસે રાખે. (દેવદ્રવ્યમાં જમા કરે નહીં.) એમ કરતાં એણે હજા૨ કાકણી જેટલો લાભ મેળવ્યો. (એક રૂપિયાનો એંશીમો ભાગ એક કાકણી કહેવાય. ઐસી કાકણીનો રૂપિર્યા થાય. એટલે કુલ સાડા બાર રૂપિયા થયા.) પણ એમ કરવા જતાં એણે અત્યંત ઘોર દુષ્ટ કર્મો બાંધ્યા. આ
પાપનાં આલોચના-પ્રાયશ્ચિત કર્યા વિના મર્યો.
૯૦
વિવિધ પ્રકરા