________________
મરીને જલમાનવ થયો કે જેની નાભિમાં એવી અંડગોળી થાય કે જે સાથે રાખવાથી દરિયામાં જળચર જીવો કશો ઉપદ્રવ કરી શકતા નથી. સાગરના પેટાળ વગેરેમાં રહેલા શ્રેષ્ઠ રત્નો મેળવવા ઇચ્છતી એક વ્યક્તિએ એને વજ્રમય ઘંટીમાં ફસાવ્યો. એમાં પીલાવાની ઘોર વેદના ભોગવી એ શેઠ મરીને ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. વેદાંતમાં પણ કહ્યું છે- દેવદ્રવ્યથી કે ગુરુદ્રવ્યથી જે (પોતાના) ધનની વૃદ્ધિ થાય છે, એ ધનની વૃદ્ધિ કુલના નાશ માટે થાય છે ને તે મરીને નરકે જાય છે. પછી નરકમાંથી બહાર નીકળી પાંચસો ધનુષ્ય જેટલી કાયાવાળો મોટો માછલો થયો. મ્લેચ્છોએ એને પકડી અંગે અંગના ટુકડા કરી નાખ્યાં. આ મહાપીડા ભોગવી એ ચોથી નરકમાં ઉત્પન્ન થયો. આમ એક-એક ભવના આંતરે સાતે નરકમાં બે બે વાર ઉત્પન્ન થયો.
પછી એક હજાર કાકણી જેટલા દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું હોવાથી એક-એક હજાર વાર કૂતરા તરીકે, ગટરના ભૂંડ તરીકે, ઘેટા તરીકે, બકરા તરીકે, હરણ તરીકે, સસલા તરીકે, શંબર (‘સાબર’ જાતનું હરણ અથવા માછલો) તરીકે, શિયાળ તરીકે, બિલાડી તરીકે, ઉંદર તરીકે, નોળિયા તરીકે, ઘરના ભૂંડ તરીકે, ગરોળી તરીકે, સાપ તરીકે, વીંછી તરીકે અને વિષ્ઠામાં કૃમિ તરીકે ઉત્પન્ન થયો. (આ દરેકરૂપે હજાર-હજાર વાર ઉત્પન્ન થયો. પંચેન્દ્રિય તિર્યંચના ભવ એક સાથે સાત-આઠથી વધારે થતા નથી. તેથી વચ્ચે-વચ્ચે પૃથ્વીકાયઆદિમાં ગયો હશે તે સમજી લેવું) આ જ રીતે તેણે હજા૨-હજાર ભવ પૃથ્વીકાય, અકાય (પાણીના જીવ), તેઉકાય (અગ્નિજીવ), વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળો, કીડા, કીડી, પતંગિયા, માખી, ભમરો, માછલો, કાચબો, ગધેડો, પાડો, બળદ, ઊંટ, ખચ્ચર, ઘોડો, હાથી વગેરે તરીકે કર્યા. આ રીતે એક લાખ ભવ ભમ્યો. પ્રાય: દરેક ભવમાં શસ્ત્રઘાત વગેરેની મોટી પીડા સહન કરતા મર્યો.
એ પછી એ દુષ્ટ કર્મોનો મોટો ભાગ ભોગવાઇ ગયા પછી વસંતપુરમાં કોટ્યાધીશ શ્રી વસુદત્ત શેઠ ને ત્યાં એની પત્ની વસુમતીની કુક્ષીએથી પુત્ર તરીકે જન્મ પામ્યો. એ હજી ગર્ભમાં જ હતો ને એના પિતાનું બધું જ ધન નાશ પામી ગયું. આ બાજુ એનો જન્મ થયો ને બીજી બાજુ એના પિતા મરણ શરણ થયા. એ પાંચ વર્ષનો થયો ને માતા મરી. લોકોમાં નિપુણ્યક તરીકે પ્રસિદ્ધ થયો. ભિખારી જેવીથી રંકવૃત્તિથી મોટો થયો. (ભીખ માંગીને મોટો થયો).
એકવાર સ્નેહાળુ મામાએ એને જોયો. તેથી પોતાના ઘરે લઇ ગયા. એ જ રાતે ચોરોએ મામાનું ઘર ચોરી લીધું. આમ એ જેના પણ ઘરે એક દિવસ રહે, તેના ઘરમાં ચોર-ધાડ, આગ, ઘરમાલિક વગેરે ત૨ફથી અવશ્ય આપત્તિ આવે જ. તેથી ‘આ તો કબુતરનું બચ્ચું છે’ ‘સળગતી ગાડરી’ ‘સાક્ષાત ઉત્પાત’ વગેરે રૂપે લોકનિંદા થવાથી ઉદ્વિગ્ન થયેલો ને બીજા દેશમાં જવા નીકળેલો તે તામ્રલિપ્તી નગરીમાં પહોંચ્યો, ત્યાં વિનયંધર શેઠને ત્યાં નોકર તરીકે રહ્યો. તે જ દિવસે શેઠનું ઘર આગથી ખાખ થયું. તેથી એ શેઠે એને હડકાયા કુતરાની જેમ કાઢી મૂક્યો. ત્યારે કિંકર્તવ્યમૂઢ થયેલો એ પોતાના પૂર્વે કરેલા કર્મને નિંદવા માંડ્યો. કહ્યું જ છે, ‘જીવો કર્મ કરે છે સ્વવશ-સ્વાધીનપણે, પણ પછી એના ઉદયમાં પરવશ બને છે. વૃક્ષ પર ચડે છે સ્વેચ્છાથી, પણ પછી પડે છે પરવશપણે.
એ પછી ‘સ્થાન બદલાવાથી ભાગ્ય બદલાય છે’ એમ માની એ સમુદ્રકિનારે ગયો. ત્યાં તે જ દિવસે આવેલા વહાણમાં નોકર તરીકે ગોઠવાઇ ગયો. એ વહાણના માલિક ધનાવહ નામના શ્રાદ્ધવિધિ પ્રકરણ
૯૧