________________
વહાણવટી સાથે એ ક્ષેમકુશળપૂર્વક બીજા દ્વીપમાં પહોંચ્યો. ત્યારે એને વિચાર્યું – અહા! મારું ભાગ્ય ઉઘડ્યું લાગે છે, કેમકે હું ચઢવા છતાં વહાણ ભાંગ્યું નહીં. અથવા શું માર દુર્ભાગ્ય આ કાર્ય કરવું ભૂલી ગયું? જો એમ હોય, તો હવે પાછા વળતી વખતે (દુર્ભાગ્યને ) ફરી આ યાદ ન આવી જાય તો સારું !
પણ દુર્ભાગ્યે એના વિચારને જાણે પકડી લીધો. પાછા ફરતી વખતે દુર્ભાગ્યથી જાણે કે પ્રચંડ દંડના પ્રહારથી ટુકડે ટુકડા ન થઇ જાય, એમ એ વહાણના સો સો ટુકડા થઇ ગયા. ભાગ્યયોગે એ નિષ્ણુણ્યકને એક પાટિયું મળી ગયું. જેમ તેમ કરીને સાગરના કિનારે પહોંચ્યો. ત્યાં એક ગામ હતું.
આ નિપૂણ્યક એ ગામના ઠાકોરની સેવામાં જોડાયો. એકવાર ધાડ પડી. ધાડપાડુઓએ ઠાકોરને મારી નાખ્યો અને આને ઠાકોરનો પુત્ર માની બાંધીને જંગલમાં પોતાની પલ્લીમાં લઇ ગયા. જોગ-સંજોગથી બીજા પલ્લીપતિએ હુમલો કરી એ જ દિવસે આ પલ્લીનો નાશ કર્યો. તેથી આ પલ્લીવાળાઓએ પણ આને નિર્ભાગી માની કાઢી મૂક્યો. કહ્યું છે કે એક ટાલિયો સૂર્યના કિરણોથી માથુ તપવાથી હેરાન થઇને છાંયડાવાળુ સ્થાન શોધવા માંડ્યો. ભાગ્યયોગે એને બીલી વૃક્ષ દેખાયું. એની નીચે એ ઊભો રહ્યો, તો ઉપરથી બીલીફળ પડતા મોટા અવાજ સાથે માથુ ભાંગ્યું. ખરેખર ભાગ્યથી હણાયેલો માણસ જ્યાં જાય છે, ત્યાં ત્યાં આપત્તિઓ પહોંચી જાય છે.
આ રીતે જુદા જુદા નવસો નવાણુ સ્થળોએ એના કારણે ચોર, પાણી, અગ્નિ, સ્વચક્ર (તે જ નગરના રાજાના સૈનિકો દ્વારા) પરચક્ર (વિરોધી રાજાના સૈનિકોના હુમલા દ્વારા) મરકી વગેરે અનેક ઉપદ્રવો થવાથી કાઢી મૂકવા વગેરે અનેક મહા દુ:ખો સહન કરી એક વાર મોટી અટવીમાં જેના પરચા ઘણાને મળ્યા છે, એવા જાગૃત સેલક યક્ષના મંદિરે પહોંચ્યો. ત્યાં એકાગ્ર મનવાળા થઇ એની આરાધના કરવા માંડી. રોજ પોતાના દુ:ખનું નિવેદન કરે અને ઉપવાસ કરે. આ રીતે એકવીસ દિવસ થયા ત્યારે સેલક પ્રસન્ન થયો. યક્ષે કહ્યું - હે ભદ્ર! સાંજે મારી સામે હજારો સુવર્ણચંદ્રકથી યુક્ત મોર નૃત્ય કરશે. તારે રોજ એના નૃત્ય કરતાં પહેલા સુવર્ણય પીછાઓ લઇ લેવા.
ખુશ થયેલા એણે પણ રોજ સાંજે એ રીતે થોડા થોડા પીછા ગ્રહણ કરવા માંડ્યા. આમ રોજે રોજ કરતા એની પાસે નવસો પીછા થઇ ગયા. હવે માત્ર સો પીછો બાકી હતા. એ વખતે એના દુષ્ટકર્મે એને દુર્બુદ્ધિ આપી. તેથી એણે વિચાર્યું. આ પીછાઓ ગ્રહણ કરવા હજી મારે કેટલા દિવસ આ જંગલમાં રહેવું પડશે? એના કરતાં તો હવે એક જ મુઠ્ઠીથી બાકી રહેલા બધા પીછા એક સાથેજ ગ્રહણ કરી લઉં! આમ વિચારી એ સાંજે મોરને પકડી એક જ મુઠ્ઠીથી બચેલા પીછા લેવા ગયો, ત્યાં તો મોર કાગડો થઇને ઉડી ગયો ને પોતાની પાસે રહેલા પણ બધા પીછા નાશ પામી ગયા. કહ્યું જ છે કેભાગ્યને ઓળંગીને જે કાર્ય કરાય છે, તે ફળદાયી બનતું નથી. ચાતકે સરોવરનું પાણી પીધું તો ગળામાં રહેલા કાણામાંથી બધું નીકળી ગયું. (એવું મનાય છે કે ચાતક પંખીના ગળામાં કાણું હોય છે. તેથી એ વરસાદ વખતે એ રીતે ગળું રાખી બેસે ને એના ગળામાંથી એ વરસાદનું પાણી એના પેટમાં જાય, એથી જ એની તરસ છીપે. આ એનું ભાગ્ય છે. હવે કોઇ ચાતક જો તરસથી પીડા પામી સરોવરનું પાણી ચાંચવાટે પીએ, તો એ બધુ ગળાના કાણામાંથી બહાર નીકળી જાય. આમ ભાગ્યને ઓળંગી શકાતું નથી.)
આમ બધા પીછાં નાશ પામવાથી “અરર! મેં ફોગટની ઉતાવળ કરી’ એમ પસ્તાવો કરી ખિન્ન થઇને આમ તેમ ભટકતા એ નિપૂણ્યકે એક જ્ઞાની સાધુને જોયા. એમને નમન કરી પોતાની એક ૯૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ