________________
હજાર વખતની નિષ્ફળતા વર્ણવી પૂછ્યું – “મેં પૂર્વભવે એવું શું પાપ કર્યુ હતું કે તેનો મને આ ભવમાં આવો દંડ મળી રહ્યો છે?” ત્યારે પોતાના જ્ઞાનથી એનો પૂર્વભવ જાણેલા સાધુએ નિપુણ્યકને સાગર શેઠના ભવથી માંડી અત્યાર સુધી જે-જે અનુભવ્યું હતું, તે બધું પૂર્વભવસ્વરૂપ સ્પષ્ટ શબ્દોમાં બતાવ્યું.
પછી સાધુએ કહ્યું - દેવદ્રવ્યના ઉપભોગથી બાંધેલુ તે દુષ્કર્મનું હજી આ ભવમાં પ્રાયશ્ચિત્ત કરી લે. પેલાએ પ્રાયશ્ચિત્ત પૂછ્યું. સાધુએ કહ્યું - તેં જેટલું દેવદ્રવ્ય વાપર્યું હતું, તેનાથી અધિક રકમ તું દેવદ્રવ્યમાં જમા કરાવ. અને હવે આ ભવમાં દેવદ્રવ્યની રક્ષા અને વૃદ્ધિ કર. તો જ તારા પૂર્વે બાંધેલા કર્મ નાશ પામશે. પછી તું બધા પ્રકારના ભોગ-સુખ મેળવી શકીશ. ત્યારે એ નિષ્ણુણ્યકે સાધુ પાસે અભિગ્રહ લીધો કે મેં પૂર્વભવમાં એક હજાર કાકણી જેટલું દેવદ્રવ્ય વાપરેલું. તેથી આ ભવમાં જ્યાં સુધી એથી એક હજાર ગણી રકમ દેવદ્રવ્યમાં ન આપું, ત્યાં સુધી વસ્ત્ર-આહાર આદિ જરુરિયાતથી વધારે થોડું પણ ધન મારી પાસે નહીં રાખવું પણ દેવદ્રવ્યમાં ભરતા જવું. નિપૂણ્યકે સાથે સાથે વિશુદ્ધ શ્રાવકધર્મ પણ અંગીકાર કર્યો.
એ પછી જે – જે વેપાર કરે, એમાં એ ઘણું દ્રવ્ય કમાતો હતો. પણ તે બધું દ્રવ્ય એ દેવદ્રવ્યમાં જમા કરાવવા માંડ્યો. આમ થોડા જ દિવસમાં દેવદ્રવ્યમાં દસ લાખ કાકણી જેટલું દ્રવ્ય જમા કરાવી દઈ એ દેવદ્રવ્યના ઋણમાંથી મુક્ત થયો. એ પછી તો એ ખૂબ કમાયો. પોતાના નગરે પહોંચ્યો. ત્યાં બધા શેઠોનો અગ્રેસર બન્યો. રાજાને પણ માન્ય બન્યો. હવે એ પોતે કરાવેલા અને બીજા એમ બધા જૈન દેરાસરોમાં પોતાની પૂરી શક્તિથી દેરાસરસંબંધી બધી ચિંતાઓ-કાર્યો કરવા માંડ્યો. રોજ મહાપૂજા, પ્રભાવના વગેરે કરાવવા, સારી રીતે દેવદ્રવ્યનું રક્ષણ કરવું, યોગ્ય રીતે એની વૃદ્ધિ કરાવવી વગેરે કાર્યો કરી દીર્ઘકાળ સુધી અદૂભુત પુણ્યનો સંચય કર્યો ને તીર્થકર નામકર્મ બાંધ્યું. પછી દીક્ષા લીધી. ગીતાર્થ સાધુ બન્યો. યથાયોગ્ય ધર્મદેશનાઓ દીર્ઘકાળ સુધી આપી વગેરે કાર્યો કરી જિનેશ્વરદેવપ્રત્યેની અતિશય ભક્તિથી વીશસ્થાનકનું જિનભક્તિરૂપ પ્રથમ સ્થાનક આરાધી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. એ પછી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ બન્યો. પછી તીર્થકરપદની સમૃદ્ધિ ભોગવી મોક્ષે ગયો. દેવદ્રવ્યના વિષયમાં સાગરશેઠની આ કથા છે.
જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય અંગે પુણ્યસાર-કર્મસાર કથા ભોગપુર નામનું નગર હતું. ત્યાં ચોવીશ કરોડ સોનામહોરના માલિક ધનાવહ શેઠ રહેતા હતા. એમની પત્નીનું નામ ધનવતી હતું. એમને યુગલ તરીકે બે બાળકો જનમ્યા. એકનું નામ રાખ્યું કર્મસાર અને બીજાનું નામ રાખ્યું પુણ્યસાર. બંને સૌભાગ્યશળી હતા. એકવાર ધનાવહે નૈમિત્તિકને પુછ્યું - મારા આ બંને પુત્રોનું ભવિષ્ય કેવું લાગે છે? નૈમિત્તિકે કહ્યું – કર્મસાર જડ પ્રકૃતિવાળો થશે. બિલકુલ બુદ્ધિવગરનો થશે, અને જ્યાં ત્યાં ઉધી બુદ્ધિના કારણે ઘણા પ્રયત્નો પછી પણ પૂર્વનું બધું જ ધન ગુમાવી બેસશે, નવું કશું કમાશે નહી. તેથી દીર્ઘકાળ સુધી દારિદ્ય વગેરે દુ:ખ ભોગવશે. પુણ્યસાર પણ પૂર્વનું બધું ધન ગુમાવી દેશે. નવું કમાયેલું ધન પણ વારંવાર ગુમાવીને દુ:ખી થશે. પણ વેપારવગેરે કળામાં નિપુણ થશે. બંનેને પછી વૃદ્ધાવસ્થામાં ધન, સુખ, સંપત્તિ વગેરેની વૃદ્ધિ થશે.
પછી શેઠે બંનેની યોગ્ય ઉમર થવા પર બંનેને ભણાવવા જ્ઞાની ઉપાધ્યાયને સોંપ્યા. પુણ્યસાર તો કષ્ટ વિના બધી વિદ્યા શીખી ગયો. પણ કર્મસારને ભણાવવાના ઘણા પ્રયત્ન કર્યા પછી પણ તેને શ્રાદ્ધવિધિ પ્રકરણ
૯૩