________________
*લા.
અક્ષર માત્ર પણ જ્ઞાન ચડ્યું નહીં. વધું શું કહેવું? એને વાંચતા-લખતા પણ આવડ્યું નહીં. આ તો બધી રીતે સાવ પશુ જેવો છે” એમ સમજી ઉપાધ્યાયે પણ એને ભણાવવાનું બંધ કર્યું. બંને યુવાવસ્થામાં આવ્યા, ત્યારે પિતા શ્રીમંત હોવાથી બંનેને શેઠકન્યાઓ સરળતાથી મળી ગઇ. બંનેના એ-એ કન્યા સાથે લગ્ન પણ કરાવી દીધા. બંને પરસ્પર કલહ કરે નહીં એ હેતુથી શેઠે બંનેને બાર-બાર કરોડ સોનામહોર આપી અલગ-અલગ ઘર કરી આપ્યા. માતા-પિતા દીક્ષા લઇ સ્વર્ગે ગયા.
કર્મસાર સ્વજનો વગેરે ના પાડે તો પણ પોતાની ખોટી બુદ્ધિથી તે-તે જ વેપાર કરે કે જેમાં સ્પષ્ટ ધનહાનિ થાય. આમ કરી એણે થોડા જ દિવસોમાં પિતાએ આપેલા બાર કરોડ સોનામહોર ગુમાવી દીધા. પુણ્યસારના ઘરે ખાતર પાડી ચોરોએ એના બાર કરોડ સોનામહોર ચોરી લીધા. આમ બંને ગરીબ થઇ ગયા. તેથી સ્વજનોએ પણ એમની સાથેના સંબધ છોડી દીધા. બંનેની પત્ની પણ ભૂખ-તરસ વગેરે પીડાથી દુ:ખી થઇ પોત-પોતાના પિયરમાં ચાલી ગઇ.
કહ્યું છે કે લોકો ધનવાન પુરુષ સાથેના પોતાના ખોટા સંબંધ પણ પ્રગટ કરે છે. અને ધનહીનના તો નજીકના સ્વજનો પણ તેનાથી લજ્જા પામે છે. વૈભવ ગુમાવી દીધેલાને તો પરિજન તે ગુણવાન હોય તો પણ નિર્ગુણ ગણે છે. અને ધનવાન હોય, તો એનામાં દક્ષતા વગેરે ગુણો ન હોય, તો પણ તેનામાં એ ગુણો છે એમ તેની સ્તુતિ કરે છે.
લોકો કર્મસારને બુદ્ધિહીન અને પુણ્યસારને નિર્ભાગી એમ કહી એ બંનેનું અપમાન કરવા માંડ્યા. તેથી લજ્જા પામેલા બંને બીજા દેશમાં ગયા. બંને જુદા-જુદા શેઠના ઘરે રહ્યા. કર્મસારને ધન કમાવવા માટે બીજા કોઇ ઉપાય મળ્યા નહીં, તેથી એ શેઠને ત્યાં જ નોકરીએ રહ્યો. પણ એ શેઠ જુઠા વ્યવહાર કરવાવાળો અને કંજુસ હતો. કહેલો પગાર પણ આપતો ન હતો. ‘અમુક દિવસે આપીશ” એમ કહી કર્મસારને વારંવાર ઠગતો હતો. આમ થવાથી ઘણા દિવસોની નોકરી પછી પણ એને જરા પણ ધન મળ્યું નહીં.
પુણ્યસારને કેટલુંક ધન મળ્યું ખરું, પણ પ્રયત્નપૂર્વક છુપાવવા છતાં કોક ધુતારો એ ધન ઉપાડી ગયો. આમ જુદા જુદા ઘણા સ્થળે નોકરી કરી, પણ કશું જ પામ્યા જ નહીં. પછી ધાતુવાદ, ખાણ ખોદવી, સિદ્ધ રસાયણ પ્રયોગ, રોહણ પર્વત (જ્યાં રત્નો ઘણા સુલભ છે) પર ગમન, મંત્રસાધન, રુદતી વગેરે ઔષધિ ગ્રહણ કરવી વગેરે ધન કમાવવાના એ વખતે જેટલા પ્રયોગો હતા, તે બધા અજમાવી જોયા. કુલ અગ્યાર વાર મોટા પ્રયત્નો કર્યા. છતાં કર્મસાર ખોટી બુદ્ધિના કારણે વિપરીત કરવું વગેરે કારણે કશું પામી શક્યો નહીં, પણ એ બધા પ્રયત્નો સંબંધી કષ્ટ-દુ:ખો જ સહન કર્યા. પુણ્યસાર દરેક વખતે કમાયો ખરો, પણ પ્રમાદ વગેરેના કારણે દરેક વખતે ગુમાવી બેઠો.
તેથી ઉગ પામેલા એ બંને વહાણમાં ચઢી રત્નદ્વીપ ગયા, ત્યાં પરચા પુરતી રત્નદ્વીપ દેવીની આગળ “મૃત્યુ આવે તો પણ દેવીને પ્રસન્ન કર્યા વગર હટવું નથી’ એવો સંકલ્પ કરી બેસી ગયા. આઠમાં ઉપવાસે દેવીએ દર્શન આપ્યા, પણ કહ્યું – તમારા બંનેના ભાગ્યમાં નથી. આ સાંભળી કર્મસાર તો ઊભો થઈ રવાના ગયો. પણ પુણ્યસાર બેઠો રહ્યો. એકવીશ ઉપવાસ થયા, ત્યારે દેવીએ એને ચિંતામણિરત્ન આપ્યું. આ જાણી કર્મસારને પસ્તાવો થયો. ત્યારે પુણ્યસારે કહ્યું- તું વિષાદ નહીં પામ. આ રત્નથી તારું ચિંતવેલું પણ સિદ્ધ થશે. પછી પ્રસન્ન થયેલા બંને પાછા ફરવા વહાણમાં ચડ્યા, રાતે
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૯૪