________________
વગેરેને મોમાંથી ઉડેલા થુંક વગેરેના અંશનો સ્પર્શ થવો. ન્યુન-અધિક અક્ષરોનો ઉચ્ચાર કરવો. જ્ઞાનોપકરણ નજીકમાં હોય ને વા-છૂટ કરવી વગેરે છે. મધ્યમ આશાતના – અકાલે ભણવું, ઉપધાન તપ કર્યા વિના સૂત્ર ભણવું. ભ્રાંતિથી અર્થ અંગે અન્યથા કલ્પના કરવી. (ખોટો અર્થ કરવો.) પ્રમાદવગેરેથી પુસ્તક વગેરેને પગ વગેરેથી સ્પર્શ કરવો. પુસ્તકવગેરેને જમીન પર પાડવા. જ્ઞાનના ઉપકરણોને પાસે રાખી ભોજન કરવું. બીજાને ભણતા અટકાવવા વગેરે. ઉત્કૃષ્ટ આશાતનાઓ – થુંકથી પાટીવગેરે પર લખેલા અક્ષરો ભૂંસવા, જ્ઞાનના ઉપકરણો પર બેસવું કે સૂઇ જવું. જ્ઞાનના ઉપકરણો પાસે રાખી એકી-બેકી વગેરે કરવા. જ્ઞાન અથવા જ્ઞાનીની નિંદા કરવી, એમના વિરોધી થવું, એમના નાશ - ઘાતનો પ્રયત્ન કરવો. ઉસૂત્રભાષણ કરવું વગેરે છે.
દેવ-જિનની જઘન્ય આશાતના – વાસક્ષેપની ડબ્બી વગેરે ભગવાનને અથડાવવી, ભગવાનને શ્વાસ અડવો અથવા વસ્ત્ર વગેરે અડે ઇત્યાદિ. મધ્યમ આશાતના – ધોતિયું પહેર્યા વિના પૂજા કરવી. ભગવાનને જમીન પર પાડવા વગેરે. ઉત્કૃષ્ટ આશાતના - ભગવાનને પગથી સંઘટ્ટો કરવો. ભગવાનને કફ, થુંક વગેરેનો અંશ અડવો. પ્રતિમા ભાંગી જવી. પ્રતિમાની ચોરી કરવી. ભગવાનની અવહેલના કરવી વગેરે.
અથવા ભગવાનની ૧૦ પ્રકારે જઘન્ય, ચાલીશ પ્રકારે મધ્યમ અને ચોર્યાશી પ્રકારે ઉત્કૃષ્ટ આશાતના છે. (પહેલા જે વાત કરી એમાં આશાતનાની તીવ્રતા - મંદતાની અપેક્ષાએ જઘન્યાદિ ભેદ પાડ્યા. હવે સંખ્યાની અપેક્ષાએ જઘન્યાદિ ભેદ છે.)
દેવની જઘન્ય ૧૦ આશાતના ૧. દેરાસરમાં તંબોળ (પાન-સોપારી) ખાવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું, ૪. જોડા-બુટ પહેરીને જવું, ૫. સ્ત્રી-સંભોગ કરવો, ૬. શયન કરવું, ૭. થુંકવું, ૮, પેશાબ કરવો, ૯. વડીનીતિ કરવી, ૧૦. જાગાર વગેરે રમત કરવી. આ દશ જઘન્ય આશાતના વર્જવી.
દેવની મધ્યમ ૪૦ આશાતના ૧. દેરાસરમાં પેશાબ કરવો ૨. વડીનીતિ કરવી ૩. જોડા-બુટ પહેરવા ૪. પાણી પીવું ૫. ભોજન કરવું ૬. શયન કરવું ૭. સ્ત્રીસંભોગ કરવો ૮. પાન ખાવું ૯. થુંકવું ૧૦. જાગાર રમવું ૧૧. જા-માંકડ જોવા-વીણવા ૧૨. વિકથા કરવી ૧૩. પલાંઠી વાળીને બેસવું ૧૪. પગ લાંબા પહોળા કરીને બેસવું ૧૫. પરસ્પર વિવાદ કરવો (બડાઇ કરવી) ૧૬. કોઇની હાંસી (મશ્કરી) કરવી ૧૭. કોઇ પર ઈર્ષા કરવી ૧૮. સિંહાસન પાટ બાજોઠ વગેરે ઉચા આસન ઉપર બેસવું ૧૯. શરીરના વાળવગેરેની વિભૂષા (શોભા) કરવી. ૨૦. છત્ર ધારવું ૨૧. તલવાર રાખવી રર. મુગટ રાખવો ૨૩. ચામર ધરાવવા ૨૪. ધરણું નાખવું (કોઇની પાસે માંગતા હોઇએ, તેને દેરાસરમાં પકડવો) ૨૫. સ્ત્રીઓ સાથે માત્ર વચનથી) કામવિકાર તથા હાસ્યવિનોદ કરવાં ૨૬. કોઇ પણ જાતની ક્રીડા કરવી (પાના, ગંજીફો વગેરે રમવા) ૨૭. મુખકોશ બાંધ્યા વિના પૂજા કરવી ૨૮. મલિન વચ્ચે કે શરીરે પૂજા કરવી ૨૯. ભગવંતની પૂજા વખતે પણ ચિત્તને ચંચળ રાખવું ૩૦. દેરાસરમાં પ્રવેશ વખતે સચિત્ત વસ્તુને દૂર છોડે નહીં ૩૧. અચિત્ત પદાર્થે શોભા કરી હોય તેને દૂર મૂકવા (નિરંતર પહેરવાના દાગીના ઉતારી નાંખવા) ૩ર. એક અખંડ વસ્ત્રનું ઉત્તરાસંગ (ખેસ) કર્યા વિના દેરાસરમાં પ્રવેશવું ૩૩. ભગવાનના ८४
શ્રાદ્ધવિધિ પ્રકરણ