________________
એ જ રીતે ક્યારેય પણ બીજાના સાક્ષી બનવાના સંકટમાં ફસાવું જોઇએ નહીં. કાર્યાનિકે કહ્યું છે (૧) ગરીબને બે પત્ની (૨) માર્ગમાં ખેતર (૩) બે પ્રકારની ખેતી (૪) બીજાના જામીન થવું અને (૫) બીજાના સાક્ષી થવું... આ પાંચ પોતે ઊભા કરેલા અનર્થો છે.
એ જ રીતે શ્રાવકે બને ત્યાં સુધી પોતે જે ગામમાં રહેતો હોય, ત્યાં જ વેપારવગેરે કરવા, કેમકે તો જ કુટુંબનો વિયોગ પણ થાય નહીં, ઘરના કાર્યો પણ અવસરે કરી શકે, અને ધર્મકાર્યો પણ સદાય નહીં - ધર્મકાર્યોમાટે પણ સમયવગેરે મળી શકે. આવા લાભો છે. જો એ રીતે કરવામાં નિર્વાહ થઇ શકે એમ ન હોય, તો પણ પોતે જે રાજ્ય કે દેશમાં રહેતો હોય, એ રાજ્ય કે દેશ તો છોડવા જ નહીં, કેમકે તો પણ બને એટલું જલ્દી પોતાના ગામે આવી શકે ને પૂર્વોક્ત કુટુંબનો વિયોગ ન થવો વગેરે લાભો પ્રાય: મેળવી શકે. એવો કયો પામર જીવ હશે કે જે પોતાના સ્થાને વેપારાદિથી નિર્વાહ થઇ શકતો હોવા છતાં બીજા દેશમાં જવાનું કષ્ટ ઉઠાવે? કહ્યું જ છે – હે ભારત ! પાંચ જણા જીવતા પણ મરેલા કહેવાયા છે – (૧) ગરીબ (૨) રોગી (૩) મૂર્ખ (૪) પ્રવાસી અને (૫) સદાનો નોકર.
એકના પુણ્યથી બધા બચે જો બીજી કોઇ રીતે નિર્વાહ થતો જ ન હોવાથી બીજા દેશમાં ધંધો કરવો પડે, તો પણ પોતે ત્યાં નહીં જવું કે પુત્રોવગેરેને પણ ત્યાં મોકલવા નહીં ! પરંતુ સારી રીતે ચકાસાયેલા બીજા વણિપુત્રો (વાણિયાના દીકરાઓ) દ્વારા ધંધો કરવો. જો પોતાને જ બીજા દેશમાં જવું પડે તેમ હોય, તો પણ એકલા નહીં જતા પોતાના કેટલાક જ્ઞાતિભાઇઓ કે પરિચિતોની સાથે જવું, વ્યવસ્થિત સાધનદ્વારા જવું, ત્યાં ખૂબ સાવધાન – સારા પ્રયત્નપૂર્વક જ વેપારાદિ કરવા અને ખૂબ સંભાળપૂર્વક રહેવું. (ઘણાની સાથે જવાનો હેતુ બતાવે છે) એક પણ જો ભાગ્યવાન સાથે હોય, તો સાર્થની બધાની આફત ટળે છે. અહીં દૃષ્ટાંત બતાવે છે -
એકવીસ પુરુષો વર્ષાકાળમાં બીજે ગામ જઈ રહ્યા હતા. સાંજે કોઇ મંદિરમાં રોકાયા. ત્યારે વિજળી એક બારણા સુધી આવે ને જતી રહે. ગભરાયેલા તેઓએ વિચારણા કરી – આપણામાંથી કોક નિભંગી છે. તેથી વારા ફરતી એક-એક જણ મંદિરની ચારે બાજુ ફરીને પાછો આવે. વીસ જણા ક્રમશ: આ રીતે કરી ફરી મંદિરમાં પ્રવેશી ગયા. હવે એક છેલ્લો એકવીસમો બાકી રહ્યો હતો. એ બહાર જવા માંગતો ન હતો - પણ બધાએ બળજબરીથી બહાર કાઢ્યો. એ બહાર ગયો ને અહીં વિજળી પડી. બાકીના વીસે વીસ મરી ગયા. એ બધામાં છેલ્લો જ ભાગ્યશાળી હતો, એના જ કારણે બાકીના વીસ બચતા હતા.
- વિદેશપ્રવાસ સંબંધી સૂચનાઓ આમ ભાગ્યશાળીનો સાર્થ(સાથે) લેવો જોઇએ. તથા પોતાના લેણા-દેણા તથા નિધાન (દાટેલા) વગેરેની બધી વાત પિતાને, ભાઇને તથા પુત્ર વગેરેને હંમેશા જણાવતા રહેવી. બહાર વિદેશઆદિમાં જતી વખતે તો ખાસ જણાવી દેવી. દુર્ભાગ્યથી અચાનક પોતાનું આયુષ્ય પૂરું થઇ જાય, તો વૈભવ હોવા છતાં જાણકારી નહીં હોવાના કારણે - પિતા વગેરેને વગર કારણે ગરીબી વગેરે દુઃખ આપવાનું થાય.
તથા જ્યારે પણ પ્રવાસ કરવાનો થાય ત્યારે પોતાના દરેક સ્વજનસાથે યથાયોગ્ય ચિંતા અને ૧૪૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ