________________
મારી નાખવો નહીં. આ શરત છે. ત્યારે ચોરોએ ‘આ વિદેશી માણસ સાવ ભોળો છે’ એમ માની જંગલની કાબર ચીતરી બિલાડીને સાક્ષીતરીકે સ્થાપી એનું બધું ધન લઇ એને જવા દીધો. પછી એ વેપારીએ લોકોને પૂછી તે સ્થાનવગેરે જાણી લીધું. પછી પોતાના ગામે ગયો.
અમુક સમય ગયા પછી એ સ્થાનના ચોરો સહિત કેટલાક લોકો ઘણી વસ્તુઓ લઇ ત્યાં આવ્યા. ત્યારે આ વેપારીએ તે ચોરોપાસે પોતાનું ધન માંગ્યું. તેથી પરસ્પર વિવાદ થયો. ન્યાય કરનારાઓ પાસે વિવાદ પહોંચ્યો. તેઓએ પૂછ્યું - અહીં કોણ સાક્ષી છે? વેપારીએ એક કાળી બિલાડી બહાર કાઢી ન્યાયાધીશ સામે રાખીને કહ્યું - આ સાક્ષી છે. ચોરોએ કહ્યું - આ શું છે? જોવું પડશે. અમને બતાવો. વેપારીએ ચોરોને બતાવી. ત્યારે તેઓથી બોલાઇ ગયું - આ બિલાડી તો કાળી છે, ને ત્યાં તો કાબરચીતરી હતી. આમ બોલીને તેઓએ પોતાના જ મોંઢેથી ધન લીધાની વાત કબુલી લીધી. તેથી વેપારીએ ન્યાય કરનારાઓ વગેરેની તાકાત પર પોતાનું બધું દ્રવ્ય પાછું મેળવ્યું.
સાક્ષી રાખવા અંગે આ દૃષ્ટાંત છે. તેથી ક્યારેય પણ ગુપ્ત રીતે થાપણ મુકવી નહીં કે લેવી નહીં. પરંતુ કેટલાક સ્વજનવગેરેની સમક્ષ જ લેવી કે મુકવી. જો પોતે થાપણ લીધી હોય, તો એના માલિકની સંમતિ વિના એ થાપણ આમ-તેમ ખસેડવી પણ નહીં, તો એ થાપણથી વેપાર આદિ ક૨વાની તો વાત જ ક્યાં રહી?
જો થાપણ મુકનાર બીજે સ્થળે મરણ પામે, તો એના પુત્ર વગેરેને એ થાપણ સોંપી દેવી. જો એના પુત્ર વગે૨ે કોઇ સાચા હકદાર નહીં હોય, તો બધાની સમક્ષ એ ૨કમ ધર્મસ્થાનમાં આપી દેવી. કેટલીક મહત્ત્વની સૂચનાઓ
તથા ઉધાર આપ-લે કરી હોય વગેરે તમામ આવક-જાવકની ચોપડામાં નોંધ કરવામાં જરા પણ આળસ કરવી નહીં, કેમકે - ગાંઠ બાંધવામાં, પરીક્ષા ક૨વામાં, ગણવામાં, છુપાવવામાં, વ્યય વખતે કે નોંધ ક૨વામાં આળસ કરનાર માણસ શીઘ્ર વિનાશ પામે છે. આમે જીવ ભ્રમણાઓથી ભરેલો છે. તેથી જો લખાણ નહીં હોય, તો ભ્રાન્તિઓ થવાથી વગર કારણે કર્મનો બંધ વગેરે દોષ પણ પામે છે. તથા જેમ ચંદ્ર સૂર્યને અનુસરે છે, એમ પોતાના યોગ-ક્ષેમમાટે રાજાવગેરે કોઇ ને કોઇ નાયકને અનુસ૨વું જોઇએ. નહીંતર ડગલે-પગલે પરાભવાદિ થવાની સંભાવના છે. કહ્યું જ છે કે - ડાહ્યા માણસો મિત્રોપર ઉપકાર કરવા અને દુશ્મનોપર અપકાર કરવા રાજાનો આશ્રય લે છે, બાકી માત્ર પેટ તો કોણ ભરતું નથી? વસ્તુપાળ મંત્રી તથા પેથડશા વગેરેએ રાજાનો આશ્રય લઇને જ જિનાલયોવગે૨ે ઘણા તે-તે પુણ્યકાર્યો કર્યા હતા.
તથા શ્રાવકે જુગાર-ધાતુવાદ વગેરેથી દૂર જ રહેવું જોઇએ. કહ્યું જ છે – ભાગ્ય રુઠ્યું હોય, તો જ માણસને જુગાર, ધાતુવાદ, અંજનસિદ્ધિ (અદ્દશ્ય થવાની અંજનવિદ્યા) રસાયણપ્રયોગ અને યક્ષિણીની ગુફામાં પ્રવેશ કરવાની ઇચ્છા થાય છે. જ્યાં ત્યાં સોગંદ વગેરે લેવા નહીં, એમાં પણ ખાસ કરીને દેવ-ગુરુ સંબંધી સોગંદ તો ક્યારેય પણ ખાવા નહીં. કહ્યું છે - જે મૂઢ ખોટા કે સાચા પણ દેરાસ૨ (કે પ્રતિમા) સંબંધી સોગંદ ખાય છે. તે બોધિબીજને વમી કાઢે છે (ગુમાવે છે) અને અનંત સંસારી થાય છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૩૯