________________
હિતશિક્ષાઓ આપવાપૂર્વક બહુમાનપૂર્વક વાત કરીને પછી જ પ્રયાણ કરવું. કહ્યું જ છે – જીવવાની ઇચ્છાવાળાએ માનનીય પૂજ્યોનું અપમાન કરીને, પત્નીને ઠપકો આપીને, કોઇને પણ માર મારીને અને બાળકને પણ રડાવીને નીકળવું નહીં. વળી જો નજીકના દિવસોમાં વિશેષ પર્વ આવતું હોય કે વિશેષ ઉત્સવ આવતો હોય, તો એ આરાધી ઉજવી પછી નીકળવું. કહ્યું જ છે – તૈયાર થઇ ગયેલા ઉત્સવ, ભોજન, સ્નાન તથા બધા મંગળોની ઉપેક્ષા કરીને તેમજ જન્મ-મરણ સંબંધી સૂતકો પૂરા થયા પહેલા અને સ્ત્રીના માસિક વખતે ગમન કરવું નહીં
આ પ્રમાણે શાસ્ત્રવગેરેને અનુસારે બીજું પણ જે ઉચિત હોય, તે વિચારી લેવું . કહ્યું જ છે – (૧) દૂધ પીને, રતિક્રીડા કરીને, સ્નાન કરીને, પત્નીને મારીને, ઊલ્ટી કરીને, થુંકીને, બીજા કોઇનો આક્રોશ સાંભળીને નીકળવું નહીં. એ જ રીતે (૨) હજામત કરાવીને, આંસુ પાડતા તથા અપશુકનો લઇને બીજે ગામ જવા પ્રયાણ કરવું નહીં. (૩) જ્યારે કોઇ પણ કામમાટે પગ ઉપાડે, ત્યારે જે નાડીનો શ્વાસ ચાલતો હોય, એ પગને આગળ કરી નીકળતો માણસ પોતાના ઇચ્છિતને અવશ્ય પ્રાપ્ત કરે છે. (૪) ડાહ્યા માણસે રોગીને, વૃદ્ધને, બ્રાહ્મણને, અંધપુરુષને, ગાયને, પૂજ્ય પુરુષોને, રાજાને, ગર્ભવતી સ્ત્રીને અને ઊંચકેલા ભારથી નમી પડેલા પુરુષને માર્ગ આપવો-(એમને પહેલા જવા દેવા) પછી પોતે જવું. (૫) રાંધેલુ કે નહીં રાંધેલું ધાન્ય, પૂજા યોગ્ય મંત્ર- માંડલ, સ્નાન કરેલું કે સ્નાન માટેનું પાણી, લોહી અને શબને ઓળંગીને જવું નહીં.
(૬) બુદ્ધિમાન પુરુષ થંક, કફ, બળખો, વિષ્ઠા, પેશાબ, સળગતો અગ્નિ, સાપ, મનુષ્ય અને શસ્ત્ર આટલાને ક્યારેય પણ ઉલ્લંઘીને જાય નહીં. (૭) પોતાને મુકવા આવેલા સ્વજનોને નદીકિનારે, ગાયનો તબેલો,તળાવ, ક્ષીરવૃક્ષ (વડવગેરે ઝાડ) બગીચો અથવા કુવા આગળ પાછા વાળવા. (૮) પોતાના ક્ષેમકુશળની ઇચ્છાવાળાએ રાતના વૃક્ષના મૂળનો આશરો કરવો નહીં. તથા (૯) ઉત્સવ કે સૂતક પૂરા ન થયા હોય, તો માણસે એ છોડી દૂર જવું નહીં. (૧૦) ડાહ્યો માણસ એકલો પ્રવાસ કરે નહીં. તથા અપરિચિતો સાથે કે દાસ પુરુષો સાથે પણ પ્રવાસ કરે નહીં.
એ જ રીતે (૧૧) મધ્યાહ્ન સમયે કે મધ્યરાત્રે પણ રસ્તે ચાલે નહીં. (૧૨) ક્રુર વ્યક્તિઓ, કોટવાળો, ચાડિયાઓ, કારીગરો તો ખરાબ દોસ્તો સાથે વાતચીતો કે અકાલે ફરવા જવાનું રાખવું નહીં. (૧૩) જો પોતાનું હિત ઇચ્છતા હો, તો ગમે તેટલો થાક લાગ્યો હોય તો પણ પાડા, ગધેડા અને ગાયોપર ચડવું નહીં. (૧૪) બુદ્ધિમાન પુરુષે હાથીથી હજાર હાથ, ગાડાથી પાંચ હાથ અને બળદ તથા ઘોડાથી દસ હાથ દૂર રહીને જ ચાલવું (૧૫) મુસાફરીમાં ભાથું લીધા વગર જવું નહીં. (૧૬) દિવસે વારંવાર સુવું નહીં, (૧૭) સાથે રહેલાઓના વિશ્વાસમાં રહેવું નહીં. (૧૮) સો કાર્યો આવી પડે, તો પણ રાત્રે એકલા જવું નહીં. માત્ર કરચલો પણ સાથે હતો, તો એણે બ્રાહ્મણની રક્ષા કરી. (૧૯) જે ઘરમાં કોઇ એકલું હોય, એ ઘરમાં એકલાએ જવું નહીં. તથા કોઇના પણ ઘરે મુખ્ય દ્વાર છોડી આડા રસ્તે પ્રવેશવું નહીં. (૨૦) જીર્ણ (-જુની ઘસાઇ ગયેલી) નૌકામાં બેસવું નહીં.
(૨૧) એકલાએ નદીમાં પ્રવેશવું નહીં. (૨૨) તથા વિશાળ બુદ્ધિવાળાએ ભાઇ સાથે મુસાફરી કરવી નહીં. (પૂરા કુટુંબ સાથે મુસાફરી નહીં કરવાના ઘણા કારણોમાં એક કારણ એ પણ છે કે આપત્તિઅકસ્માતમાં આખો વંશ-વેલો નાશ પામી જાય નહીં.) (૨૩) પાણીના- જમીનના દુર્ગમસ્થાનો, ભયંકર શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૪૧