________________
જંગલ, તથા ઊંડા પાણીને ઉપાય- સાધન વિના ઓળંગવા નહીં. (૨૪) જે સાર્થ (= પ્રવાસ કરનારા સમુદાય)માં ઘણા લોકો ક્રોધી હોય, ઘણાઓ (કષ્ટભીર) સુખ-સગવડના ઇચ્છુક હોય, ઘણા કંજુસો ભેગા થયા હોય; તે સાથે પોતાના સ્વાર્થનો સાધક બનવાને બદલે નાશક બને છે. (૨૫) જે ટોળામાંસમુદાયમાં બધા જ નેતા હોય, બધા જ પોતાને પંડિત માનતા હોય, બધાને જ મહત્ત્વ જોઇતું હોય, તે ટોળું -સમુદાય માત્ર કષ્ટ જ ભોગવે છે.
(૨૬) કારાગૃહમાં કે ફાંસીના સ્થાને, જુગારના સ્થાને (આજની ક્લબોમાં?) જ્યાં અપમાન થાય એવા સ્થાને, કોઠાર-ભંડાર વગેરેનાં સ્થાને તથા બીજાના અંત:પુરમાં (= સ્ત્રીઓના રહેવાના સ્થાને) જવું નહીં. (૨૭) જુગુપ્સનીય સ્થળોએ, સ્મશાનમાં, શુન્ય (= નિર્જન) સ્થળે, ચૌટામાં (જ્યાં ચાર રસ્તા ભેગા થાય ત્યાં) ફોતરા, સુકા ઘાસથી વ્યાપ્ત સ્થળે, વિષમ (= ખાડા-ટેકરાવાળા) સ્થાને, ઉકરડામાં, ઉખર (= ખારી) ભૂમિમાં, ઝાડની ટોચે, પર્વતની ટોચ પર, નદી કે કુવાના કિનારાપર, રાખવાળી કે વાળથી ભરેલી, ઠીકરાવાળી અને અંગારાવાળી જમીનપર- આટલા સ્થાનોએ રહેવું નહીં. (૨૮) ખૂબ થાક હોય, તો પણ જે સમયે જે કરવાનું છે, તે ચૂકવું નહીં. ક્લેશ-થાકથી હારી ગયેલો માણસ પોતાના પુરુષાર્થનું ફળ મેળવી શકતો નથી. (૨૯) વિશેષ આકાર-દેખાવ વિનાનો માણસ પ્રાય: અપમાન વગેરે પામે છે, તેથી ડાહ્યા માણસે ક્યારેય પણ સારા દેખાવા માટેનો આડંબર છોડવો નહી. (૩૦) બીજે સ્થાને ગયેલાએ તો વિશેષથી ઉચિત પૂરા આડંબર સાથે જ ધર્મનિષ્ઠ બની રહેવું. (પૂજાવગેરે ઠાઠમાઠથી કરવા) તેથી જ બીજાઓમાં મહત્ત્વ મળે છે, બહુમાન થાય છે ને પોતાનું કાર્ય સિદ્ધ થવું વગેરે લાભ થાય છે.
(૩૧) પરદેશમાં પોતાનું સ્થાન છોડી બીજે ઘણો લાભ થતો હોય- ઘણી કમાણી થતી હોય, તો પણ ઘણાં લાંબા કાળસુધી ત્યાં રહેવું નહીં. જો ત્યાં બહુ રહી જાય, તો પોતાના ઘરની બધી વ્યવસ્થાઓ અસ્ત વ્યસ્ત થઇ જવી વગેરે આપત્તિઓ આવે છે, અહીં કાષ્ઠ(કઠ) શેઠનું દૃષ્ટાંત છે. (મારા લખેલા વાર્તાપ્રવાહ' માં આ શેઠની કથા છે.) (૩ર) મોટા પાયે ખરીદ-વેંચાણ કરતા પહેલાં વિઘ્ન આવે નહીં, ધારેલો લાભ થાય, અને કાર્યની સિદ્ધિ થાય એ માટે નવકાર ગણવા, શ્રી ગૌતમસ્વામી વગેરેનું નામ લેવું તથા કેટલીક વસ્તુ શ્રીદેવ-ગુરુવગેરેની ઉપયોગી થાય એવું કરવું (છેવટે નફાનો અમુક ભાગ એમની ભક્તિમાં વાપરવાનો સંકલ્પ કરવો) કેમ કે ધર્મને મુખ્ય રાખવાથી જ-ધર્મને આગળ કરવાથી જ દરેક સ્થળે સફળ થવાય છે.
ત્રણ પ્રકારની સિદ્ધિઓ ધન કમાવવા પ્રવૃત્ત થયેલાએ હંમેશા ધર્મના સાતે ય ક્ષેત્રમાં ખુબ મોટી રકમ વાપરવાઅંગે મોટા મનોરથો સેવવા જોઇએ. કહ્યું જ છે- મનસ્વીએ હંમેશા ઊંચા મનોરથો રાખવા જોઇએ, કેમ કે ભાગ્ય પણ તે પ્રમાણે તે મનોરથની સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. કામસંબંધી, અર્થ(= ધન) સંબંધી અને યશ સંબંધી કરેલો પ્રયત્ન નિષ્ફળ જાય એમ બની શકે. પણ ધર્મકાર્ય કરવાનો તો સંકલ્પ પણ નિષ્ફળ નથી જતો.(એથી પણ લાભ જ થાય છે.)
તથા શ્રાવકે પોતાની કમાણીને અનુરૂપ સાત ક્ષેત્ર સંબંધી કરેલા મનોરથો પૂર્ણ કરવા જોઇએ. કહ્યું જ છે-વ્યવસાયનું (વેપારવગેરેમાં કરેલા પ્રયત્નનું) ફળ વૈભવ છે. વૈભવનું ફળ સુપાત્રમાં ( સાત ૧૪૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ