________________
દ્વિતીય પ્રકાશ : રાત્રિકૃત્ય-પ્રતિક્રમણ. દિનકત્ય કહ્યા પછી હવે રાત્રિકૃત્ય કહીએ છીએ. શ્રાવક મુનિરાજ પાસે અથવા પૌષધશાળા વગેરેમાં જઇ જયણાથી પંજી સામાયિક લેવું વગેરે વિધિસહિત છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે. તેમાં સ્થાપનાચાર્યની સ્થાપના, મુહપત્તિ, ચરવળો ઇત્યાદિ ધર્મોપકરણ ગ્રહણ કરી સામાયિક કરવું વગેરે વિધિ શ્રાદ્ધ પ્રતિક્રમણસુત્ર વૃત્તિમાં કાંઇક કહી છે. માટે અહીં કહેવામાં આદિ બધા વ્રતો સંબંધી બધા અતિચારની શુદ્ધિમાટે તથા ભદ્રક પુરુષે(જેણે હજી વ્રતો નથી લીધા પણ એવી ભૂમિકામાં છે, એણે પણ) અભ્યાસ થાય એ હેતુથી ઉભય ટંક જરુર પ્રતિક્રમણ કરવું. આ પ્રતિક્રમણ ત્રીજા વૈદ્યના ઔષધ તુલ્ય હોવાથી અતિચાર લાગ્યા ન હોય, તો પણ એ કરવું જોઇએ. આગમમાં કહ્યું છે - પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં પ્રતિક્રમણ સહિતનો ધર્મ છે. મધ્યના તીર્થકરોના શાસનમાં કારણ આવે તો પ્રતિક્રમણ છે. તેથી અતિચારરૂપ કારણની ગેરહાજરીમાં પૂર્વ કરોડ વર્ષ સુધી પ્રતિક્રમણ નહીં કરે અને અતિચારરૂપ કારણ આવી પડે, તો મધ્યાહ્ન પણ પ્રતિક્રમણ કરે.
પ્રથમ પ્રકારનું ઔષધ થયેલા રોગોને મટાડે ને રોગ ન હોય, તો ઊભા કરે. બીજું ઔષધ થયેલા રોગો મટાડે, પણ રોગ ન હોય તો ગુણ-દોષ કશું કરે નહી. ત્રીજું ઔષધ રસાયણરૂપ છે, રોગ હોય, તો તે દૂર કરે. રોગ ન હોય, તો સમગ્ર શરીરના પુષ્ટિ, સુખ, બળ વગેરેની વૃદ્ધિ કરી ભવિષ્યમાં રોગ આવે જ નહીં તેવી સ્થિતિ ઊભી કરે. આ જ રીતે પ્રતિક્રમણ પણ અતિચાર લાગ્યા હોય, તો તે દૂર કરે અને અતિચારના અભાવમાં ચારિત્રધર્મની પુષ્ટિ કરે છે.
(સામાયિક પ્રતિક્રમણરૂપ નથી) શંકા :- આવશ્યક ચૂર્ણિમાં કહેલી સામાયિકવિધિ જ શ્રાવકમાટે પ્રતિક્રમણરૂપ છે, કેમકે એ વિધિમાં જ છ આવશ્યક અને ઉભયસંધ્યા (સવાર-સાંજ) અવશ્યકરણીયતા ઘટી જાય છે. તે આ પ્રમાણે - સામાયિક લઇ ઈર્યા પડિક્કમી કાઉસગ્ગ કરી ચતુર્વિશતિસ્તવલોન્ગસ) કહી વાંદના દઇ પછી શ્રાવક પચ્ચકખાણ કરે. આમ છ આવશ્યક થઇ ગયા. અને ‘સામાઇયઅમુભયસંરું આ વચનથી ઉભયકાળરૂપ કાળની નિયતતા પણ નક્કી થાય છે.
સમાધાન :- આ વાત બરાબર નથી, કેમકે સામાયિકની આ વિધિમાં છ આવશ્યક અને તમે બતાવેલો કાળનિયમ અસિદ્ધ છે. તમારા (શંકાકાર) અભિપ્રાયથી પણ (અમારો અભિપ્રાય તો હવે બતાવીશું - પણ શંકાકારનો પણ અભિપ્રાય એ જ છે કે) ચૂર્ણિકારે ત્યાં સામાયિક, ઈર્યાવહિયા પ્રતિક્રમણ અને વંદન જ સાક્ષાત દર્શાવ્યા છે, બાકીના ત્રણ સાક્ષાત બતાવ્યા નથી. એમાં પણ ઈર્યાવહિયા પ્રતિક્રમણ ગમનાગમન અંગે જ છે નહીં કે પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યક અધ્યયનરૂપ. (તાત્પર્ય કે ઈર્યાવહિયા કરવી એ પ્રતિક્રમણરૂપ ભલે કહેવાય, પણ તે પ્રતિક્રમણ અધ્યયનમાં જે પ્રતિક્રમણ ઇષ્ટ છે, તેરૂપ નથી.) કહ્યું જ છે – ગમનાગમન, વિહાર, રાતે સૂતા સ્વપ્નદર્શન અંગે, નાવમાં બેસે અને નદી ઉતરે ત્યારે ઈર્યાવહિયા પ્રતિક્રમણ કરવું. (ઈર્યાવહિયા કરવી.)
શંકા :- શ્રાવક જે ઈર્યાવહિયા કરે છે, એમાં પણ સાધુની જેમ કાઉસગ્ન કરવાનો છે. ને લોગસ્સ સૂત્ર બોલવાનું આવે જ છે. ૨૦૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ