________________
પછી કરાતા આ દિવસચરિમ પચ્ચકખાણમાં ચાર જ આગાર છે. આમ આગારોમાં સંક્ષેપ થતો હોવાથી દિવસચરિમ પચ્ચખાણ નિરર્થક નથી. વળી રાત્રિભોજનત્યાગી પણ એ પચ્ચકખાણ દિવસ બાકી રહે છે, ત્યારે કરે છે. વળી આ લેવાતું પચ્ચક્ખાણ રાત્રિભોજન કરવાનું નથી એમ યાદ અપાવે છે. તેથી પણ દિવસચરિમ પચ્ચખાણ ફળદાયી છે. એમ આવશ્યકસૂત્રની લઘુવૃત્તિમાં કહ્યું છે.
આ રાત્રિભોજનત્યાગનું – દિવસચરિમ પચ્ચખાણ સહેલાઇથી થાય છે અને ઘણા લાભનું કારણ બને છે.
એકાક્ષનું દષ્ટાંત દશાર્ણપુર નગરમાં એક શ્રાવિકા રોજ સાંજે વાળુ કરી ચોવિહારનું દિવસચરિમ પચ્ચક્ખાણ કરે. એનો પતિ મિથ્યાત્વી હતો. એ ઘણીવાર મશ્કરીમાં કહે – આ રીતે સાંજે વાળું કર્યા પછી રાતે કોણ ખાય છે? તેથી આ બહું મોટું પચ્ચક્ખાણ કર્યું, સરસ ! એકવાર એણે પણ પત્નીએ “નકામા ભાંગી નાખશો” એમ કહી અટકાવવા છતાં સાંજે વાળું કરી ચોવિહારનું પચ્ચક્ખાણ કર્યું. એ જ રાતે સમ્યગ્દષ્ટિ દેવી એની પરીક્ષા કરવા એની બેનનું રૂપ લઇ ઘેબર લઇને આવી. પત્નીએ અટકાવવા છતાં એ સ્વાદના લોભથી પચ્ચકખાણ ભાંગીને ઘેબર ખાવા ગયો, ત્યાં જ દેવીએ માથા પર એવો પ્રહાર કર્યો કે એની બંને આંખ બહાર નીકળીને જમીન પર પડી ગઇ. ત્યારે “મારો અપયશ થશે” એવા ડરથી શ્રાવિકા કાઉસગ્નમાં સ્થિર થઇ. તેથી પ્રસન્ન થયેલી દેવીએ એ શ્રાવિકાના વચનથી કસાઇ દ્વારા કતલ થઇ રહેલા બકરાની બે આંખ લાવી એની આંખ તરીકે ચોંટાડી દીધી. તેથી એ એડકાક્ષ (એડકબકરો) તરીકે પ્રસિદ્ધ થયો. પચ્ચકખાણના મહિમાની ખાતરી થવાથી એ શ્રાવક થયો. લોકો કૌતુકથી તેને જોવા આવવા માંડ્યા. પછી તો એના નામથી નગરનું નામ પણ એડકાક્ષ નગર તરીકે પ્રસિદ્ધ થયું. તેના દર્શનથી ઘણા લોકો શ્રાવક થયા. આ દિવસચરિમ પચ્ચકખાણ સંબંધી દૃષ્ટાંત છે.
પછી સૂર્ય અડધો ડૂબે ત્યાં સુધીની છેલ્લી ઘડીમાં ફરીથી ત્રીજી વાર વિધિમુજબ જિનપૂજા કરે.
આમ શ્રીતપાગચ્છાધિપતિ શ્રી સોમસુંદરસૂરિ - શ્રી મુનિસુંદરસૂરિ - શ્રી જયચંદ્રસૂરિ - શ્રી ભુવનસુંદરસૂરિ શિષ્ય શ્રી રત્નશેખરસૂરિ વિરચિત શ્રી વિધિ કૌમુદી નામની શ્રાદ્ધવિધિપ્રકરણવૃત્તિમાં દિનત્ય પ્રકાશક પ્રથમ પ્રકાશ સમાપ્ત થયો.
આ વિભાગમાં ઘણી ઘણી વાતો આવી... એમાંની તમને શક્ય લાગતી વાતો અલગ તારવી લ્યો... એમાંની એક-એક વાત ઓછામાં ઓછા સાત-સાત દિવસ અમલમાં મુકો... ચોક્કસ તમને કાં'ક અલગ અનુભવ થશે. તે વખતના સમયને અનુરૂપ લખાયેલી વાતોને વર્તમાન સ્થિતિ સાથે કેવી રીતે ગોઠવી શકાય તે વિચારી એ મુજબ ઉચિત ફેરફારો કરો.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૦૫