________________
વસતિ (ઉપાશ્રય), શય્યા, આસન, ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિક જો અધિક ધનવાન ન હોય, તો ય થોડામાંથી થોડું પણ આપે. તપ, નિયમ, યોગથી યુક્ત મુનિવરોને જે ઉપાશ્રય આપે છે, તેણે મુનિને, વસ્ત્ર, અન્ન, પાન, શયન અને આસન વગેરે બધું જ આપ્યું છે. સાધુને રહેવાનું સ્થાન - વસતિ આપવાથી જયંતિ શ્રાવિકા, વંકચૂલ, અવંતિસુકુમાલ અને કોશા વગેરે સંસાર સાગર તરી ગયા.
જૈનના દ્વેષી અને સાધુનિંદકને આપવાની શિક્ષા
શ્રાવકે પોતાની પૂરી શક્તિથી જૈનશાસનના વિરોધીઓને સાધુઓની નિંદાવગેરે કરતા અટકાવવા જોઇએ. કહ્યું જ છે કે- તેથી સામર્થ્ય હોય, તો આજ્ઞાથી ભ્રષ્ટ થયેલા અંગે ઉપેક્ષા નહીં ક૨વી. પણ એને અનુકુળ કે કડક શબ્દો વગેરેથી હિતશિક્ષા આપવી જોઇએ. જેમકે પૂર્વકાલમાં ભિખારીએ પછી જૈન દીક્ષા લીધી, ત્યારે એની નિંદા કરનારા લોકોને અભય કુમારે પોતાની બુદ્ધિના પ્રયોગથી એ નિંદા કરતા અટકાવ્યા.
સાધુની જેમ સાધ્વીજી ભગવંતને પણ સુખશાતા પૂછવી, સાધ્વીજીવનના કાર્યોવગેરે સુખરૂપ ચાલે છે? વગેરે પૃચ્છા કરવી જોઇએ. વળી સાધુ ભગવંત કરતાં સાધ્વીજીના વિષયમાં આ અધિક રીતે કરવું જોઇએ કેમકે એમને દુષ્ટ શીલવાળા નાસ્તિકોથી રક્ષવાના છે. પોતાના ઘરની પાસે ચોતરફથી ગુપ્ત અને ગુપ્ત દરવાજાવાળા ઘરમાં રહેવા માટે વસતિ આપવી. પોતાની સ્ત્રીઓ પાસે સાધ્વીઓની સેવા-ભક્તિ કરાવવી. પોતાની દીકરીઓને તેઓની પાસે (નવા અભ્યાસ વગે૨ે ક૨વા) રાખવી. તથા દીક્ષા તૈયાર થયેલી પુત્રીવગેરેને દીક્ષા અપાવી એમને સોંપવી.
તેઓ (સાધુ-સાધ્વી) કોઇ કર્તવ્ય ભૂલી જાય, તો યાદ કરાવવા. અનુચિત પ્રવૃત્તિ કરવાની સંભાવના દેખાય, તો અટકાવવા. એકાદવાર ખોટું આચરણ કરે, તો પ્રેમથી સમજાવવા. પણ વારંવાર ખોટું આચરણ કરે, તો કઠોર શબ્દોમાં ઠપકો આપવા વગેરે દ્વારા પણ રોકવા. પછી ઉચિત વસ્તુઓથી એમને પ્રસન્ન કરવા. સાધુ-સાધ્વીની નિંદા તો કરવાની જ નથી કેમકે એ કરનાર તો જૈનધર્મનો વિરોધી છે. અવસરે ઠપકો આપવો પડે, તો પણ પછી એમની ઉચિત ઇચ્છાને અનુરૂપ વસ્તુ વગેરે વહોરાવી એમને પ્રસન્ન કરવા. (માતા-પિતા વારંવાર ખોટુ કરતા બાળકને સખત ઠપકો વગેરે આપે. પછી નારાજ થયેલા બાળકને રાજી કરવા મનગમતી વસ્તુ લાવી આપે છે, એ દૃષ્ટાન્ત છે. બાળકની પ્રસન્નતા લૌકિક છે, સાધુની પ્રસન્નતા લોકોત્તર લાભરૂપ છે.)
ગુરુ પાસે અભ્યાસ કરવો
વળી શ્રાવકે ગુરુ પાસે હંમેશા કાંઇ પણ નવું ભણવું. શાસ્ત્રમાં કહ્યું છે કે :- અંજનનો ક્ષય જોઇને તથા રાફડાનું વધવું જોઇને દિવસને દાન, અધ્યયન કાર્યોથી સફળ બનાવવો. (તાત્પર્ય-કામમાં નહીં આવતું પડી રહેલું અંજન નાશ પામે છે. ને કીડીઓના સતત ઉદ્યમથી રાફડો વધતો જાય છે. આ જોઇને માણસે દાન - અધ્યયન દ્વારા દિવસ સફળ કરવો જોઇએ. ધન પડ્યું રહે તો નાશ પામે, તેથી દાન એ એનો સાર્થક ઉપયોગ છે. અને અધ્યયન જેમ જેમ ક૨તા જાવ, તેમ તેમ જ્ઞાન વધતું જાય છે.)
પોતાની પત્ની, ભોજન અને ધન - આ ત્રણમાં સંતોષ રાખવો, તથા દાન, અધ્યયન અને તપમાં સંતોષ રાખવો નહીં. મોતે મને વાળથી પકડ્યો છે (મોત તદ્દન નજીક છે) એમ માનીને ધર્મ ક૨વો જોઇએ (ધર્મ ક૨વામાં એક ક્ષણ મોડું કરવું નહીં) અને જાણે કે પોતે અજરામર છે મરવાનો જ શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૧૨