________________
નથી, એમ માનીને પ્રાજ્ઞપુરુષે વિદ્યા અને અર્થઅંગે વિચારવું . (તેથી હવે તો મરવાના દા'ડા આવ્યા, હવે નવું ભણીને શું કરવું છે? ઇત્યાદિ વિચારવું નહીં, પણ ભણતા જ રહેવું.)
સાધુ (અને શ્રાવક પણ) જેમ-જેમ નવું-નવું અતિશય રસસભર શ્રુત ભણે છે, તેમ-તેમ નવા નવા સંવેગ અને નવી નવી શ્રદ્ધાથી આનંદિત થતો જાય છે. જે આ ભવમાં અપૂર્વ નવું નવું શ્રુત ભણતો જાય છે, તે જો અન્ય ભવમાં તીર્થકરપણું પામે છે. તો જે બીજાને સતત સભ્ય શ્રુત ભણાવતો રહે, તેની તો અમે વાત જ શી કરીએ? (તે તો ઘણો વિશિષ્ટ લાભ પામે છે.) કદાચ ભણવાઅંગેની પ્રજ્ઞા - બુદ્ધિ ખૂબ જ ઓછી હોય, તો પણ ભણવાનો પ્રયત્ન ચાલુ જ રાખે, તો માષતુષ વગેરે મુનિઓની જેમ આ જ ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ વગેરે ફળ મેળવી શકે છે. અહીં છઠ્ઠી ગાથાનો અર્થ પૂર્ણ થયો.
ન્યાયસંપન્ન રાજા ધર્મ અવિરોધી જિનપૂજાવગેરે ધર્મકૃત્યો કર્યા પછી જો રાજાવગેરે હોય, તો કચેરીમાં; મંત્રીવગેરે હોય, તો રાજસભામાં; વેપારી વગેરે હોય, તો દુકાન વગેરેમાં; એમ તે-તે શ્રાવકે પોત-પોતાના ઉચિત સ્થાને જઈ ધર્મને બાધ ન આવે એ રીતે ધન કમાવવા અંગે પુરુષાર્થ કરવો. એમાં ગરીબ-શ્રીમંત, માન્ય પુરુષ-અમાન્ય પુરુષ, ઉત્તમ વ્યક્તિ - અધમ વ્યક્તિવગેરેઅંગે પક્ષપાત વિના – મધ્યસ્થભાવે ન્યાય કરવાથી રાજાને ધર્મસાથે વિરોધ નથી આવતો - ધર્મને બાધ નથી આવતો. અહીં દૃષ્ટાંત બતાવે છે.
ન્યાયપર યશોવર્મ રાજાનું દષ્ટાંતા કલ્યાણકટક નગરમાં યશોવર્મા રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાયમાં એકનિષ્ઠ હતો. તેથી એણે પોતાની કચેરીના દ્વારપર “ન્યાય ઘંટ' લગાડ્યો હતો. એકવખત રાજ્યની અધિષ્ઠાયિકા દેવી રાજાની ન્યાયનિષ્ઠાની પરીક્ષા કરવા ગાય અને તાજા જન્મેલા વાછરડાનું રૂપ કરી રાજમાર્ગે ઊભી રહી. આ બાજુ અત્યંત વેગવાળા વાહનપર આરુઢ થયેલો રાજપુત્ર ત્યાં આવ્યો. વેગ અત્યંત હોવાથી એ વાહનને રોકી શક્યો નહીં. તેથી એ વાહન એ વાછરડાના બે પગ કચડી આગળ વધી ગયું. એ પીડાથી વાછરડું મરી ગયું. ગાય દુ:ખથી ભાંભરવા માંડી અને આંસુઓ વહાવવા માંડી.
એ ગાયને કોકે કહ્યું – રાજદરબારના દ્વારે જઇ ન્યાય માંગ. એ ત્યાં જઇ પોતાના શિંગડાથી ન્યાય ઘંટને હલાવવા માંડી. ઘંટનાદ થવા માંડ્યા. રાજા તે જ વખતે જમવા બેઠા હતા. આ ઘંટનાદ સાંભળી જમવાનું મુકી સેવકોને પૂછવું - જુઓ ! કોણ ઘંટનાદ કરે છે ? સેવકોએ જોઇને કહ્યું – કોઇ નથી, આપ ભોજન કરો. રાજાએ કહ્યું – ઘંટનાદ થયો છે, તેથી કોકે તો કર્યો જ છે. તેથી એ અંગે પાકો નિર્ણય થાય નહીં, ત્યાં સુધી કેવી રીતે જમી શકાય? આમ કહી રાજા ભોજનનો થાળ છોડી સ્વયં ઊભા થઈ બારણે આવી જોવા લાગ્યા. ગાય સિવાય બીજું કોઇ નહીં દેખાવાથી ગાયને પૂછયું – શું તું કોઇનાથી પરાભવ પામી છે? શું થયું તે મને દેખાડ. તેથી ગાય આગળ થઇ ચાલવા માંડી. રાજા પણ પાછળ ચાલ્યો. ગાયે પોતાનું કરેલું વાછરડું બતાવ્યું.
રાજાએ લોકો સામે જોઇ કહ્યું – જેણે આના પરથી વાહન ચલાવ્યું છે, તે આગળ આવે. ત્યારે લોકોમાંથી કોઇ કશું બોલ્યું નહીં. ત્યારે રાજાએ જાહેરાત કરી વાહન ચલાવનાર જાહેર થશે પછી જ હું જમીશ. આમ રાજાને તે દિવસનો ઉપવાસ થઇ ગયો. બીજે દિવસે સવારે રાજકુમારે કહ્યું – તાત! હું જ અપરાધી છું. આપ મને જે યોગ્ય લાગે તે દંડ આપો. રાજાએ ન્યાયના નિયમોના જાણકારોને પૂછ્યું - શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૧૩