________________
આને શો દંડ આપવો જોઇએ? તેઓએ કહ્યું - સ્વામિન્ ! રાજ્યયોગ્ય આ એક જ પુત્ર છે. તેથી તેને શું દંડ આપવાનો હોય? રાજાએ કહ્યું – કોનું રાજ્ય અને કોનો પુત્ર? મારે માટે તો ન્યાય જ મુખ્ય છે. મહત્ત્વનો છે. કહ્યું જ છે- દુશ્મનને દંડ, સજ્જનને સત્કાર, ન્યાયપૂર્વક ભંડારની વૃદ્ધિ, પક્ષપાતનો અભાવ અને દુમનથી રાષ્ટ્રની રક્ષા રાજાઓ માટે આ પાંચ જ યજ્ઞ બતાવ્યા છે. સોમનીતિ ગ્રંથમાં પણ કહ્યું છે – પુત્ર હોય તો પણ અપરાધને અનુરૂપ દંડ ફટકારવો જોઇએ.તેથી આ ભલે રાજપુત્ર હોય, પણ એના અપરાધને અનુરૂપ દંડ તમારે બતાવવો પડશે. તો પણ તેઓએ દંડ બતાવવાના બદલે મૌન રહેવાનું જ ઉચિત માન્યું.
ત્યારે ‘જેણે બીજા સાથે જેવો વ્યવહાર જેવી રીતે કર્યો હોય, તેની સાથે તેવો વ્યવહાર તેવી રીતે જ કરવો જોઇએ.’ ‘જે જે કરે તેનો તેવો પ્રતિકાર કરવો.' ઇત્યાદિ વચનોને નજરમાં લઇ સ્વયં રાજાએ વાહન મંગાવી પુત્રને કહ્યું – તું અહીં સુઇ જા.. રાજપુત્ર પણ વિનીત હોવાથી પિતાની આજ્ઞા મુજબ સુઇ ગયો. રાજાએ સેવકોને આજ્ઞા કરી - આના પરથી વેગથી વાહન ચલાવો.. પણ કોઇ એમાટે તૈયાર થયું નહીં. ત્યારે બીજાઓએ અટકાવવા છતાં રાજાએ તે વાહનમાં બેસી પુત્રપરથી વાહન ચલાવ્યું.
ત્યાં જ દેવી પ્રગટ થઇ અને રાજાપર પુષ્પવૃષ્ટિ કરી. ગાય અને વાછરડું અદૃશ્ય થઇ ગયા. દેવીએ કહ્યું - રાજન ! મેં તારી ન્યાયનિષ્ઠાની પરીક્ષા કરી. તને તારા પ્રાણપ્રિય પુત્ર કરતાં ન્યાય વધુ પ્રિય છે, પ્રિયતમ છે. તેથી (રાજ્યમાટે અત્યંત યોગ્ય હોવાથી) રાજ્ય દીર્ઘકાળ સુધી વિપ્ન વિના કર. ન્યાયના વિષયમાં આ દૃષ્ટાંત છે.
રાજ્યના મંત્રીવગેરે અધિકારીઓએ તો રાજાનું પ્રયોજન અને પ્રજાનું પ્રયોજન (રાજાનું હિત અને પ્રજાનું હિત) એમ બંનેનું પ્રયોજન-હિત સધાય એ રીતે વર્તવું એ ધર્મઅવિરોધ છે – ધર્મને બાધ ન આવે એવો વ્યવહાર છે. અહીં અભયકુમાર અને ચાણક્ય વગેરે દૃષ્ટાંતરૂપ છે. અધિકારીવર્ગમાટે આ કપરું કામ છે કેમકે જો માત્ર રાજાના જ હિતના કાર્યો કરે, તો પ્રજા એના પર દ્વેષ કરે. અને જો એ લોકોના હિતમાં જ પ્રવૃત્ત થાય, તો રાજા એને રવાના કરી દે. આમ મોટો વિરોધ આવે. વળી રાજા અને પ્રજાના હિત પ્રાય: અસમાન-વિરોધી હોય છે, તેથી એ બંને સાચવી શકે એવો કાર્યકર મળવો દુર્લભ છે.
વેપારી વગેરેને તો વેપારમાં શુદ્ધિ વગેરેથી ધર્માવિરોધ છે. (ધર્મને બાધ નથી આવતો.) Jelenej megx omeeF de© x 28c3e GefeDecej Cash - TeeskeCeF DelLefeleh ekveldech leesetreDebecceh-7--
(i e. Belenej Megfx obleco de© x 13eiegel cemej Caw - Tele: keỉj el 3 Lefev ledbeveloch 3eveddepebDecebel--)
શબ્દાર્થ : તે પછી ૧) વ્યવહારશુદ્ધિ ૨) દેશાદિ વિરુદ્ધનો ત્યાગ અને ૩) ઉચિત આચરણોથી - પોતાના ધર્મને સાચવતો એ અર્થ ચિંતા કરે.
ધર્મનો નિર્વાહ જ શાસ્ત્રનું લક્ષ્ય પૂર્વે કહેલા ધર્મકૃત્યો કર્યા પછી ધનઅર્જનઆદિના ઉપાયરૂપ વ્યવહારની મન-વચન-કાયાની અવક્તા રૂપ નિર્દોષતા દ્વારા શુદ્ધિ રાખવી. તથા દેશવગેરેથી વિરુદ્ધ કાર્યોનો ત્યાગ કરવો અને ઉચિત કાર્યો આચરવા. આગળ કહેવાશે એવાપોતે સ્વીકારેલા વ્રત-નિયમ-અભિગ્રહોરૂપ ધર્મ સાચવવાપૂર્વક, નહીં કે લોભની અધિકતા, વિસ્મૃતિવગેરેથી એ ધર્મને બાધ આવે એ રીતે અને ઉપરોક્ત ત્રણ (વ્યવહારશુદ્ધિ વગેરે) ને સાથે રાખી – ધન કમાવવાના ઉપાયો કરવા. કહ્યું છે કે – આ જગતમાં એવું ૧૧૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ