________________
મેકઅપનો સામાન વગેરે ગણવાના.
(૧૧) દિપરિમાણ : ચારેબાજુ અથવા અમુક દિશામાં આટલા કોશ, યોજન (આજના કાળે કીલોમીટર) સુધી જ જઇશ, ઇત્યાદિરૂપ અવધિ-મર્યાદા નક્કી કરવી.
(૧૩) સ્નાનઃ તેલ માલીશ વગેરે પૂર્વક, કેટલી વાર સ્નાન કરીશ? (મો-હાથ-પગ ધોવા એ દેશ સ્નાન ગણાય છે. એમાં પણ નિયમ કરી શકાય.)
(૧૪) ભોજન : રાંધેલું અન્ન, સુખડી વગેરે જે કાંઇ આહાર કરીએ એનું એક શેર-બેશર વગેરે (અથવા ગ્રામ-કીલોગ્રામમાં) માપ નક્કી કરવું. તડબુચ વગેરે વાપરવામાં વજન વધી જવાની સંભાવના છે.
જેમ સચિત્ત માટે નામ લેવા પૂર્વક અથવા સામાન્યથી નિયત-પરિમાણ કરાય છે, એમ દ્રવ્ય વગેરે માટે પણ નામપૂર્વક કે સામાન્યથી સંખ્યાદિ નિયત પરિમાણ કરી શકાય.
આ ચૌદ નિયમના ઉપલક્ષણથી બીજા પણ આટલા કે આ જ શાક, ફળ, ધાન્ય ઇત્યાદિ અંગે પણ પ્રમાણ-પરિમાણ નિયમ કરી શકાય. તથા આરંભ અંગે પણ નિયત પરિમાણના નિયમ કરી શકાય. શક્તિ મુજબ આ રીતે જેટલા નિયમમાં આવી શકાય એટલા નિયમમાં આવવું.
નવકારશી વગેરે પચ્ચકખાણ ક્યારે લેવા? આ રીતે નિયમ લઇને યથાશક્તિ પચ્ચક્ખાણ કરવું (સવારે ઉઠ્યા પછી શું શું કરવું એની વાત ચાલે છે.) એમાં નવકારશી, પોરસી વગેરે સમય સાથે સંબંધિત પચ્ચકખાણો સૂર્યોદય પહેલા લેવાથી જ શુદ્ધ થાય છે, નહિતર નહીં. બાકીના પચ્ચખાણો સૂર્યોદય પછી પણ લઇ શકાય છે. જો નવકારશીનું પચ્ચકખાણ સૂર્યોદય પૂર્વે લીધું હોય, તો નવકારશીના સમય પછી પણ પોરસી વગેરે પચ્ચક્ખાણો તે તે પચ્ચખાણનો સમય આવે એ પહેલા લઇ શકાય છે. સૂર્યોદય પછી લીધેલા પોરસી વગેરે કાલ પચ્ચકખાણ નમસ્કાર સહિત (નવકારશી)નો ઉચ્ચાર કર્યા વિના શુદ્ધ થતા નથી. જો સૂર્ય નવકારશીના બદલે સીધું પોરસી પચ્ચખાણ કર્યું હોય, તો પોરસીનાં પચ્ચખાણનો સમય આવે એ પહેલા સાઢપોરસી વગેરે પચ્ચક્ખાણ કરે, તો તે શુદ્ધ થાય. જો પોરસીના પચ્ચકખાણનો સમય આવી ગયા પછી સાઢપોરસીનું પચ્ચક્ખાણ કરે, તો તે શુદ્ધ થાય નહીં. આવો વ્યવહાર છે. (વડીલ આચાર્યોની પરંપરા છે.) નવકારશીનું પચ્ચખાણ ઓછા આગારવાળું હોવાથી જ મુહૂત (૪૮ મીનિટ)ના પ્રમાણવાળું છે. અને પચ્ચકખાણમાં “નમસ્કાર સહિત’ એવો ઉચ્ચાર કર્યો હોવાથી ૪૮ મીનિટ પછી પણ જો નવકાર બોલ્યા વિના ભોજન કરે, તો એ પચ્ચકખાણનો ભંગ થાય છે.
ગંઠસી વગેરે પચ્ચકખાણના લાભ નવકારશી વગેરે કાલ પચ્ચકખાણ આવી ગયા પછી પણ વિરતિમાં રહેવા ગંઠસી = ગ્રંથિસહિત વગેરે સંકેત પચ્ચકખાણ કરવા જોઇએ. આ ગ્રંથિસહિત પચ્ચકખાણ તો જેઓને વારંવાર ઔષધાદિ લેવા પડતા હોય એવા બાળક, ગ્લાન વગેરે પણ સારી રીતે કરી શકે એમ છે. અને હંમેશા અપ્રમત્ત રહેવામાં હેતુ બનતાં હોવાથી મોટા લાભનું પણ કારણ બને છે.
જેમકે માંસ, દારૂ વગેરેમાં આસક્ત વણકર એકવાર ગ્રંથિસહિતનું પચ્ચખ્ખાણ કરવા માત્રથી (અને એ પચ્ચકખાણ મરણાંત કષ્ટમાં પણ નહીં છોડવાના ભાવથી) મરીને કપર્દી યક્ષ બન્યો. કહ્યું જ
શ્રાદ્ધવિધિ પ્રકરણ
યના પૂર્વે
૩૪