________________
(૧) સચિત્ત: સુશ્રાવકે મુખ્યરૂપે તો સચિત્તનો સર્વથા ત્યાગ જ કરવો જોઇએ. એ માટે શક્તિ ન જ હોય, તો નામ લઇને અથવા સામાન્યથી એક, બે ઇત્યાદિ રૂપે નિયમ કરવો. કહ્યું છે કે – નિર્જીવ - અચિત્ત અને પ્રત્યેક મિશ્ર (અનંતકાયથી રહિત) અથવા પરિમાણ યુક્ત એવા નિરવદ્ય = નિર્દોષ આહાર દ્વારા જ પોતાનું જીવન ટકાવવું, એવી ભૂમિકાવાળા સુશ્રાવકો હોય છે. માછલાઓ સચિત્ત ભક્ષણના કારણે સાતમી નરકે જાય છે. તેથી સચિત્ત આહાર મનથી પણ ઇચ્છવા યોગ્ય નથી.
(૨) દ્રવ્ય : સચિત્ત અને વિગઇ સિવાય જે કાંઇ આહારાદિરૂપે મોંમાં નંખાય છે, તે બધાનો દ્રવ્યમાં સમાવેશ કરવો. અહીં દ્રવ્ય ગણતરીમાં એ વાતનું ધ્યાન રાખવું કે ખીચડી, રોટલી, રોટલા નીવિયાતો લાડુ, લાપસી, પૂરી, ચૂરમુ, કરંબો, ખીર વગેરે ઘણા ધાન્ય વગેરેથી બન્યા હોવા છતાં એક અન્ય પરિણામને પામ્યા હોવાથી એક-એક દ્રવ્ય જ ગણાય.(જેમ કે ખીચડી ચોખા અને મગ કે તુવેરની દાળથી બને, તો પણ એક જ દ્રવ્ય ગણાય.) તો એક જ ધાન્યમાંથી બનેલા પોલિકા, જાડો રોટલો, ખાખરા, ઘુઘરી, ઢોકળી, થુલી, બાટ, કણક વગેરે અલગ-અલગ નામ અને સ્વાદવાળા હોવાથી અલગઅલગ દ્રવ્ય ગણાય. વળી ક્યારેક ફલી, ફલીકા ઇત્યાદિ રૂપે નામની એકતા હોય, છતાં સ્વાદ અલગઅલગ હોવાથી ને પરિણામ પણ ભિન્ન-ભિન્ન થતાં હોવાથી એમાં બહુ દ્રવ્યપણું (એકથી વધુ દ્રવ્ય) ગણાય. (દા.ત. મગદાળની ને તુવેર દાળની બંનેની કહેવાય તો ખીચડી જ, છતાં પણ સ્વાદાદિ ભેદના કારણે બંને અલગ દ્રવ્ય છે. ‘ભાત ખાધા ' ત્યાં ‘ભાત” એક જ શબ્દ હોવા છતાં દાળ અને ભાતનું મિશ્રણ હોવાથી બે દ્રવ્ય ગણાય.)
આ એક વિચારણા બતાવી. ગુરુમહારાજની સલાહને અનુસરી અથવા તેવી પરંપરાને ધ્યાનમાં લઇ અન્ય રીતે પણ ગણી શકાય. દાંત ખોતરવા વગેરે માટે ધાતુની સળી વગેરે મોંમાં નાંખવામાં આવે કે કાંકરો મોંમાં આવી જાય એ કે આંગળી મોંમાં નાખીએ એ અહીં દ્રવ્ય તરીકે ગણવાના નથી.
(૩) વિગઇ : ભક્ષ્ય વિગઈઓ છ છે ૧) દુધ ૨) દહીં ૩) ઘી ૪) તેલ ૫) ગોળ અને ૬) બધું પકવાન. (એમાં રોજ લેવાની કે ત્યાગની વિગઈઓ ધારવી).
(૪) ઉપાનહ : અહીં બૂટ, ચંપલ, સ્લીપર વગેરે તથા કપડાના મોજા વગેરે પગમાં પહેરવાની વસ્તુઓ ગણવાની છે. લાકડાની પાદુકા ઘણી વિરાધનાનું કારણ બનતી હોવાથી શ્રાવક માટે યોગ્ય નથી.
(૫) તંબોલ : અહીં પાન, સોપારી, ખદિરવટિકા, કાથો, વરિયાળી, ગુટખા વગેરે બધી મુખવાસની સ્વાદજનક ચીજો ગણવાની.
(૬) વસ્ત્ર : પાંચે અંગે પહેરવાના વેશ ગણવાના (શર્ટ, પૅટ, ટાઇ, કફની, પાયજામો વગેરેની સંખ્યા ગણવાની) ધોતિયું, પોતડી, પંચિયું, રાતનો વેશ વગેરે ગણાતા નથી.
(૭) ફુલઃ માથે, ગળે વગેરે સ્થાને રખાતા તથા શય્યામાં મુકાતા ફુલો અંગે નિયમ કરવો. એ નિયમ કરવા છતાં દેરાસરમાં ભગવાનને ફલો ચઢાવવામાં નિયમભંગ થતો નથી. એ માટે ફલો લઇ શકાય.
(૮) વાહન : ૨થ. ઘોડો, પાલખી. સુખાસન વગેરે... (આજના કાળમાં બે ચક્રી સાઇકલ-સ્કુટર વગેરે. ત્રિચક્રી રીક્ષા વગેરે, ચાર ચક્રી કાર વગેરે તથા બસ, ખટારા, જીપ, ટ્રેન, પ્લેન વગેરેની ગણતરી કરવી.)
(૯) શયન: ખાટલા, પલંગ, સોફા, ખુરશી, ગાદલા, પથારી વગેરે અહીં ગણવાના.
(૧૦) વિલેપન : ઉપભોગ માટે ચંદન, જવ, ચુઓ, કસ્તુરી વગેરે ગણવાના. આજે પફ, પાવડર, શ્રાદ્ધવિધિ પ્રકરણ