________________
ઉદ્દેશીને આ ઉપદેશ અપાયો છે. સમજુ માણસે વર્તમાનમાં આ બધી વાત શરાબ, સીગરેટ, ગુટખાવગેરે અંગે સમજી તે બધાથી દૂર રહેવું જોઇએ.)
શ્રાવકે પણ સચિત્તનો ત્યાગ કરવો જોઇએ. પ્રશ્ન : કેરી કે પાન વગેરે તો પ્રત્યેક વનસ્પતિ છે. તેથી એ સચિત્ત વાપરીએ, તો પણ બે-ચાર એન્દ્રિય જીવની વિરાધના છે. તો પછી તમે સચિત્તના ત્યાગ પર ભાર કેમ આપો છો?
ઉત્તર: એ પ્રત્યેક વનસ્પતિકાય છે એ વાત બરાબર. પણ પ્રત્યેક વનસ્પતિકાયરૂપ એક પાન કે એક ફળના પણ સચિત્તતરીકે પરિભોગમાં અસંખ્ય જીવોની વિરાધના સંભવે છે. આગમમાં કહ્યું છે કે - એક પર્યાપ્તની નિશ્રાએ (એને આધાર બનાવી) અસંખ્ય અપર્યાપ્તો ઉત્પન્ન થાય છે. (વળી આ અપર્યાપ્તોનું આયુષ્ય ઘણું ઓછું હોવાથી એમના ઉત્પત્તિ-વિનાશનો ક્રમ ચાલ્યા કરે છે.) તેથી જ્યાં એક પર્યાપ્ત છે, ત્યાં અસંખ્ય અપર્યાપ્ત છે. (જે આપણને દેખાય છે, અનુભવાય છે તે વનસ્પતિ વગેરે બાદર પર્યાપ્ત એકેન્દ્રિયો છે. એને આશ્રયીને ઉત્પન્ન થતાં અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયોને આપણે જોઇ શકતા નથી. વિશિષ્ટ જ્ઞાનીઓ જ્ઞાનબળે જુએ-જાણે છે.) જો કે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ક્રમ જુદો છે, ત્યાં એક અપર્યાપ્તને આશ્રયી અસંખ્ય પર્યાપ્તો કહ્યા છે. (સૂક્ષ્મના આ બન્ને ભેદ આપણે જોઇ – અનુભવી શકતા નથી.) આચારાંગ સૂત્રની વૃત્તિ વગેરેમાં આ વાત કરી છે.
આમ સચિત્ત પાન ખાનારો અસંખ્ય જીવોની વિરાધના કરે છે. અને જો એ પાનપર લાગેલા પાણીનાં ટીપાઓમાં સેવાળ વગેરે સંભવે, તો એ અનંતકાય હોવાથી અનંત જીવોની વિરાધના થાય છે.
પાણીનું એક ટીપું કે મીઠાનો એક કણ પણ અસંખ્ય પાણી જીવો કે અસંખ્ય પૃથ્વી જીવોના અસંખ્ય શરીરો ભેગા થવાથી નિર્માણ પામે છે. તેથી એમાં તો અસંખ્ય જીવો છે જ. આગમમાં કહ્યું છે - પાણીના એક ટીપામાં પણ ભગવાને જેટલા જીવો બતાવ્યા છે, એ બધા જીવો જો સરસવ માત્ર (રાઇ) જેવડા પણ થઇ જાય, તો સમગ્ર જંબુદ્વીપમાં સમાઇ ન શકે. એ જ રીતે લીલા આમળા જેટલા પૃથ્વીકાયમાં (મીઠાનાં એવડા ગાંગડા વગેરેમાં) જેટલા જીવો છે, એ જીવો જો કબૂતર જેવડા થઇ જાય, તો જંબૂદ્વીપમાં પણ સમાઇ શકે નહીં. (તેથી શ્રાવકે સચિત્તના ત્યાગી બનવાનો પ્રયત્ન કરવો જોઇએ.)
સર્વસચિત્તના ત્યાગમાં અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોનું દૃષ્ટાંત છે. તેઓએ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. (જો કે વેશથી પરિવ્રાજક હતા.) એમાં પણ તેઓનો એવો વિશેષ નિયમ હતો કે જે અચિત્ત હોય તે જ વાપરવું અને તે પણ બીજા આપે તો જ. એકવાર ઉનાળામાં ગંગાકિનારે જંગલમાં ભમતા સખત તરસ લાગી. ગંગાનું પાણી સામે હોવા છતાં અમે સચિત્ત અને અદત્ત (બીજાએ નહીં આપેલું) કોઇપણ સંજોગોમાં નહીં લઇએ” એવા દઢ નિયમવાળા રહ્યા. પછી ત્યાં અનશન કરી પાંચમાં દેવલોકમાં ઇંદ્ર સમાન ઋદ્ધિવાળા દેવો તરીકે ઉત્પન્ન થયાં. (નિયમમાં દૃઢ રહેવાથી કદાચ મોત આવે, તો પણ પ્રાયઃ પરલોકમાં સદ્ગતિનો લાભ જ થાય છે.)
ચૌદ નિયમની સમજણ જેણે પૂર્વે ચૌદ નિયમ લીધા છે, એણે રોજ એનો સંક્ષેપ કરવો જોઇએ. બીજાઓએ પણ શક્તિ મુજબ એ નિયમો લેવા જોઇએ. ચૌદ નિયમો અંગે છે – ૧) સચિત્ત ૨) દ્રવ્ય ૩) વિગઈ૪) ઉપાન ૫) તંબોલ ૬) વસ્ત્ર ) ફલ ૮) વાહન ૯) શયન ૧૦) વિલેપન ૧૧) બ્રહ્મચર્ય ૧૨) દિશા ૧૩) સ્નાન ૧૪) ભોજન.
શ્રાદ્ધવિધિ પ્રકરણ