________________
છે કે :- જેઓ હંમેશા અપ્રમત્ત રહીને ગ્રંથિસહિત પચ્ચકખાણમાં ગાંઠ બાંધે છે, સ્વર્ગ અને મોક્ષના સુખ એમની ગાંઠે બંધાઇને રહે છે. જે ધન્ય પુરુષો હંમેશા ભૂલ્યા વિના નવકાર ગણી ગ્રંથિસહિત પચ્ચકખાણને પારે છે, તેઓ કર્મની ગાંઠને પણ છોડે છે. તેથી જો તમને મોક્ષ નગરમાં જવાની ઇચ્છા છે, તો આ ગ્રંથિ સહિતના પચ્ચકખાણનો અભ્યાસ કરો. (એની ટેવ પાડો) કેમકે શાસ્ત્રજ્ઞ પુરુષો આ પચ્ચખ્ખાણનું અનશન (ઉપવાસ) જેવું ફળ બતાવે છે.
રાતે ચૌવિહાર કરે, દિવસે પણ પાન વગેરે બેસીને જ ખાય, ખાધા પછી મોં ચોખ્ખું કરે વગેરે વિધિપૂર્વક ગ્રંથિ સહિત પચ્ચકખાણ કરનારો જો રોજ એક જ ટંક ભોજન કરતો હોય, તો એને એક મહિનો આ રીતે કરવા પર ઓગણત્રીસ ચોવિહાર ઉપવાસનો અને બે વાર ભોજન કરનારને અઠ્ઠાવીસ ચોવિહાર ઉપવાસનો લાભ મળે છે એમ વડીલો કહે છે.
પ્રશ્ન: આ કેવી રીતે સંભવે?
ઉત્તર: રોજ ભોજન-પાન-પાણી વગેરે કરવામાં ૪૮-૪૮ મીનીટ લાગે, તો ત્રીસ દિવસમાં ત્રીસ “હુર્ત એમાં ગયા, આમ એક દિવસ ભોજનનો ને બાકીના પચ્ચખ્ખાણમાં હોવાથી ઉપવાસમાં. આમ ઓગણત્રીસ ચૌવિહાર ઉપવાસનો લાભ થાય. જો રોજ (બે વાર ભોજનાદિ કરવાથી) બે મુહૂર્ત (ચાર ઘડી) ભોજનાદિમાં જાય, તો બે દિવસ ભોજનના ને અઠ્ઠાવીસ દિવસ જેટલો સમય પચ્ચક્ખાણમાં. આમ અઠ્ઠાવીસ ચૌવિહાર ઉપવાસનો લાભ મળે.
પદ્મચરિત્રમાં કહ્યું જ છે કે – જે રોજ બે વાર ભોજન કરે છે, તે આ ગ્રંથિ પચ્ચખાણથી) મહિનામાં અઠ્ઠાવીસ ઉપવાસ પામે છે. જે રોજ એક મુહૂત માટે પણ ચારે આહારનો ત્યાગ કરે છે, તેને એક મહિને એક ઉપવાસનો લાભ મળે છે. (એક ઉપવાસથી શું લાભ? તે બતાવે છે.) અન્ય દેવનો ભક્ત ઉપવાસ કરીને દેવલોકમાં દસહજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે, પણ શ્રી જિનેશ્વરનો ભક્ત ઉપવાસથી દેવલોકમાં એક કરોડ પલ્યોપમનું આયુષ્ય ભોગવે છે. આ જ રીતે રોજ બે મુહૂર્ત ચારે આહારનો ત્યાગ કરનાર મહીને છઠ્ઠ (બે ઉપવાસ) નો લાભ મેળવે છે. એમ અઠ્ઠમ આદિ પણ સમજવું. જે પોતાની શક્તિ મુજબ જેટલો સમય આહાર ત્યાગ કરે એ એટલા ઉપવાસનો લાભ મળે.
આવી યુક્તિવિચારણાથી ગ્રંથિસહિતના પચ્ચકખાણનું પણ હમણાં કહ્યું એ રીતે ફળ વિચારી શકાય. (હાલ આ રીતે જ મુઠ્ઠીસી પચ્ચકખાણ વિશેષ પ્રચલિત છે. ગ્રંથિસહિતમાં ગાંઠ ખોલવાની છે, મુઠ્ઠીસીમાં જમીન પર મુઠ્ઠી વાળી નવકાર ગણી - મુઠ્ઠીસી પારવાનું પચ્ચખાણથી મુઠ્ઠીસી પરાય છે. પચ્ચખાણ લેતી વખતે ગ્રંથિસહિતમાં ગાંઠ લગાવવાની છે, મુઠ્ઠીસી પચ્ચખાણમાં હાથ જોડી મુઠ્ઠીસી પચ્ચખાણ લેવાનું છે. બાકી લાભ વગેરે બધું સમાન છે.)
લીધેલું પચ્ચકખાણ વારંવાર યાદ કરવું જોઇએ અને પચ્ચકખાણ આવી જાય ત્યારે મારું પચ્ચકખાણ પૂર્ણ થયું' ઇત્યાદિ વિચારવું જોઇએ. જ્યારે ભોજન કરવા બેસે, ત્યારે પણ ફરીથી મેં કયું પચ્ચકખાણ લીધેલું? એનો સમય આવી ગયો? મેં પચ્ચખાણ પાર્યુ? ઇત્યાદિ યાદ કરી લેવાથી ક્યારેય પચ્ચકખાણભંગની આપત્તિ આવતી નથી. ચાર આહારમાં અશન આદિ વિભાગ આ રીતે છે.
અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ ૧) અશન - અન્ન, પકવાન, ખાખરા, સાથવો, વગેરે જે ખાવાથી સુધા (ભૂખ) શમે તે અશન શ્રાદ્ધવિધિ પ્રકરણ