________________
કહેવાય. ૨) પાન – છાસ, પાણી વગેરેપાન કહેવાય. ૩) ખાદિમ (ખાદ્ય) – ફળો, શેરડી, મેવા, સુખડી વગેરે ખાદિમ ગણાય છે. ૪) સ્વાદિમ (સ્વાદ્ય) - સુંઠ, હરડે, પીપર, મરી, જીરૂ, અજમો, જાયફળ, જાવંત્રી, કસેલો, કાથો, ખેરસાર, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવીંગ, કુઠ, વાવડંગ, અજમોદ, કુલિંજન (પાનની જડ), પીપળીમૂળ, ચણકબાબ, કચૂરો, મોથ, કાંટાસળીઓ, કપૂર, સંચળ, હરડા, બેડા, કુંભઠ (કુમઠીયા), બાવળ, ધવ (ધાવડી), ખેર, ખિજડો, હિંગળાષ્ટક, પુષ્કરમૂળ, જવાસો, ખાવચી, તુલસી, સોપારી વગેરે તથા વૃક્ષોનાં છાલ, પાંદડા વગેરે. ભાષ્ય તથા પ્રવચનસારોદ્વારાદિના અભિપ્રાયથી જીરું સ્વાદિમ છે, અને બૃહદ્કલ્પભાષ્યની વૃત્તિના અભિપ્રાયથી ખાદિમ છે. કેટલાક આચાર્યના મતે અજમો ખાદિમ (ખાદ્ય) છે.
બધી જાતિના સ્વાદિમ અને એલચીથી કે કપૂરથી વાસિત કરેલું પાણી દુવિહારના પચ્ચક્ખાણમાં કલ્પે (વાપરી શકાય). વેસણ, વરિયાળી, શોવા(સુઆ), આમલગંઠી, આંબાગોટી, કોઠાપત્ર, લીંબુપત્ર, વગેરે ખાદિમ હોવાથી દુવિહારમાં કલ્પે નહીં. તિવિહારમાં તો ફક્ત પાણી જ કલ્પે છે. એમાં પણ ફુંકારેલું પાણી, ઝામેલું પાણી, તથા કપૂર, એલચી, કાથો, ખેરસાર, સેલ્લક, વાળો, પાડળ વગેરેથી વાસિત પાણી નીતારેલું (સ્વચ્છ થયેલું) ગાળેલું હોય, તો જ કલ્પે, ગાળેલું ન હોય તો ન કલ્પે.
તિવિહાર – દુવિહારમાં શું કલ્પે?
જો કે શાસ્ત્રમાં મધ, ગોળ, સાકર, ખાંડ વગેરે સ્વાદિમ ગણાયા છે, અને દ્રાક્ષનું પાણી, સાકરનું પાણી અને છાસ પાનક (પાણીમાં) ગણાયા છે. પણ દુવિહા૨વગેરેમાં એ ન કલ્પે એવો વ્યવહાર છે. નાગપુરીયગચ્છના પ્રત્યાખ્યાન ભાષ્યમાં કહ્યું છે કે —
દ્રાક્ષનું પાણી તે પાણી (પાન) અને ગોળવગેરે સ્વાદિમ એમ સિદ્ધાંતમાં કહ્યું છે, તો પણ તૃપ્ત કરતાં હોવાથી (દુવિહારવગેરેમાં) વાપરવાની આજ્ઞા આપી નથી. (જો કે વર્તમાનકાળમાં વિશેષ કારણ વિના દુવિહારનું પચ્ચક્ખાણ અપાતું નથી, અને તિવિહારના પચ્ચક્ખાણમાં પણ રાતે અમુક સમય સુધી જ માત્ર પાણી જ કલ્પ છે.) સ્ત્રી સંભોગથી ચોવિહાર ભાંગતો નથી, પણ બાળક વગેરેના હોઠ ચાવવાથી ચોવિહાર ભાંગે છે. દુવિહારવાળાને એ પણ કલ્પે છે.
પચ્ચક્ખાણો બધા કવલાહાર (મોંમાં મુકીને કરાતા આહા૨) અંગે જ છે. લોમાદિ આહાર માટે નથી હોતા. (મોં સિવાય શરીરની રુંવાટીઓ વગેરે દ્વારા જે અંદર જાય, તે લોમાહાર.) જો લોમાહાર પણ પચ્ચક્ખાણ દ્વારા નિષિદ્ધ થઇ જાય, તો ઉપવાસ, આંબેલ વગેરેમાં શરીરને તેલ માલીશ કરવાથી કે ગુમડા વગેરે ૫૨ પોટીસ મુકવાથી કે મલમ લગાડવાથી પણ પચ્ચક્ખાણમાં ભંગની આપત્તિ આવે.પણ તેવો તો વ્યવહાર નથી. વળી લોમાહાર તો નિરંતર થવાનો સંભવ છે, તેથી પચ્ચક્ખાણના અભાવનો પ્રસંગ આવશે.
અણાહારી ચીજોનાં નામ
લીંબડાંનાં પંચાંગ (મૂળ, પત્ર, ફૂલ, ફળ અને છાલ), પેશાબ, ગળો, કડુ, કરિયાતું, અતિવિષ, કુડો, ચિડ, ચંદન, રાખ, હળદર, રોહિણી (એક જાતની વનસ્પતિ છે), ઉપલોટ, ઘોડાવજ, ત્રિફળા, બાવળીયાની છાલ (કોઇક આચાર્ય કહે છે), ધમાસો, નાવ્ય (કોઇક દવા છે), આસંધ, રીંગણી (ઊભીબેઠી), એળીઓ, ગુગળ, હરડાદળ, વણ (કપાસનું ઝાડ), બોરડી, કંથેરી, કેરડા મૂળ, પુંઆડ, બોથોડી,
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૩૬