________________
આછી મજીઠ, (બોળ, બીઓ (કાષ્ઠ), કુંઆર, ચિત્રો, કંદરક વગેરે કે જેનો સ્વાદ જીભને ભાવે નહીં તે બધા અણાહારી ગણાય છે ને તે ચૌવિહારમાં પણ રોગાદિક કારણે વાપરવા કહ્યું છે.
કલ્પસૂત્રની વૃત્તિના ચોથા ખંડમાં કહ્યું છે કે :- જે એકાંગિક – એકલો પણ ભૂખ શમાવવા સમર્થ છે, તે આહાર છે. તે અશનરૂપે ચાર પ્રકારે છે. એમાં જે મીઠું વગેરે નાખવામાં આવે છે, એ પણ આહાર જ સમજવો. હવે એકાંગિક ચારે પ્રકારના આહાર બતાવે છે : અશન :- કૂર – ભાત સુધાનો નાશ કરે. છાશ-પાણી વગેરે તે પાન (પાણી), ખાદિમ તે ફળ વગેરે, સ્વાદિમ તે મધ વગેરે એ ચાર પ્રકારનો આહાર સમજવો.
- જે એકલું ભૂખ શાંત કરવા સમર્થ નથી, પણ આહારમાં ઉપયોગી છે; તે પણ આહારમાં ઉમેર્યું હોય કે એકલું હોય, તો પણ આહાર જ ગણાય છે, જેમ કે અશનમાં મીઠું, હીંગ, જીરું વગેરે. પાણીમાં કપૂર વગેરે. કેરી વગેરે ખાદિમમાં સુંઠ વગેરે અને સુંઠ વગેરે સ્વાદિમમાં ગોળ વગેરે ઉમેરાય છે. આ કપૂર વગેરે કંઇ ભૂખ શાંત કરવા સમર્થ નથી, પરંતુ આહારમાં સ્વાદ આદિ રૂપે ઉપકારક બનતા હોવાથી આહાર ગણાય છે.
અથવા તો ભૂખથી પીડાતી વ્યક્તિ કાદવ જેવી જે કાંઇ ચીજ (ભૂખ શમાવવા) પેટમાં નાંખે, તે બધું આહાર રૂપ છે. ઔષધ વગેરે માટે વિકલ્પ છે, કેટલાક આહારમાં આવે, કેટલાક અણાહારી ગણાય. એમાં સાકર વગેરે જ્યારે ઔષધરૂપે આવે, ત્યારે એ આહારમાં ગણાય. અને સાપ ડસે ત્યારે માટી વગેરે આપવામાં આવે, તે અણાહારી ગણાય.
અથવા ભૂખથી પીડાયેલાને કોળિયા તરીકે જે ખાતા સ્વાદ આવે, તે બધું આહાર ગણાય, અને ‘ઇચ્છા વિના વાપરું છું' એવા ભાવથી જે અનિચ્છાએ વપરાય અને જીભને અરુચિકર બને, તે બધું અણાહારી ગણાય. માત્રુ (પેશાબ), લીમડા વગેરેની છાલ, પંચમૂળ વગેરે મૂળ, આમળા, હરડે, બેડા વગેરે ફળ ઇત્યાદિ બધું અણાહારી ગણાય છે. આમ ચૂર્ણિમાં જણાવ્યું છે. નિશીથચૂર્ણિ ગ્રંથમાં લીમડાવગેરેની છાલ, એમના લીંબોડી વગેરે ફળ, અને એ જ લીમડા વગેરેના મૂળ ઇત્યાદિ ચીજોને અણાહારી તરીકે ગણાવી છે.
પચ્ચકખાણના પાંચ ભેદ પચ્ચક્ખાણના ઉચ્ચારણમાં પાંચ સ્થાન આવે છે. (૧) પ્રથમ નવકારશી વગેરે કાલ પચ્ચક્ખાણ પ્રાયઃ ચારે પ્રકારના આહાર અંગે છે. (ર) બીજા સ્થાને વિગઈ, નીવી, આયંબિલ એવો ઉચ્ચાર થાય છે. આ વિગઈ સંબંધી પચ્ચકખાણ છે. જેને નીવી કે આયંબિલ નથી એટલે કે એણે પણ વિગઇનો ઉચ્ચાર કરી પચ્ચકખાણ એટલા માટે લેવાનું છે કે વિગઇ અંગે કોઇ પચ્ચક્ખાણ નથી એને પણ મધ, મદિરા, માંસ અને માખણ આ ચાર મહાવિગઇનો પ્રાય: ત્યાગ હોય છે. (૩) ત્રીજા સ્થાને એકાસણું, બિયાસણું વગેરે બે, ત્રણ કે ચાર પ્રકારના આહાર સંબધી છે. (૪) ચોથા સ્થાને પાણી સંબધી પાણસ્સનું પચ્ચખાણ છે અને (૫) પાંચમાં સ્થાને પૂર્વે લીધેલા સચિત્તાદિ ચૌદ નિયમના સંક્ષેપરૂપ દેશાવગાશિક વ્રતનો ઉચ્ચાર છે.
સાંજે આમ તો ઉપવાસ, આયંબિલ, નીવી વગેરે પચ્ચકખાણો પ્રાય: તિવિહાર કે ચોવિહાર થાય છે, પણ અપવાદ રૂપે નીવવિગેરે અને પોરસીવગેરે પચ્ચકખાણો દુવિહાર રૂપે પણ થાય છે. (અહીં શ્રાદ્ધવિધિ પ્રકરણ
૩૭