________________
ઘી અને ચામડાના વેપારીનું દૃષ્ટાંત
બે મિત્રો એકસાથે ખરીદીમાટે નીકળ્યા. એમાં એકને ઘી ખરીદવું હતું, બીજાને ચામડું. રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાં એક વૃદ્ધાએ બંનેને જમાડતા પહેલા શા માટે જાવ છો એ પૂછ્યું. બંનેએ પોત-પોતાની વાત કરી. વૃદ્ધાએ થી ખરીદવા નીકળેલાને ઘરમાં બેસાડી અને ચામડું ખરીદવા નીકળેલાને બહાર બેસાડી જમાડ્યો. બંને જણ ખરીદી કરી પાછા વળતા ફરીથી એ વૃદ્ધાને ત્યાં જમવા ગયા. વૃદ્ધાએ આ વખતા ઘીવાળાને બહાર બેસાડી અને ચામડાવાળાને અંદર બેસાડી જમાડ્યો. આમ ફેરફાર કરવા પાછળનો આશય બંનેએ પૂછ્યો. ત્યારે વૃદ્ધાએ કહ્યું - જતી વખતે ઘી સસ્તુ મેળવવા ઘીવાળો સુકાળ ઇચ્છતો હતો, ને ચામડું સસ્તું મેળવવાં ઘણા ઢોરો મરે એ હેતુથી ચામડાવાળો દુકાળ ઇચ્છતો હતો. આમ ઘીવાળાનું મન પવિત્ર હતું. ચામડાવાળાનું મન મલ્લિન હતું. પાછા ફરતી વખતે ઘીવાળાને ઘી મોંઘા ભાવે વેંચવું છે, તેથી દુકાળ ઇચ્છે છે. એ જ આશયથી ચામડાવાળો સુકાળ. આમ જે સુકાળ ઇચ્છવારૂપે સારા મનવાળો છે, એને મેં અંદર બેસાડી જમાડ્યો, અને મલિન મનવાળાને બહાર બેસાડી.
કહ્યું જ છે - ઉચિત વ્યાજ અને દ્રવ્યાદિ ક્રમથી થયેલા ઉત્કર્ષને છોડી બાકીનું ગ્રહણ કરવું નહીં. પડેલી વસ્તુ બીજાની છે એમ જાણીને ગ્રહણ કરવી નહીં. આની વ્યાખ્યા - સેંકડે ચાર-પાંચ ટકાની વૃદ્ધિ વગેરે રૂપ ઉચિત વ્યાજ (ચાર-પાંચ ટકા વ્યાજ) એ ઉચિત કળા છે. વ્યાજથી દ્રવ્ય બમણું થાય, એ વચન હોવાથી ધીરેલું દ્રવ્ય બમણું થાય ને ધીરેલું ધાન્ય ત્રણ ગણું થાય ત્યાં સુધી ઉચિત છે. તથા વેંચવા યોગ્ય દ્રવ્ય પણ ગણી-ગણીને વેંચાય, વજન કરીને વેંચાય ઇત્યાદિ અનેક પ્રકારનું છે, એના પણ પાછા ઘણા-ઘણા પેટા ભેદ છે. એ દ્રવ્યો બજારમાં લોકોના ઘરે ખલાસ થઇ જવાથી એના વેંચાણથી જે ઉત્કર્ષ થાય, એટલે કે પોતે સોપારી સંઘરેલી છે ને લોકોના ઘરે ખલાસ થઇ જવાથી બમણા વગેરે ભાવે એ વેંચાઇ રહી છે, તો બમણો વગે૨ે લાભ થાય છે. ત્યારે ઉચિત નફો લેવારૂપે ભલે કમાણી કરો, પણ તે વખતે ‘સારું થયું કે સોપારીનો પાક નિષ્ફળ ગયો, સોપારી નાશ પામી ગઇ કે જેથી મને કમાણી થઇ’ એવા દુષ્ટ વિચારો કરવા જોઇએ નહીં. (ખોટા ઇરાદાથી વધુ કમાણી કરવી સારી નથી.) તથા પડેલી વસ્તુ મારી નથી, બીજાની છે, એમ જાણીને એ વસ્તુ લેવી જોઇએ નહીં. વ્યાજ વગેરે અંગે અને ખરીદવેચાણ અંગે દેશ-કાળ વગેરે અપેક્ષીને શિષ્ટ પુરુષોમાં નિંદાપાત્ર નહીં બને એટલી ઉચિત જ કમાણી કરવી એમ પ્રથમ પંચાશકની ટીકામાં જણાવ્યું છે.
છેતરવાની તરકીબો કરવી નહીં
તથા ૧) ખોટા માપ-તોલ રાખવા ૨) વેપારમાં ઓછું-વત્તું આપવું-લેવું ૩) રસ કે વસ્તુમાં ભેળસેળ કરવી. ૪) અનુચિત ગણાય એ રીતે ભાવ વધારી દેવો. ૫) અનુચિત ગણાય એટલું વ્યાજ લેવું. ૬) લાંચ આપવી-લેવી ૭) ખોટા કર લેવા-કુડ કપટ કરવા ૮) ખોટું કે ઘસાઇ ગયેલું નાણું આપવું ૯) બીજાના ખરીદ-વેચાણ ભાંગવા બીજાનો ધંધો તોડવો. ૧૦) બીજાના ઘરાકને ભરમાવવો. ૧૧) કંઇક સારું દેખાડી, પછી બીજું કંઇક જ વળગાડી દેવું. ૧૨) હાથે કરીને અંધકારવાળા સ્થાને જ કપડાવગેરે વેંચવા. ૧૩) સહીમાં ફેરફાર કરવો. વગે૨ે રીતે બીજાને છેતરવાની વૃત્તિ રાખવી નહીં. કહ્યું જ છે - વિવિધ ઉપાયોદ્વારા માયા કરીને જે બીજાને છેતરે છે, શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૩૧
-