________________
બંધ કરાવવું નહીં. જિનેશ્વરે શ્રાવકોને અનુકંપાનો નિષેધ કર્યો નથી. જીવસમુદાયને ભયંકર ભવસાગરમાં દુ:ખપીડિત થયેલા જોઇ સામર્થ્ય મુજબ ઉભયથા સમાનતયા અનુકંપા કરવી જોઇએ. ઉભયથા - દ્રવ્યથી અનુકંપા યથાયોગ્ય ભોજનાદિ દાનથી કરવી ને ભાવથી અનુકંપા ધર્મમાર્ગમાં જોડવા દ્વારા કરવી. શ્રી પંચમાંગ (ભગવતી સૂત્ર)માં શ્રાવકના વર્ણનમાં શ્રાવકનું અવંગુએ દુવારા” એવું વિશેષણ વાપર્યું છે. એનો અર્થ એ છે કે ભિક્ષુકવગેરેના પ્રવેશમાટે વિશેષથી હંમેશા ખુલ્લા દ્વારવાળો હોય. તીર્થકરોએ પણ સાંવત્સરિક દાનદ્વારા દીનોનો ઉદ્ધાર કર્યો છે. વિક્રમાદિત્યે પૃથ્વીને અનૃણી કરી (બધાનું દેવું પોતે ચુકવી બધાને ઋણમુક્ત કર્યા.) તેથી એના નામનું સંવત્સર (જે વિક્રમ સંવત કહેવાય છે) પ્રવર્.
દુકાળવગેરે વખતે તો દીન-દુ:ખિયાઓનો ઉદ્ધાર કરવો વિશેષ ફળદાયક બને છે. કહ્યું જ છે કે - વિનયથી શિષ્યની પરીક્ષા થાય છે. સંગ્રામમાં સુભટની પરીક્ષા થાય છે. સંકટ વખતે મિત્રની પરીક્ષા થાય છે. અને દાનની પરીક્ષા દુર્ભિક્ષમાં થાય છે. વિક્રમ સંવત ૧૩૧પમાં મહાદુકાળ વખતે ભદ્રેશ્વર નગરના વાસી શ્રીમાલ શ્રીજગડુશાએ એકસો બાર અન્નશાળા ખોલી દાન આપ્યું હતું. ઉપરાંત - હમીરને બાર, વિસલદેવને આઠ, તથા સુલતાનને એકવીશ હજાર મુડા જેટલું ધાન્ય જગડુશાએ આપ્યું હતું.
અણહિલપુર પાટણ (આજનું પાટણ)માં સિંઘાક નામનો સોની મોટા પ્રાસાદ, હાથી, ઘોડા વગેરે ઘણી સમૃદ્ધિવાળો હતો. વિક્રમ સંવત ૧૪૨૯માં આઠ મોટા દેરાસરોની મહાયાત્રા કરી. એ વખતે મુહૂર્તના જ્ઞાનથી આવનારા દુર્ભિક્ષની જાણકારી મળવાપર એણે બે લાખ મણ ધાન્યનો સંગ્રહ કર્યો. એમાંથી ચોવીશ હજાર મણ ધાન્ય એણે ગરીબ વગેરેને દાનમાં આપ્યું. એ ઉપરાંત એક હજાર કેદીઓને છોડાવ્યાં. છપ્પન રાજાઓને છોડાવ્યા. દેરાસરો નિર્માણ કરાવ્યા. પૂજ્યશ્રી જયાનંદસૂરિ અને પૂજ્યશ્રી દેવસુંદરસૂરિ આ બંનેની આચાર્યપદવીનો લાભ લીધો. વગેરે ઘણા ધર્મકાર્યો કર્યા.
તેથી ભોજનના સમયે વિશેષથી દયા - દાન કરવા. ગરીબ ગૃહસ્થ પણ એટલા પ્રમાણમાં ઔચિત્યપૂર્વક ભોજન-પાણી તૈયાર કરવા જેથી યાચક વગેરેને આપી આ ધર્મનું સત્યાપન કરી શકે. એમાં પોતાને કોઇ મોટો ખર્ચ નથી થતો ને તેઓ થોડાથી પણ સંતોષ પામે છે. કહ્યું જ છે – હાથીને કોળિયામાંથી કણ જેટલું પડે તો શું ઓછું થવાનું છે? પણ એટલા કણથી કીડીઓનું કુટુંબ જીવી જાય છે. આ રીતે તૈયાર થયેલા નિર્દોષ આહારથી સુપાત્રદાન પણ શુદ્ધ થાય છે. એ જ રીતે માતા, પિતા, ભાઇ, બેન, પુત્ર, પત્ની, નોકર, બીમાર-બાંધેલા ગાય વગેરે બધાના ભોજનવગેરેની ઉચિત દેખભાળ કરવી. પછી નવકારમંત્ર યાદ કરી, પચ્ચકખાણ - નિયમ યાદ કરી સાભ્યને વિરોધ નહીં આવે, એ રીતે ભોજન કરવું. કહ્યું છે – ઉત્તમ પુરુષે પિતા, માતા, બાળકો, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધ, રોગીઓને પહેલા જમાડી પછી પોતે જમવું. બાંધેલા ચોપગા (ગાય, ઘોડાવગેરે) તથા રાખેલા માણસો વગેરેના ભોજનવગેરેની ચિંતા કરી પછી ધર્મજ્ઞ પુરુષે જમવું જોઇએ. એ પહેલા નહીં.
સાભ્યનું સ્વરૂપ આવું બતાવ્યું છે – વિરુદ્ધ ગણાતા આહાર-પાણી પણ પ્રકૃતિને જો માફક આવે, તો તે સામ્ય ગણાય. જિંદગીભર સામ્યભાવથી ખવાયેલું ઝેર પણ અમૃત થાય છે. (શરુઆતથી જ થોડું-થોડું ઝેર ખાવાની ટેવ પાડવાથી ઝેરથી શરીર ટેવાઇ જાય, તો એ પણ ગુણકારી બને છે.) અને સાભ્યના અભાવમાં તો અમૃત પણ ઝેર બની જાય છે. ટુંકમાં પોતાની શારીરિક પ્રવૃતિને જે માફક આવે, તે
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨00