________________
ભોજન જ સાત્મ્યવાળું ગણાય. છતાં પણ જે સાત્મ્યવાળું નથી, એવું પણ પથ્ય ભોજન હજી લઇ શકાય. જે પણ સાસ્ત્યવાળું અપથ્ય ભોજન તો લેવું જ નહીં. ‘બળવાનને તો બધું જ પથ્ય છે’ એમ માનીને કાલકુટ (હળાહળ) ઝેર ખાવું કંઇ યોગ્ય નથી. સારી રીતે શિક્ષિત કરાયેલો અને વિષતંત્રનો જાણકાર પણ ક્યારેક ઝેર ખાવાથી મરી જાય એમ બની શકે છે.
વળી, કંઠનાડીમાં (= ગળામાંથી ઉતરી ગયેલું) બધું જ ભોજન સમાન થઇ જાય છે. તેથી (સ્વાદના) ક્ષણમાત્ર સુખમાટે ડાહ્યા માણસો લોલતા-મૃદ્ધિ રાખતા નથી. તેથી લોલતાનો ત્યાગ કરી અભક્ષ્ય-અનંતકાય વગે૨ે બહુ હિંસા-પાપમય વસ્તુનો સર્વથા ત્યાગ કરવો.
પોતાના પેટનું અગ્નિબળ (પચાવવાની શક્તિ) જોઇ માત્રામાં પરિમિત જ આરોગવું. જે પરિમિત આરોગે છે, તે ઘણું આરોગે છે. વધુ પડતા ભોજનથી અજીર્ણ, ઉલ્ટી, ઝાડા કે મરણ આદિ પણ થઇ શકે છે. કહ્યું પણ છે - હે જીભ ! તું જમવાનું અને બોલવાનું પ્રમાણ જાણી લે. અતિભોજન અતિભાષણનું પરિણામ દારુણ હોય છે. હે જીભ ! જો તું નિર્દોષ અને પરિમિત ભોજન કરી એવું જ (નિર્દોષ અને પરિમિત) બોલવાનું રાખે, તો કર્મરૂપી વીર યોદ્ધા સામે લડવા ઇચ્છતા જીવના વિજયમાં વિજયપતાકા તારા નામે જ છે. હિતકર અને પરિમિત બરાબર પાકેલું ભોજન કરનારો, ડાબા પડખે સુનારો, હંમેશા ચાલવાનું રાખનારો, સમય પર મળ-મૂત્રનું વિસર્જન કરનારો અને સ્ત્રીઓઅંગે મનને વશમાં રાખનારો માણસ રોગોને જીતી જાય છે.
લોકવ્યવહાર મુજબ કયું ભોજન કરવું નહીં?
વહેલી સવારે, તદ્દન સંધ્યા વખતે અથવા રાતે તથા ચાલતા-ચાલતા ભોજન નહીં કરવું. ભોજન કરતી વખતે અન્નની નિંદા નહીં ક૨વી. ડાબા પગપર હાથ પણ ન રાખવો. તથા વસ્તુ હાથમાં રાખી ખાવી નહીં. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષની નીચે કોઇ કાળે ભોજન કરવું નહીં. તથા ભોજન કરતી વખતે તર્જની આંગળી ઊભી ન રાખવી. મોં, કપડા અને પગ ધોયા વિના, નગ્ન થઇ, મેલાં કપડાં પહેરીને તથા થાળીને ડાબા હાથે પકડ્યા વિના ભોજન કરવું નહીં. વિચક્ષણ પુરુષે એક જ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વીંટીને, અપવિત્ર શરીરે તથા અતિશય લોલુપતા રાખીને ભોજન ક૨વું નહીં.
પગમાં પગરખા પહેરીને, કેવળ જમીન ઉપર જ વ્યગ્રચિત્તે, પલંગ ઉપર બેસીને, ખુણાઓમાં કે દક્ષિણ દિશામાં મોં રાખીને તેમજ પાતળા આસન ઉપર બેસીને ભોજન કરવું નહીં.આસન ઉપર પગ રાખીને, તથા કુતરો, ચંડાળ અને પતિત લોકોની નજર પડતી હોય તેવી જગ્યાએ ભોજન કરવું નહીં. તેમજ ભાંગેલા અથવા મલિન વાસણમાં ભોજન કરવું નહીં. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થયેલું, ગર્ભહત્યા વગેરે કરનાર લોકોએ જોયેલું, રજસ્વળા (એમ.સી. વાળી) સ્ત્રીએ સ્પર્શ કરેલું તથા ગાય, કુતરો, પક્ષી વગેરે જીવોએ સુંઘેલું અન્ન ખાવું નહીં. જે ભક્ષ્ય વસ્તુ ક્યાંથી આવી તેની ખબર ન હોય તથા જે વસ્તુ અજાણી હોય તે ખાવી નહીં. એકવાર રાંધેલું અન્ન ફરીવાર ગરમ કર્યું હોય, તો તે પણ ન ખાવું. તથા ભોજન કરતી વેળાએ “બચ બચ ” એવો શબ્દ અથવા વાંકુચુકું મોં કરવું નહીં.
JJ
કયું ભોજન યોગ્ય છે?
ભોજન કરતી વખતે આસપાસ રહેલા લોકોને ભોજન કરવા બોલાવી પ્રીતિ ઉપજાવવી. શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૦૧