________________
શ્રેષ્ઠી, મંત્રી અને વીરાગ્રણી પદ પામ્યા. મધ્યમગુણી તેઓ પછીના ભવમાં ય માનવભવ પામ્યા. સુપાત્રદાનથી શ્રીસાર રત્નસાર કુમાર બન્યા. શ્રેષ્ઠીપુત્ર ને મંત્રીપુત્ર માયાથી સ્ત્રીપણું પામી એની બંને પત્ની બન્યા. અને ક્ષત્રિયપુત્ર દાનવિજ્ઞથી પોપટ થયો. પૂર્વભવમાં જ્ઞાનની આરાધનાના કારણે આ ભવમાં આવી વિદ્વત્તા અને વાણી ચતુરાઇ મળી. શ્રીસારે જે ચોરને છોડી મૂક્યો હતો, એ જ ચોર ચંદ્રચૂડ નામનો દેવ બન્યો ને રત્નસારને વિધાધર રાજા સાથેના યુદ્ધ વગેરે વખતે સહાયક બન્યો.
આ સાંભળી રાજા વગેરે બધા સુપાત્રદાનમાં વિશેષ આદરવાળા થયા ને જૈન ધર્મની આરાધનામાં જોડાયા. તત્ત્વ સારી રીતે જાણી લીધા પછી કોણ આળસ કરે? મોટાઓ ધર્મ કરે તો સૂર્ય જેમ અંધકારને દૂર કરે એમ એમનો ધર્મ ઘણાને અજ્ઞાનથી દૂર કરી સન્માર્ગમાં વાળે છે.
રત્નસારકુમારે પુણ્યના વિશિષ્ટ ઉદયથી દીર્ઘકાળ સુધી બંને પત્નીઓ સાથે અનુત્તર ભોગો ભોગવ્યા. સાથે સાથે રથયાત્રા, તીર્થયાત્રા, સુવર્ણમયી-રજતમયી - મણિમયી પ્રતિમાઓ તૈયાર કરાવી એની પ્રતિષ્ઠા, દેરાસરોના નિર્માણ વગેરે સુકૃતો કર્યા. તેમ જ ચતુર્વિધ સંઘની ભક્તિ, અનુપકારી બીજાઓ પર ઉપકાર વગેરે કાર્યો પણ કર્યા. ખરેખર લક્ષ્મીનું આ જ ફળ છે. એના સંસર્ગથી એની બંને પત્નીઓએ પણ નિષ્ઠાપૂર્વક ધર્મારાધના કરી. સત્સંગથી કયું સત્કાર્ય ન થાય? આયુષ્ય પૂર્ણ થયે ત્રણે જણા પંડિત મરણ પામી શ્રાવક માટેના ઉત્કૃષ્ટ દેવલોકરૂપ બારમાં દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં સમ્યક્તયુક્ત જૈન ધર્મ આરાધી મોક્ષે જશે.
રત્નસારકુમારનું આ ચરિત્ર જાણી સહુએ સુપાત્રદાનમાં અને પરિગ્રહ પરિમાણ વ્રતમાં પ્રયત્ન કરવો જોઇએ. અહીં રત્નસાર કથા સમાપ્ત થઇ.
શ્રાવકની દાનવિધિ આમ સાધુવગેરેનો સંયોગ હોય, તો વિવેકીએ રોજ વિધિપૂર્વક સુપાત્રદાન કરવું. તથા ભોજનના અવસરે પધારેલા સાધર્મિકને પોતાની સાથે પ્રેમથી જમાડવા, કેમકે તેઓ પણ પાત્રરૂપ છે. એમના વાત્સલ્યની વિધિ આગળ બતાવીશું. એ જ રીતે બીજા પણ ભિખારીવગેરેને ઔચિત્યપૂર્વક દાન કરવું જોઇએ, તેઓને પણ નિરાશ કરીને પાછા જવા દેવા નહીં. નિરાશ થઇને જાય, તો તેઓ દુર્ભાવ પામીને કર્મબંધ કરે. આપણે એમાં નિમિત્ત થવું નહીં. વળી ના પાડવામાં હૃદય નિષ્ફર થાય, તે ઉચિત નથી. ભોજનના સમયે બારણા બંધ કરવા રાખવા એ મહાપુરુષનું કે દયાવાનનું લક્ષણ નથી.
સંભળાય છે કે ચિત્તોડમાં ચિત્રાગંદ રાજા શત્રુસૈન્ય કિલ્લો ઘેરી લેવા છતાં ને શત્રુઓના પ્રવેશનો ભય હોવા છતાં ભોજન સમયે કિલ્લાના દ્વાર રોજ ઉઘાડા રાખતા હતા. આ મર્મ જાણી ગયેલી વેશ્યાએ આ વાત લોભમાં આવી શત્રુઓને કહી દીધી. તેથી તેઓએ કિલ્લો જીતી લીધો. પણ વાત આ છે કે આવા ભયમાં પણ તેઓ ભોજન સમયે દ્વાર ખુલ્લા રાખતા હતા. તો શ્રાવકે ને વિશેષથી તો સમૃદ્ધ શ્રાવકે તો અવશ્ય ભોજન સમયે દ્વાર બંધ કરવા નહીં. (ને બંધ હોય તો ખુલ્લા કરવા.) કહ્યું જ છે – આ જગતમાં પેટભરો કોણ નથી? પણ જે ઘણાનો આધાર બને છે, તે જ પુરુષ મહાપુરુષ છે. તેથી ભજનાવસરે આવેલા સ્વજનવગેરેને અવશ્ય જમાડવા જોઇએ
અતિથિઓને અને દુ:ખી યાચકોને ભક્તિથી અને શક્તિ મુજબ અનુકંપાથી ઉચિત રીતે કૃતાર્થ કરી પછી જ જમવું મહાપુરુષો માટે ઉચિત છે. આગમમાં પણ કહ્યું છે - સુશ્રાવકે ભોજન વખતે દ્વાર શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૯૯