________________
છે કે જેથી મને કાયમ માટે પોતાને વશ કરી લીધો. આમ વિચારી દેવે કહ્યું – હું તમારી વાત સ્વીકારું છું. એ પછી દેવ તરત જ અદૃશ્ય થઇ દેવલોકમાં ગયો.
આ બાજુ ધર્મદત્ત હજી તો વિચારે છે કે હવે હું મારા સ્થાને કેવી રીતે પહોંચીશ? ત્યાં તો પોતાને પોતાના આવાસમાં જ જોયો. ત્યારે ધર્મદત્તે વિચાર્યું - ઓહો! મેં એને યાદ પણ કર્યો નથી, છતાં એ દેવે પોતાની શક્તિથી મને અહીં મુકી દીધો. ખરેખર પ્રસન્ન થયેલા દેવ માટે આ તો સાવ સામાન્ય બાબત ગણાય. પછી રાજકુમારે પોતાના સંગમથી સ્વજનો અને પરિવારજનોને પ્રસન્ન કર્યા અને રાજાને પણ વિશેષ રીતે રાજી કર્યા. એ દિવસે (ચોથા દિવસે પણ રાજકુમારે કોઇ પણ જાતની ઉતાવળ કર્યા વિના વિધિપૂર્વક જ જિનપૂજા કરી. પછી જ પારણું કર્યું. ખરેખર ધર્મમાં નિષ્ણાત જીવો વિધિપરિણામી હોય છે.
આ બાજુ પૂર્વ વગેરે દિશામાં રહેલા દેશોના રાજાઓને ઘણા પુત્રોપર એક-એક પુત્રી તરીકે પેલી ચાર કન્યાઓ જન્મી. તેથી તે-તે રાજાને પોતાની તે-તે પુત્રી અત્યંત વહાલી અને માનપાત્ર બની. એ ચારેના નામ ક્રમશ: ધર્મરતિ, ધર્મમતિ, ધર્મશ્રી અને ધર્મિણી હતા. આ ચારે રાજકુમારીઓ રૂપ રૂપના અંબાર જેવી હોવાથી જાણે કે લક્ષ્મીએ જ ચાર રૂપ કર્યા હોય, તેવી શોભતી હતી. આ ચારેય રાજકુમારીઓ પોત-પોતાના નગરમાં એકવાર કુતુહલથી અનેક સુકૃતમય મહોત્સવના આવાસ સમાન જિનાલયમાં ગઇ. ત્યાં જિનપ્રતિમા જોઇ જાતિસ્મરણજ્ઞાન પામેલી એ ચારેએ પણ જિનપૂજા કર્યા વિના ભોજન નહીં કરવાનો નિયમ લીધો. અને જાણે કે એક હૃદયવાળી થઇ એવો અભિગ્રહ લીધો કે પરણીશું તો પેલા ધન્યને જ કે જે દેવલોકમાં અમારો ખાસ મિત્ર દેવ હતો.
પોતાની રાજકુમારીનો અભિગ્રહ જાણી પૂર્વદિશાના રાજાએ પોતાની પુત્રીનો શ્રેષ્ઠ સ્વયંવર રચ્યો. બધા રાજાઓને આમંત્રણ આપી આ સ્વયંવરમાં બોલાવ્યા. રાજધર રાજાને પણ પુત્ર ધર્મદત્ત સાથે પધારવા આમંત્રણ અપાયું. પણ ધર્મદત્ત ગયો નહીં. જ્યાં કાર્યસિદ્ધિ સંદિગ્ધ હોય, ત્યાં પ્રાજ્ઞ પુરુષે શું કામ દોડવું જોઇએ? એમ વિચારી એ પોતાના સ્થાને જ રહ્યો.
આ બાજુ ચિત્રગતિ મુનિ પુત્રના પ્રતિબોધમાટે વૈતાઢ્ય ગયા હતા. ત્યાં એમની વાણીથી પ્રતિબોધ પામી વિદ્યાધર રાજા વિચિત્રગતિ સંયમ અંગીકાર માટે ભાવનાશીલ બન્યાં. પણ એને તો એકમાત્ર પુત્રી જ હતી. તેથી મારા પછી રાજ્યને યોગ્ય કોણ હશે? એ જાણવા એણે પ્રજ્ઞપ્તી વિદ્યાને પૂછ્યું. પ્રજ્ઞપ્તીએ કહ્યું- તારું રાજ્ય અને તારી પુત્રી બંને માટે ધર્મદત્ત જ યોગ્ય છે. તેથી બંને એને સોંપી દે. આ સાંભળી પ્રસન્ન થયેલો વિચિત્રગતિ ધર્મદત્તને લેવા રાજપુર નગરમાં પહોંચ્યો. ધર્મદત્તને લઇને પાછા ફરતા ધર્મદત્તના મુખેથી પેલા સ્વયંવરની વાત સાંભળી કૌતુકથી એ વિચિત્રગતિ ધર્મદત્તને સાથે લઇ એ સ્વયંવરમાં પહોંચી ગયો. વિદ્યાના પ્રભાવથી બંને દેવની જેમ અદૃશ્ય રહીને જોવા માંડ્યા. આ બાજુ રાજકુમારીએ આશ્ચર્ય સર્યું કે કોઇ રાજા કે રાજકુમારને પસંદ કર્યા જ નહીં. તેથી બધાના મોં જાણે લુંટાઇ ગયા ન હોય, એમ કાળા પડી ગયા. ‘હવે શું થશે?” એ ચિંતાથી બધા ચિંતિત હતા, ત્યારે જ વિદ્યાધરરાજા વિચિત્રગતિએ પોતાને અને ધર્મદત્તને પ્રગટ કર્યા. જાણે કે અરુણ સાથે સર્વ પ્રગટ થયો હોય, એવા દૃશ્યથી બધા છક થયા. ત્યાં તો જેમ રોહિણીએ વસુદેવને વરમાળા પહેરાવેલી, એમ એ રાજકુમારીએ ધર્મદત્તને વરમાળા પહેરાવી દીધી. ખરેખર પૂર્વભવના પ્રેમના ઋણાનુબંધ આ ભવમાં પણ એને ઉચિત કાર્ય માટે પ્રેરક બને છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ