________________
પુણ્યાનુબંધી પુણ્યના ઉદયમાં બીજા ભવે પુણ્યમાં કારણભૂત ધર્મ સહજતાથી પ્રાપ્ત થાય છે એ નિયમ મુજબ એણે સદ્ગુરુ પાસે શ્રાવકધર્મ સારી રીતે અંગીકાર કર્યો. વિવેકી શ્રાવક તરીકે એ જાણતો હતો કે અવિધિથી કરેલી ધર્મારાધના પૂર્ણ ફળ આપતી નથી. તેથી તે પ્રતિદિન ત્રિકાળ પૂજા વિધિપૂર્વક જ કરતો હતો. ખરેખર સુશ્રાવકોની આ જ સામાચારી હોય છે. હંમેશા ઉત્કૃષ્ટ ભાવમાં રહેતો એ મધ્યમવય-યુવાવયને પામ્યો, પણ એ વયની ઉદ્દે ડતાના બદલે શ્રેષ્ઠ શેરડીના સાંઠાની જેમ અવર્ણનીય મધુરતાનો સ્વામી થયો.
એક દિવસ કોક વિદેશીએ ધર્મદત્ત માટે ઉચ્ચ શ્રવા (ઇન્દ્રના અશ્વો જેવો શ્રેષ્ઠ અશ્વ રાજાને ભેટ ધર્યો. પોતાને મળેલા આખા જગતમાં જોટો ન જડે એવા આ અશ્વને જોઇ સરખે સરખાનો યોગ થાય એવી ઇચ્છાથી ધર્મદત્ત પણ રાજાની રજા લઇ એના પર આરૂઢ થયો. “મોહ” દશા ભલભલાને લલચાવી દે છે. ધર્મદત્ત જેવો ઘોડાપર ચડ્યો કે તરત જ ઘોડો પણ જાણે કે પોતાની આકાશમાં પણ જવાની વિશિષ્ટ શક્તિ છે એમ બતાવવા અને જાણે કે ઇંદ્રના ઘોડાને મળવા ઉત્સુક ન થયો હોય એમ આકાશમાં ઉડ્યો. હજી ક્ષણવાર પહેલા દેખાતો એ ઘોડો ક્ષણવારમાં જ અદૃશ્ય થઈ ગયો ને આકાશમાર્ગે જતાં ધર્મદત્તને એક હજાર યોજન દૂર એક હજાર યોજન વિસ્તારવાળા જંગલમાં મુકી દઇ સ્વયં ફરી ક્યાંક અદશ્ય થઇ ગયો.
એ જંગલમાં સાપ ફુસ્કાર કરી રહ્યા છે, વાંદરાઓ બુકાર (ચીચીયારી) કરી રહ્યા છે. ભંડો ઘુ-ઘુ કરી રહ્યા છે. ચિત્તાઓ ચિત્કાર કરી રહ્યા છે. ચમરી ગાયો ભેં-મેં કરી રહ્યા છે. ગવય (ગાય જેવું દેખાતું પ્રાણી) ત્રા-ત્રા કરી રહ્યા છે. વરુઓ ફે-ફે કરી રહ્યા છે.
આ રીતે જંગલ ભયંકર બન્યું હોવા છતાં “અભય” સ્વભાવવાળો ધર્મદત્ત જરા પણ ભય પામ્યો નહીં. ખરેખર સત્પરુષોનું સત્ત્વ વિપત્તિમાં વધુ પ્રગટે છે, અને સંપત્તિમાં ઉત્સુકતાનો અભાવ-સ્વસ્થતા પ્રગટે છે. શુન્ય એવા આ જંગલમાં પણ (શુભભાવોથી) ભરેલા હૃદયવાળો ધર્મદત્ત જાણે કે પોતે મહેલના ઉપવનમાં રહ્યો હોય, એવી સ્વસ્થતા રાખી મસ્ત હાથીની જેમ ફરવા માંડ્યો. પરંતુ ભગવાનની પૂજાનો યોગ નહીં થવાથી દુઃખી થયેલા એણે ફળ વગેરે પણ ખાધા નહીં. આમ એ દિવસે એણે પાપનાશક ચોવિહારો ઉપવાસ કર્યો. ચારે બાજુ ઠંડુ પાણી, વિવિધ ફળો વગેરે પૂરતા પ્રમાણમાં હોવા છતાં જિનપૂજા નહીં થવા પર એણે ચોવિહારા ત્રણ ઉપવાસ કર્યા. પોતાના નિયમધર્મ પ્રત્યેની એની દઢતાને ખરેખર ધન્ય છે.
ત્રણ દિવસના ઉપવાસથી એનું શરીર કરમાઇ ગયેલી ફુલમાળાની જેમ પ્લાન થવાં છતાં ચિત્ત અમ્લાન દઢ-પ્રફુલ્લિત જોઇ એક દેવે પ્રગટ થઇ એને કહ્યું - સાધુ! સાધુ! સરસ! સરસ! તમે આ દુ:સાધ્ય નિયમને સાધીને ધન્યવાદપાત્ર બન્યા છો. પોતાના નિયમને જાળવી રાખવામાં જીવનની પણ અપેક્ષા રાખવી નહીં એ દઢતા ખરેખર તમારામાં જ જોવા મળી. ઇંદ્ર તમારી જે સ્પષ્ટ પ્રશંસા કરી, તે બરાબર જ હતી. પણ હું તે સહી શક્યો નહીં. તેથી જ ઘોડા દ્વારા અપહરણ કરી તમને અહીં લઇ આવી તમારી પ્રતિજ્ઞાની મેં પરીક્ષા કરી. હે સબુદ્ધિના સ્વામી! હું તમારા પર પ્રસન્ન થયો છું. તેથી તમારે જે માંગવું હોય, તે એક વાક્યમાં જ સ્પષ્ટ માંગી લો. ત્યારે ધર્મદત્તે વિચાર કરીને કહ્યું - હંમેશા યાદ કરાયેલા તમારે મારું કાર્ય કરવું. આ સાંભળી દેવે વિચાર્યું - અવશ્ય આ અદ્ભુત ભાગ્યનો ભંડાર
શ્રાદ્ધવિધિ પ્રકરણ