________________
પૂરણતાપસને ઘણો તપવગેરે બહુ કલેશ-કષ્ટ સહન કરવા પર પણ ક્રમશ: ઈશાનઇન્દ્રપણું ને ચમરેન્દ્રપણું જેવું અલ્પ ફળ મળ્યું. (એ તપથી જ્ઞાની તો મોક્ષવગેરે ઉત્કૃષ્ટ ફળ મેળવી શકે.)
શ્રદ્ધાવગરનો જ્ઞાની સમ્યક્રિયામાં પ્રવૃત્તિ કરતો નથી જેમકે અંગારમર્દક આચાર્ય કહ્યું જ છે કે - અજ્ઞ પુરુષનું ક્રિયા સામર્થ્ય, ક્રિયામાં અસમર્થનું જ્ઞાન, અને શ્રદ્ધાહીન-રુચિ વિનાના જ્ઞાન-ક્રિયા આ ત્રણે કશું વિશેષ કરી શકતા નથી. આંધળો, પાંગળો અને આંખ અને પગ હોય પણ મનમાં ઇચ્છા વિનાનો-મરી ગયેલી ઇચ્છાવાળો આ ત્રણેયની હિતવૃત્તિ (હિતકર માર્ગે આચરણ) અંતરાય વિનાની નથી – અંતરાયવાળી જ હોય છે. આમ નિશ્ચય થયો કે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો યોગ થાય, તો જ મોક્ષ થાય છે. તેથી ત્રણેની આરાધના માટે પ્રયત્ન કરવો જોઇએ, એજ તાત્પર્ય છે.
સુખશાતા પૃચ્છા અને લાભ માટે વિનંતી (આ રીતે ગુરુપાસે જિનવચન સાંભળી વંદન કરી પછી) સાધુતરીકેના કર્તવ્યોના નિર્વાહ અંગે પૂછે, આપની સંયમયાત્રા (સારી રીતે) નિર્વાહ (આરાધાય) છે ને? આપની રાત સુખરૂપ પસાર થઇ ને ? આપ શરીરથી બાધા પીડા વિનાના છો ને? આપને કોઇ રોગ સતાવતો નથી ને? અમારે યોગ્ય કોઇ કાર્ય છે? વૈદ કે ઔષધઅંગેનું આપને કોઇ પ્રયોજન છે? કોઇ પધ્ધવગેરેની જરૂરત તો નથી ને? આવી પૂછપરછ મોટી નિર્જરાનું કારણ બને છે. કહ્યું જ છે કે - સાધુને કરેલા અભિગમન (સામે લેવા જવું), વંદન, નમસ્કાર અને પ્રતિપુચ્છા, (સુખશાતાવગેરે અંગેની પૃચ્છા) થી દીર્ઘકાળથી ભેગા કરેલા કર્મ પણ ક્ષણવારમાં વિલય પામે છે. પ્રશ્ન:- પૂર્વે વંદન કરતી વખતે “સુહરાઇ સુખતા શરીર નિરાબાધ ઇત્યાદિ સૂત્રોથી આ પૃચ્છા કરી હતી. હવે ફરીથી શું કામ કરવાની? ઉત્તર :- એ વખતે સામાન્યથી પૃચ્છા કરી હતી. હવે વિશેષથી આ પૃચ્છા કરી વાસ્તવિક સ્વરૂપની જાણકારી મેળવવાની છે. ને ગુરુભગવંતને કોઇ બાધા હોય, તો તેનો ઉપાય કરવામાટે આ ફરી પૃચ્છા છે. તેથી જ ગુરુભગવંતને પગે લાગી ‘ઇચ્છકારી ભગવન્! પસાય કરી (હે ભગવાન! ઇચ્છકારથી અમારાપર પ્રસાદ-કપા કરી) એષણીય (કલ્પ એવા) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળી, રજોહરણ, પાછળ મુકવાનું પાટિયું (પીઠફલક) પ્રાતિહાર્ય (બાજોઠ) , શય્યા, સંથારો, ઔષધ, ભેષજ વગેરેનો લાભ આપી અમારાપર અનુગ્રહ કરવા વિનંતી છે. આ રીતે સ્પષ્ટ રીતે નિમંત્રણ આપવું જોઇએ. (શચ્યા-પગ લાંબા કરીને જેનાપર સુઇ શકાય. સંથારો - એ શય્યા કરતા કંઇક નાનો હોય. ઔષધ- એક દ્રવ્યથી બનતી દવા. ભૈષજ્ય- અનેક દ્રવ્યોના મિશ્રણથી બનતી દવા.)
વર્તમાનમાં (ગ્રંથકારના સમયમાં) શ્રાવકો આ નિમંત્રણ બ્રહવંદન કર્યા પછી કરે છે. જેને ગુરુ ભગવંત સાથે સવારનું પ્રતિક્રમણ કર્યુ હોય, એ સૂર્યોદય પછી જ્યારે પોતાના ઘરે વગેરે જેવા ઉપાશ્રયથી નીકળે, ત્યારે આ રીતે નિમંત્રણ કરે છે. જેને પ્રતિક્રમણ કે વંદનનો યોગ મળ્યો નહીં હોય, એટલે કે ગુરુ સાથે પ્રતિક્રમણ કે બૃહસ્વંદન કર્યા નહીં હોય, તે પણ વંદનવગેરે અવસરે આ રીતે નિમંત્રણ કરે છે. મુખ્યવૃત્તિથી તો બીજી વારની જિનપૂજા કરી નૈવેદ્યવગેરે ચઢાવ્યા પછી ઉપાશ્રય જઇને સાધુને આ રીતે નિમંત્રણ આપવું જોઇએ, કેમકે શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર આદિ ગ્રંથોમાં આ રીતે બતાવ્યું છે. એ પછી જો સાધુને ચિકિત્સાની જરૂરત હોય, તો અવસરને અનુરૂપ ચિકિત્સા કરાવડાવે, ૧૧૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ