________________
સેલક મુનિ અગ્વિાર અંગના જ્ઞાતા થયા. પોતાના પંથક વગેરે પાંચસો શિષ્યોની સાથે વિચરવા લાગ્યા.
હંમેશા લુખા વગેરે આહારના કારણે સેલક આચાર્યને ખસ, પિત્ત આદિ રોગ થયા. પછી તે વિહાર કરતા પરિવાર સહિત સેલકપુરે પધાર્યા. ત્યાં તેમનો પુત્ર મંડુક રાજા હતો. તેણે તેમને પોતાની વાહનશાળામાં રાખ્યાં. પ્રાસુક ઔષધ અને પથ્ય દ્રવ્યોવગેરેથી સેલનાચાર્યને સારા કર્યા. પણ સ્નિગ્ધ આહારની લોલુપતાથી સેલનાચાર્ય હવે બહાર વિહાર કરવા ઉદ્યમશીલ બન્યા નહીં. તેથી પંથક મુનિને સેલક આચાર્યની વૈયાવચ્ચ માટે રાખીને બીજા બધા સાધુઓએ વિહાર કર્યો.
એકવાર કાર્તિક ચોમાસીના દિવસે સેલક આચાર્ય યથેચ્છ સ્નિગ્ધ આહાર કરી સુઇ ગયા, ત્યારે પ્રતિક્રમણના અવસરે પંથક મુનિ ખમાવવા માટે મસ્તકથી એમના બંને પગને અડ્યા. તેથી જાગી ગયેલા સેલકાચાર્ય ગુસ્સે થયા. ત્યારે પંથકે કહ્યું – ચોમાસી ક્ષમાપના માટે હું આપના પગને અડ્યો હતો. પંથકની વાત સાંભળી સેલનાચાર્ય વૈરાગ્ય પામ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, “રસવિષયમાં લોલુપ થયેલા મને ધિક્કાર થાઓ!” એમ વિચારી તેમણે તરત વિહાર કર્યો. પછી બીજા શિષ્યો પણ સેલકાચાર્યની નિશ્રામાં આવી ગયા. તેઓ શત્રુંજય પર્વત પર પોતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવસ્ત્રાપુત્રની કથા છે. ધર્મદેશના સાંભળી પ્રતિબોધ પામેલા થાવસ્ત્રાપુત્ર પોતે અને પરંપરાથી કેટલા બધાના પ્રતિબોધમાં નિમિત્ત બન્યા !!
- ક્રિયા અને જ્ઞાન બંને જરુરી તેથી દરરોજ ગુરુપાસે ધર્મોપદેશ સાંભળવો જોઇએ. અને સાંભળીને તેમના ઉપદેશને અનુસાર આચરણ કરવા યથાશક્તિ પ્રયત્ન કરવો જોઇએ; કેમકે ઔષધ કે ભોજનના જ્ઞાનમાત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ થતી નથી. પણ તેનો ઉપયોગ કરાય, તો જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે. કહ્યું છે કે ક્રિયા જ ફળજનક બને છે, નહીં કે જ્ઞાનમાત્ર. સ્ત્રી કે ભક્ષ્યના ભોગનો જાણકાર કંઇ એટલી જાણકારી માત્રથી સુખી થતો નથી. તરવાનું જાણતો માણસ પણ હાથ-પગ હલાવવારૂપ કાયિકા ચેષ્ટા કરે નહી, તો તે પ્રવાહમાં તણાઇ જઇ ડૂબી જાય છે. આ જ વાત ચારિત્ર (ક્રિયા) વિનાના જ્ઞાન અંગે પણ સમજવી. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે – જે અક્રિયાવાદી છે, તે ભવી કે અભવી હોય તો પણ નિશ્ચયથી કૃષ્ણપાક્ષિક છે. ક્રિયાવાદી તો નિશ્ચયથી ભવી જ હોય, નિશ્ચયથી શુકલપક્ષી જ હોય ને કાંક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્તની અંદર જ અવશ્ય સિદ્ધ થાય છે, અથવા સમ્યગદૃષ્ટિ થાય છે.
જ્ઞાન વિના ક્રિયા પણ પરિણામે ફળદાયક નીવડતી નથી. માટે જ કહ્યું છે કે અજ્ઞાનથી (થતી ક્રિયા વગેરેથી) થતો કર્મક્ષય મંડૂકચૂર્ણતુલ્ય છે. સમ્યગુ (જ્ઞાનપૂર્વક-સમજણપૂર્વક) થતી ક્રિયાથી થતો કર્મક્ષય મંડૂક ભસ્મ તુલ્ય છે. (દેડકો મરી જવાપર એના શરીરનો જે ભૂકો થાય, તે ચૂર્ણ છે; એનાપર વરસાદવગેરેનું પાણી પડે, તો એમાંથી પાછા દેડકા પ્રગટે. દેડકો બળી મરે, તો ભસ્મ થાય; પછી પાણી પડે, તો પણ ફરી દેડકો ન ઉદ્ભવે. એમ અજ્ઞાનીના નાશ પામેલા કર્મ તેવા વિષયાદિ સામગ્રીરૂપ પાણી મળે તો ફરીથી વળગે છે, ઉદભવે છે. જ્ઞાની જે કર્મનો નાશ કરે, એ પછી ગમે તેવા વિષયાદિ કારણોએ પણ પાછા બંધાતા નથી. તેથી અજ્ઞાનીનો ક્રિયાજન્ય કર્મનાશ મંડૂકચૂર્ણ સમાન છે. ને જ્ઞાનીનો કર્મનાશ મંડૂકભસ્મ સમાન છે.)
અજ્ઞાનીને જે કર્મો ખપાવતા ઘણા કરોડ વર્ષ લાગી જાય, તે કર્મો મન-વચન-કાયાની ગુપ્તિથી યુક્ત જ્ઞાની શ્વાસોચ્છવાસ માત્ર જેટલા સમયમાં ખપાવી દે છે. તેથી જ તામલીતાપસ અને શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૦૯